GSTV
Gujarat Government Advertisement

મહારાષ્ટ્રમાં કોરોના કેસમાં 150 ગણો વધારો: 84 લોકોના મોતની સાથે નવા 23 હજારથી વધુ કેસ / 2જી લહેરના વાવડ

Last Updated on March 18, 2021 by

મહારાષ્ટ્રમાં  જીવલેણ કોરોનાના કહેરની  બીજી લહેર  શરૃ થઈ   હોવાથી  રાજ્ય સરકારે  ચિંતામાં પડી ગઈ છે. આજે મુંબઈ-મહારાષ્ટ્રમાં  ગજબનો કોરોનાનો વિસ્ફોટ થયો છે   આજે ૨૪ કલાકમાં   મહારાષ્ટ્રમાં   કોરોનાના નવા  ૨૩૭૧૯  કેસ નોંધાયા  છે. જ્યારે  ૮૪ દરદીનો  ભોગ  લીધો છે.   માત્ર આજે  ૯૧૩૮  દરદીને ડિસ્ચાર્જ  કરાયા હતા.  આજ દિન સુધી  રાજ્યમાં  કોરોનાના ૧,૫૨,૭૬૦ એક્ટિવ કેસ છે. આથી  સરકાર કોરોનાને નિયંત્રણ લાવવા માટે અવઢવમાં મૂકાઈ  છે.

maharashtra corona મહારાષ્ટ્ર

દેશના કુલ એક્ટિવ કેસમાં 60 ટકાનો વધારો

હાલમાં  દેશના કુલ એક્ટિવ  કેસમાંથી  ૬૦ ટકા  અને નવા  મૃત્યુમાંથી   ૪૫ ટકા  મહારાષ્ટ્રમાં  છે, એવું  આરોગ્ય વિભાગે  જણાવ્યું હતું. મહારાષ્ટ્રમાં  આજ સુધી  ૧ કરોડ ૭૮ લાખ ૩૫ હજાર   ૪૯૫ લોકોના કોરોના ટેસ્ટ કરાયા છે.  એમાં પૈકી  અત્યાર સુધી કોરોનાના પોઝિટીવની  સંખ્યા ૨૩,૭૦,૫૦૭ થઈ  છે. જ્યારે  મરણાંકનો  આંક ૫૩૦૮૦ થયો છે.  અને આજ દિન સુધી  કોરોના ૨૧,૬૩,૩૯૧ દરદી  કોરોનાથી મુક્ત બન્યા  છે. આથી  રિકવરીનુંપ્રમાણ  વધીને  ૯૧.૨૬  ટકા  થયો છે.   એટલે કે  રિકવરીનું પ્રમાણ ૩ ટકા ઘટી ગયું છે.

24 કલાકમાં મુંબઈમાં 2377 નવા કેસ

મહારાષ્ટ્રમાં અત્યારે ૬,૭૧,૬૨૦ દરદી  હોમ કવોરન્ટીન  છે અને ૬૭૩૮ દરદી સંસ્થાત્મક ક્વોરન્ટીન હોવાનું રાજ્યના  આરોગ્ય વિભાગે  જણાવ્યું હતું. મુંબઈમાં પણ કોરોનાનો વિસ્ફોટ થયો  છે, આજે  શહેરમાં  ૨૪ કલાકમાં  ૨૩૭૭ નવા  કોરોનાના કેસ નોંધાયા  છે અને ૮ જણના મોત થયા  હતા. આથી શહેરભરમાં  કોરોનાગ્રસ્તની સંખ્યા ૩,૪૯,૯૫૮  થયો  છે.  અને મરણાંકની  સંખ્યા  ૧૧૫૪૭  થઈ છે   જ્યારે આજે  કોરોનાના ૮૭૬ દરદી સાજા  થતાં  અત્યાર સુધી  કોરોનાના  ૩,૨૦,૭૫૪ દરદી  કોરોનાથી  મુક્ત  થયા છે.   આ સિવાય   શહેરમાં   કોરોનાના  ૧૬૭૫૧  દરદી એક્ટિવ છે  કોરોનાના દરદીની સંખ્યા  મુંબઈ મહાનગરપાલિકાએ ચિંતામાં  પડી ગઈ છે.

પુણેમાં સૌથી વધુ એક્ટિવ કેસ

આ સિવાય પુણે જિલ્લામાં  સૌથી વધુ કોરોનાના  સક્રિય દર્દીઓ છે  પુણે જિલ્લામાં  ૩૨ હજાર  ૩૫૯ દરદી,  નાગપુર જિલ્લામાં ૨૧ હજાર ૪૯૬ દરદી,  થાણે જિલ્લામાં  ૧૪ હજાર ૬૪૪ દરદી  સારવાર લઈ રહ્યા છે.

કોરોના

મહારાષ્ટ્રમાં કેસોમાં ૧૫૦ ટકાનો ધરખમ ઉછાળો

મહારાષ્ટ્રમાં પહેલાની જેમ સ્થિતિ વધુ કથળવા લાગી છે. રાજ્યમાં કોરોનાના ૨૩ હજારથી વધુ કેસ સામે આવ્યા છે જ્યારે અહીંના નાગપુરમાં એક જ દિવસમાં કોરોનાના નવા ૩૩૭૦ કેસો સામે આવ્યા છે.  જેને પગલે અહીં આકરા પ્રતિબંધો લાગુ કરવાની તૈયારી ચાલી રહી છે. બીજી તરફ દેશભરના તાજેતરના કોરોનાના આંકડા મુજબ પહેલી માર્ચથી ૧૫ માર્ચ સુધીમાં ૧૬ જિલ્લાના ૭૦ જિલ્લાઓમાં કોરોનાના કેસોમાં ૧૫૦ ટકાનો ધરખમ ઉછાળો સામે આવ્યો છે. જ્યારે ૧૭ રાજ્યોના ૫૫ જિલ્લામાં આ આંકડો ૧૦૦થી ૧૫૦ ટકાનો છે. મોટા ભાગના પ્રભાવીત જિલ્લાઓ પશ્ચિમ અને ઉત્તર ભારતના છે.

6.5% કોરોના વેક્સિનનો થયો બગાડ

દરમિયાન હાલ કોરોનાની રસી આપવામા આવી રહી છે, જોકે દેશભરમાં સરેરાશ આશરે ૬.૫ ટકા રસીનો બગાડ થયો છે. જ્યારે રાજ્યો પર નજર કરીએ તો તેલંગાણામાં ૧૭.૬ ટકા અને આંધ્ર પ્રદેશમાં ૧૧.૬ ટકાનો બગાડ થયો છે. અત્યાર સુધીમાં દેશભરમાં કોરોના રસીના ૩.૫૧ કરોડ ડોઝ આપી દેવામાં આવ્યા છે. રાષ્ટ્રીય સ્તરે રસીના બગાડની ટકાવારી ૬.૫ ટકા છે જ્યારે પાંચ રાજ્યો તેલંગાણા, આંધ્ર, ઉત્તર પ્રદેશ, કર્ણાટકા, જમ્મુ કાશ્મીરમાં આ ટકાવારી ૬ ટકાથી પણ વધુ છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33