GSTV
Gujarat Government Advertisement

ગુજરાતીઓ હજુ ચેતી જજો હોં નહીંતર આકરા નિયમો સાથે રહો તૈયાર: રાજ્યમાં કોરોના વિસ્ફોટ, 90 દિવસ બાદ ફરીથી 1100 થી વધુ કેસો

કોરોના

Last Updated on March 18, 2021 by

ગુજરાતમાં ફરી એકવાર કોરોના વિસ્ફોટ થયો છે અને ૯૦ દિવસના અંતરાલ બાદ ૧૧૨૨ કેસ નોંધાયા છે. છેલ્લાં ૨૪ કલાકમાં સુરતમાં સૌથી વધુ ૩૪૫ અને અમદાવાદમાં ૨૭૧ કેસ નોંધાયા છે. આ ઉપરાંત અમદાવાદ, સુરત અને વડોદરામાં એક-એક એમ ત્રણ કોરોના દર્દીના મોત થયા છે. ૧૧૨૨ નવાં કેસો સામે આજે ૭૭૫ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં હવે નવાં કેસોની સામે ડિસ્ચાર્જનું પ્રમાણ પણ ઘટી રહ્યું છે.

છેલ્લાં ૨૪ કલાકમાં સુરતમાં સૌથી વધુ ૩૪૫ અને અમદાવાદમાં ૨૭૧ કેસ નોંધાયા

રાજ્યમાં હવે નવાં કેસોની સામે ડિસ્ચાર્જનું પ્રમાણ પણ ઘટી રહ્યું છે

સુરતમાં ૩૪૫, અમદાવાદમાં ૨૭૧, વડોદરામાં ૧૧૪ અને રાજકોટમાં ૧૧૨ કેસ નોંધાયા છે. આ ઉપરાંત ગાંધીનગરમાં ૨૪, ભરૃચમાં ૨૧, ભાવનગરમાં ૨૦, મહેસાણામાં ૧૯, જામનગરમાં ૧૯, ખેડામાં ૧૮, પંચમહાલમાં ૧૮, કચ્છમાં ૧૪, આણંદમાં ૧૩, દાહોદમાં ૧૨, જૂનાગઢમાં ૧૨, નર્મદામાં ૧૨ અને સાબરકાંઠામાં ૧૦ કેસ નોંધાયા છે. આ સિવાયના તમામ જિલ્લાઓમાં ૯ કે તેથી ઓછાં કેસ નોંધાયા છે.

અમદાવાદ, સુરત અને વડોદરામાં એક-એક કોરોના દર્દીના મૃત્યુ

અમદાવાદ, સુરત અને વડોદરામાં એક-એક કોરોના દર્દીના મૃત્યુ થયા છે અને રાજ્યનો કુલ મૃત્યુઆંક  ૪૪૩૦ થયો છે. ઉલ્લેખનીય છે કે આ મૃત્યુઆંક માત્ર અને માત્ર કોરોનાના કારણે મૃત્યુ પામતા દર્દીઓનો જ છે. કો-મોર્બિડ દર્દીઓ એટલે કે કોરોના સિવાયની કોઇ બિમારી હોય અને દર્દીનું મૃત્યુ થાય તો તેવાં મોતને સરકાર દ્વારા કોરોનાથી થયેલું મૃત્યુ ગણવામાં આવતું નથી અને તેનાં આંકડા જાહેર કરવામાં આવતા નથી. નવાં ૧૧૨૨ કેસની સામે આજે ૭૭૫ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને કુલ ડિસ્ચાર્જનો આંક ૨,૭૧,૪૩૩ થયો છે. હાલની પરિસ્થિતે રાજ્યમાં  એક્ટિવ કેસોની સંખ્યા ૫૩૧૦ છે, જે પૈકી ૬૧ દર્દી વેન્ટિલેટર પર અને ૫૨૪૯ દર્દીઓ સ્ટેબલ છે અને રાજ્યનો રિકવરી રેટ ૯૬.૫૪ છે.

ઘણાં દિવસો બાદ તમામ જિલ્લામાં કેસ નોંધાયા

ગુજરાતમાં આજે ઘણાં દિવસો બાદ તમામ ૩૩ જિલ્લાઓમાં કેસ નોંધાયા છે. ડિસેમ્બરની શરૃઆત બાદ રાજ્યમાં એવી પરિસ્થિતિ હતી કે નર્મદા, તાપી, ડાંગ અને અરવલ્લી જેવા જિલ્લાઓમાં રોજ શૂન્ય કેસ નોંધાતા હતા અને રોજ સાત-આઠ જિલ્લાઓ એવાં રહેતાં જ્યો એકપણ કેસ ન નોંધાયો હોય. આજે ઘણાં દિવસો બાદ તમામ ૩૩ જિલ્લાઓમાં કોરોનાના કેસો નોંધાયા છે.  

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33