Last Updated on March 18, 2021 by
ગુજરાતમાં સૌ પ્રથમ કેસ તા.૧૮ માર્ચે રાજકોટના જંગલેશ્વરમાં યુ.એ.ઈ.થી આવેલા નદીમ નામના યુવાનનો અને ત્યારબાદ તુરંત સુરતમાં નોંધાયો હતો. આવતીકાલે કોરોનાના ગુજરાત પ્રવેશને ૧ વર્ષ પૂરું થઈ રહ્યું છે અને તા.૧૬ જાન્યુઆરીથી વેક્સીન પણ શોધાઈને બજારમાં આવી ગઈ છતાં રાત્રિ કર્ફ્યુ સહિતના નિયંત્રણો લાદવા પડયા છે તે જ દર્શાવે છે કે તંત્ર ગુજરાતને કોરોનામુક્ત તો નથી કરી શક્યું પણ વર્ષમાં સતત બે સમયગાળામાં તળિયે ગયેલા કોરોનાને કાબુમાં પણ કરી શકેલ નથી. આ માટે મુખ્ય જવાબદાર બેજવાબદાર નેતાઓની છે.
મુખ્ય જવાબદાર બેજવાબદાર નેતાઓ
માર્ચથી મે સુધીનો એ લોકડાઉનનો સમય કે જ્યારે એકલ-દોકલ કેસ આવતા અને આખો વિસ્તાર કન્ટેનમેન્ટ થઈ જતો હતો. રાજકોટમાં જંગલેશ્વર ત્યારે ૫૦ કેસોથી હોટસ્પોટ બની ગયું હતું અને આજે રાજકોટમાં રોજ ૭૦-૮૦ કેસો નોંધાય છે. અમદાવાદ બહારથી આવનારા લોકોના પગલે હોટસ્પોટ બન્યું, પછી સુરત હોટસ્પોટ બન્યું અને છેલ્લે આજે પણ રાજકોટ વસ્તીની દ્રષ્ટિએ કોરોના હોટસ્પોટ છે. સૌરાષ્ટ્રના ૧૧ જિલ્લાઓના કૂલ કેસો કરતા ૫૦ ટકાથી વધુ મુખ્યમંત્રીના હોમટાઉન રાજકોટમાં નોંધાય છે.
સૌરાષ્ટ્રના ૧૧ જિલ્લાઓના કૂલ કેસો કરતા ૫૦ ટકાથી વધુ મુખ્યમંત્રીના હોમટાઉન રાજકોટમાં નોંધાય
રસીકરણ શરુ થતા હવે તમામ નિયંત્રણો દૂર થશે અને ધંધા રોજગાર મુક્ત રીતે થઈ શકશે તેવી આશા પર નેતાઓએ કોરોનાને ગમતી ભીડ સર્જીને પાણી ફેરવી દીધું છે. ખુદ નેતાઓ કોરોનાની ઝપટે ચડયા, મુખ્યમંત્રીથી માંડીને પ્રદેશ ભાજપ પ્રમુખ અને કોંગ્રેસ-ભાજપના સાંસદો, ધારાસભ્યો ઝપટે ચડયા છતાં પણ ભીડ ભેગી કરવાની લાલસા નેતાઓ છોડી શક્યા નથી. સંક્રમણ નેતાઓએ ઉભી કરેલી મેદનીથી જ ફેલાયું તેવું નથી પણ સંક્રમણ ફેલાય તેવી બેદરકારી દર્શાવવા આ નેતાઓ ‘પ્રેરકસ્ત્રોત ‘બન્યા છે.
સંક્રમણ ફેલાય તેવી બેદરકારી દર્શાવવા આ નેતાઓ ‘પ્રેરકસ્ત્રોત ‘બન્યા
ધારાસભાની પેટાચૂંટણી યોજાઈ તે પૂર્વે કોરોના રાજ્યભરમાં નિયંત્રણમાં આવી રહ્યો હતો (સત્તાવાર આંકડા ઉપલબ્ધ જ છે), પરંતુ, ચૂંટણીની લ્હાયમાં ફરી ભીડ થઈ અને તે જોઈને દિવાળી ટાણે ખરીદી માટે મોટા શહેરોમાં લોકોએ વધુ ભીડ કરી, ડિસ્ટન્સનો ભંગ થયો અને કોરોનાને ફરી ઢાળ મળી ગયો.
લોકોએ વધુ ભીડ કરી, ડિસ્ટન્સનો ભંગ થયો અને કોરોનાને ફરી ઢાળ મળી ગયો
ત્યારબાદ રાજકોટ સહિત રાજ્યભરમાં મહાપાલિકાઓ અને પંચાયતોની ચૂંટણી જાહેર થઈ તે પહેલા કોરોના મહદ્અંશે કાબુમાં આવી ગયો હતો, રાજકોટમાં દૈનિક કેસો ૨૦ આસપાસ પહોંચી ગયા હતા અને મૃત્યુ લગભગ બંધ થઈ ગયા હતા. કોરોના જ્યારે ઘટતો હોય ત્યારે તે ‘પુછડીયો પ્રહાર ‘ન કરે તે માટે કાળજી લેવાની વિશેષ જરૂર હોય છે પરંતુ, તેના બદલે બેફામ બનીને સભાઓ રેલીઓ થઈ, ભાજપ, આપ અને કોંગ્રેસ સહિત અન્ય પક્ષોની રેલી, સભાઓમાં ડિસ્ટન્સનો ભંગ થયો.
છેલ્લે સરકારે જ ખુલ્લેઆમ ક્રિકેટ મેચમાં ભીડને નોતરું આપી દીધું. તો તેની સાથે હવે તો રસી આવી ગઈ છે તેમ માનીને લોકોએ પણ વ્યાપક છૂટછાટ લીધી અને તેનું પરિણામ હાલ ફરી જોવા મળ્યું છે. સરકારે નિષ્ફળતાનો પરોક્ષ સ્વીકાર કરીને રાત્રિના ૧૦થી ૬ ચાર મહાનગરોમાં અતાર્કિક કર્ફ્યુ લાદી દીધો છે. અતાર્કિક એટલા માટે કે સામાન્ય સમજણ મૂજબ કોરોના દિવસે વધુ ફેલાય અને તે મહાનગરોની હદ નથી જોતો કે ચેપગ્રસ્ત બનાવવા ભાજપના વગદાર નેતાનું શરીર છે કે આમ નાગરિકનું તે પણ જોતો નથી.
- કોરોનાથી દાઝેલા લોકોને ઈંધણ,ગેસ,તેલના ભાવનો ડામ અપાયો, એ ૨૦ લાખ કરોડ હજુ શોધી રહ્યા છે લોકો!
- ધારાસભા પેટાચૂંટણી અને મનપા-પંચાયત ચૂંટણી પૂર્વે કોરોનાઘટી રહ્યો હતો પણ ભીડથી જીતેલી બાઝી હાર્યા
- સમજદાર લોકોએ આખુ વર્ષ નિયમો પાળ્યા તેના પર લાપરવાહ નેતાઓના નિયમભંગથી પાણી ફર્યું
કોરોના રોકવા અસરકારક અને બીનઅસરકારક પગલા
- (૧) વહેલુ નિદાન, વહેલી સારવાર મંત્ર આજે પણ કારગત. લક્ષણ હોય તેનું મહત્તમ ટેસ્ટીંગ કરાવી આઈસોલેટ કરી સંક્રમણ ઘટાડવું.
- (૨) કર્ફ્યુ જેવા નિયંત્રણો નિરર્થક. અગાઉ કર્ફ્યુ છતાં કેસો વધ્યા હતા.અને લોકોને અસહ્ય હાલાકી થઈ.
- (૩) માસ્ક-ડિસ્ટન્સ આજે પણ અસરકર્તા પણ આમ નાગરિકોને તો અતિશય દંડયા, દંડના કરોડો મળ્યા. હવે દંડવાની શરુઆત શાસકપક્ષના નેતાઓથી કરવી જરૂરી.
- (૪) વેક્સીનેશન મહત્તમ વધારવું. ખાસ કરીને લોકો વચ્ચે જનારા નેતાઓથી માંડીને મિડીયા,ફેરિયા સહિતનાનું રસીકરણ ઝડપી કરવું અને સાથે રસીની અસરકારકતાનું મોનીટરીંગ.
- (૫) ધરાર નિયંત્રણોની નીતિ અપનાવી લોકોને તેઓ અતિ લાચાર હોવાનો અહેસાસ કરાવવાનું છોડવું જોઈએ. જે નિયમ શાસકો પાળતા નથી તેને તિલાંજલિ આપવી.
- (૬)લોકોને આરોગ્યપ્રદ ફૂડ, પ્રાણાયામ-વ્યાયામની સુવિધા મળી રહે તે માટે અત્યારે સુસ્ત ફૂડ-આરોગ્ય,પર્યાવરણ, સ્પોર્ટ્સ વિભાગને એક્ટીવ કરવા.
- (૭)લોકોને રાહત આપવા તાકીદે ઈંધણ પરનો વેરો ઘટાડવો, ગેસ, તેલ સહિત ભાવ નીચા લાવવા જેથી પેટિયુ રળવા લોકો મજબૂરીવશ ઘરબહાર નીકળે નહીં.
- (૮) એક વર્ષમાં સરકારી આરોગ્ય સેવાઓ મહાપાલિકા કે સિવિલ હોસ્પિટલમાં ખાસ્સો સુધારો,વધારો થયો છે તેને વધુ સક્ષમ બનાવવી.
રાજકોટમાં કોરોના કાળની એક ઝલક
- -રાજકોટની સિવિલ હોસ્પિટલમાં એક વર્ષમાં ૧૪,૯૯૭ દર્દીઓની સારવાર કરાઈ. સિવિલના ૪૪૩ ડોક્ટરો,તબીબી સ્ટાફ પણ સંક્રમિત થયો પણ સર્વિસ છોડી નહીં.
- -રાજકોટ મહાપાલિકાના ધન્વંતરી રથમાં ૧૯ લાખ ઓ.પી.ડી. ૨૧ આરોગ્ય કેન્દ્રોમાં આજે પણ રોજ ૨૦૦૦ લોકોને નિઃશૂલ્ક સારવાર.
- -શહેરમાં આજ સુધીમાં ૧૭,૧૫૪ કેસો. સારવાર હેઠળ મહિના પહેલા ૧૦૦થી ઓછા તે આજે ૨૯૩ હોસ્પિટલાઈઝ.
- -કોરોનાથી સત્તાવાર ૧૪૮, બીનસત્તાવાર હજારોના મોત
- -આજ સુધીમાં ૬.૨૨ લાખના કોરોના ટેસ્ટ.રોજ ૫૦૦૦ને રસીકરણ.
દૂશ્મન નબળો પડે ત્યારે તેને કંટ્રોલ કરવો આસાન હોય, કોરોનાના કેસો ઘટયા, લોકજાગૃતિથી વાયરસ નબળો પડયો એવી એક નહીં બે તક સરકારને મળી ચૂકી છે પણ તે ઝડપાઈ નથી. શહેરોમાં આજે પણ મોટી સંખ્યામાં સમજદાર લોકો ભીડમાં જતા નથી, માસ્ક વગર નીકળતા નથી, હાથ અચૂક ધુએ છે, બજારુ ફાસ્ટફૂડ ખાતા નથી, પ્રાણાયામ ભુલતા નથી પણ તેમની આ મહેનતને બેજવાબદાર નેતાગીરીએ સફળ થવા દીધી નથી.
જો કે સરકારે આરોગ્ય સેવા સુધારવા અનેક નિર્ણયો લીધા છે અને હજુ કોરોના કાબુમાં આવી શકે તેવો છે, ખાસ તો કેસો વધ્યા છે પણ મૃત્યુનું પ્રમાણ ઘટયું છે, લોકજાગૃતિ વધી છે. પરંતુ, આ માટે લોકો પર નિયમોનો બોજ નાંખવાનું છોડી નેતાઓ પર નિયમો લાદવાની હિંમતની જરૂર છે. આખરે લોકો તે જોઈને અનુસરણ કરવાના છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31