Last Updated on March 18, 2021 by
સુરતમાં કોરોના એક વર્ષ પુર્ણ થવાની ઉજાણી કરતો હોય એ રીતે આજે સિટીમાં આંકડો 300ને પાર કર્યો હતો. સિટીમાં ૩૧૫ અને ગ્રામ્યમાં 38 મળી કુલ 353 નવા કેસ નોંધાયા છે. 210ને રજા મળી છે. જ્યારે એકનું મોત થયુ છે. ગઇકાલે મંગળવારે સિટીમાં 263 અને ગ્રામ્યમાં 29 દર્દીઓ નોંધાયા હતા.
સુરતમાં તા-17મી માર્ચ-2020ના રોજ પ્રથમ કેસ નોંધાયો હતો. ત્યારબાદ આંક ૩૦૦ને પાર કરી ગયો હતો પરંતુ કેસ ધીમા પડતા ફરી બે આંકડામાં આવી ગયા હતા. ચૂંટણી અને સરકારી તાયફાઓમાં કોરોના ફરી વકરતા આજે એક વર્ષ બાદ આંક ફરી ૩૦૦ને પાર થયો છે. આરોગ્ય વિભાગ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ સુરતમાં કોરોનાથી ડિંડોલીની ૫૦ વર્ષની મહિલાનું મોત થયુ છે. જો કે તેને ડાયાબિટીઝની પણ બિમારી હતી. સિટીમાં નવા ૩૧૫ કેસ પૈકી સૌથી વધુ અઠવામાં ૮૭, રાંદેરમાં ૫૨,કતારગામમાં ૩૧, સેન્ટ્રલમાં ૨૭ અને વરાછા-એેમાં ૩૧ કેસ છે.
સિટીમાં કુલ કેસ ૪૨,૨૯૪ અને મૃત્યુઆંક ૮૫૪ છે. ગ્રામ્યમાં કુલ કેસ ૧૩,૪૪૭, મૃત્યુઆંક ૨૮૭ છે. સિટી-ગ્રામ્ય મળીને કુલ કેસનો આંક ૫૫,૭૪૧ અને મૃત્યુઆંક ૧૧૪૧ છે. સિટીમાં સાજા થનારા દર્દીઓનો આંક ૪૧,૧૨૯ અને ગ્રામ્યમાં ૧૨,૯૦૯ મળીને કુલ ૫૪,૦૩૮ થયો છે. સીટીમાં ખાનગી ડોકટર, ફોરેન્સીક ડોક્ટર, વકીલ, દલાલ, પાલ આરટીઓ ઇન્સપેક્ટર, વિદ્યાર્થી, ટેક્સટાઇલ-સાડી-લાકડા-કન્ટ્રકશન-કાપડ વ્યવસાયી સહિત ૨૦થી વધુ વ્યવયાસી કોરોનાની ઝપેટમાં આવ્યા છે. સુરતમાં રીકવરી રેટ ૯૫ ટકા છે જ્યારે એક્ટિવ કેસનો આંક ૨૩૧ છે.
કોરોનામાં ગંભીરનો દર્દીઓની સંખ્યા પણ વધી
કોરોના કેસ સાથે કોરોનાનાં ગંભીર દર્દીઓનો આંક પણ વધી રહ્યો છે. નવી સિવિલમાં ૪૬ દર્દીઓ પૈકી ૨૨ ગંભીર છે. જેમાં ૧ વેન્ટીલેટર,૫ બાઇપેપ અને૧ ૬ ઓકસીજન પર છે. જ્યારે સ્મીમેરમાં ૧૪ ગંભીર પૈકી ૫ બાઇપેપ અને ૯ ઓક્સિજન પર છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31