Last Updated on March 18, 2021 by
અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના સંક્રમણમાં વધારો થતાં કાંકરીયા લેકફ્રન્ટ ઉપરાંત શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા ૨૭૩ જેટલા નાના-મોટા બગીચા લોકો માટે અનિશ્ચિત મુદત માટે બંધ કરવાનો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે.એક વર્ષ અગાઉ ૧૭ માર્ચ-૨૦૨૦ના રોજ કોરોના સંક્રમણને જ ધ્યાનમાં લઈને કાંકરીયા લેકફ્રન્ટને લોકો માટે બંધ કરવામાં આવ્યું હતું.
૧૭ માર્ચ-૨૦૨૦ના રોજ કોરોના સંક્રમણને જ ધ્યાનમાં લઈને કાંકરીયા લેકફ્રન્ટને લોકો માટે બંધ કરવામાં આવ્યું
આ અંગે મળતી માહીતી મુજબ,શહેરમાં કોરોનાના કેસ વધવાની પરિસ્થિતિમાં બુધવારે અચાનક જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વહીવટીતંત્રે યુ-ટર્ન લઈને શહેરના દક્ષિણ ઝોનમાં આવેલા કાંકરીયા લેકફ્રન્ટ પરીસર કે જેમાં ઝૂ ઉપરાંત બાલવાટીકા, નોકટરનલ ઝૂ ઉપરાંત નગીનાવાડી સહિતનો સમાવેશ થાય છે એને ૧૮ માર્ચથી કોરોના સંક્રમણને લઈ અનિશ્ચિત મુદત માટે બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.અત્રે નોંધનીય છે કે,એક વર્ષ અગાઉ ૧૭ માર્ચના દિવસે જ કોરોનાના કારણે જ કાંકરીયા લેકફ્રન્ટ પરીસરને મુલાકાતીઓ માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બંધ કરવામાં આવ્યું હતુ.
બાદમાં ૧ ઓકટોબર-૨૦૨૦થી નેશનલ ઝૂ ઓથોરીટીની ગાઈડલાઈન મુજબ ધીમે-ધીમે કાંકરીયા લેકફ્રન્ટ પરીસરની પ્રવૃત્તિઓ શરૂ કરવામાં આવી હતી.એક વર્ષ બાદ ફરી હવે ૧૮ માર્ચથી લેકફ્રન્ટ પરીસરને લોકો માટે બંધ કરવાનો નિર્ણય મ્યુનિ.તંત્રે લીધો છે.ઉપરાંત શહેરના સાત ઝોનમાં કુલ મળીને ૨૭૩ જેટલા નાના-મોટા બાગ-બગીચા આવેલા છે એ તમામ પણ ગુરૂવાર ૧૮ માર્ચથી અનિશ્ચિત મુદત માટે બંધ કરવાની મ્યુનિસિપલ તંત્ર તરફથી જાહેરાત કરવામાં આવી છે.
શું શું રહેશે બંધ
- AMTS
BRTS - બાલવાટીકા
- નોઈક્ટસ્નલઝૂ, નગીનાવાડી
- સરકારી અને ખાનગી જીમ
- સ્પોર્ટસ ક્લબ, ગેમ ઝોન
- રિવરફ્રન્ટ પર વોકિંગ, સાયક્લિંગ
- રિવરફ્રન્ટના બગીચાઓ
- શહેરના ૨૭૩ બાગ બગીચાઓ
- ઉસ્માનપુરા ગાર્ડન, ફ્લાવર પાર્ક
- ચિલ્ડ્રન પાર્ક, બાયોડાયવર્સિટી પાર્ક
- કાંકિરયા લેકફ્રન્ટ પરીસર
- પ્રાણી સંગ્રહાલય,
સ્ટેન્ડિંગ કમિટીની વર્ચ્યુઅલ બેઠક મળશે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પુરી થયા બાદ નવી ટર્મની પહેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠક આજે મળવા જઈ રહી છે.આ બેઠકમાં બે અગાઉ ચૂંટણીના કારણે મોકૂફ રાખવામાં આવેલી દરખાસ્તો મંજુરી માટે કમિટી સમક્ષ મુકવામાં આવી છે.જે પૈકી એક દરખાસ્ત સીટી મ્યુઝીયમ અને પતંગ મ્યુઝીયમમાં પ્રવેશ ફી ને લગતી છે.જયારે બીજી દરખાસ્તમાં આર્ટ ગેલેરી માટે વર્ષો અગાઉ નકકી કરવામાં આવેલા પ્રતિ દિનના ભાડામાં વધારો કરવા તેમજ આ અંગેની ડિપોઝીટના દરમાં વધારો કરવા અંગેની છે.
શું-શું બંધ રાખવા નિર્ણય લેવામાં આવ્યો?
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાંકરીયા લેકફ્રન્ટ ઉપરાંત સાબરમતી રીવરફ્રન્ટ સાથે સંકળાયેલા રીવરફ્રન્ટ ઉપર ચાલતી તમામ પ્રવૃત્તિઓને પણ અનિશ્ચિત સમય માટે બંધ કરવા નિર્ણય લેવામાં આવ્યો છે.જેમાં રીવરફ્રન્ટ પાર્ક ઉપરાંત ઉસ્માનપુરા ગાર્ડન, ફલાવરપાર્ક, ચિલ્ડ્રન પાર્ક,બાયોડાયવર્સિટી પાર્ક ઉપરાંત રીવરફ્રન્ટના લોઅર પ્રોમીનાડ ઉપર ચાલવા જતા કે સાયકલ ચલાવવા જતા લોકો માટે પણ પાબંધી લગાવવામાં આવી છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31