Last Updated on March 17, 2021 by
ગુજરાતમાં ફરી વાર કોરોના સંક્રમણ વધતા AMC એ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. અમદાવાદ શહેરમાં વધી રહેલા કોરોનાના કેસોને કારણે 8 વિસ્તાર જોધપુર, સાઉથ બોપલ, નવરંગપુરા, બોડકદેવ, થલતેજ, ગોતા પાલડી, ઘાટલોડિયા અને મણિનગરમાં રાતના 10 વાગ્યા પછી હોટલ, રેસ્ટોરાં, ખાણીપીણી બજાર, મોલ, ગલ્લા, ટી સ્ટોલ અને બગીચા કાંકરિયા લેકફ્રન્ટ તેમજ પ્રાણી સંગ્રહાલય બંધ કરાયા બાદ હવે અમદાવાદમાં આવતી કાલથી AMTS અને BRTS ની સેવા બંધ કરાશે. આગામી ઓર્ડર ના થાય ત્યાં સુધી AMTS અને BRTS બંધ રહેશે.
જ્યાં સુધી બીજી સુચના ન મળે ત્યાં સુધી AMTS અને BRTS ની સેવા બંધ
અમદાવાદમાં વધતા કોરોનાના કેસના પગલે મ્યુનિ. તંત્ર જાગ્યું છે. હવે સુરત બાદ અમદાવાદ કોર્પોરેશને આવતીકાલ સવારથી જ AMTS અને BRTSની બસો બંધ કરવાનો નિર્ણય કર્યો છે. જેના કારણે કાલે સવારથી જ બસોની મુસાફરી કરનારા લોકોને હાલાકીનો સામનો કરવો પડશે. આ નિર્ણયના પગલે ખાસ કરીને નોકરીએ જતા અને આવતા તથા એસટી બસો તથા ખાનગી બસોમાં મુસાફરી કરતા હોય તેવા લોકોને અગવડતાનો સામનો કરવાનો સમય આવશે. આગામી દિવસોમાં જ્યાં સુધી બીજી સુચના ન મળે ત્યાં સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. લાખો મુસાફરો એએમટીએસ અને બીઆરટીએસ બસની સેવાનો ઉપયોગ કરી રહ્યાં છે. લોકો રસ્તા ઉપર નીકળે નહીં તે માટે તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
રિવરફ્રન્ટ સહિતના જાહેર સ્થળોએ આવેલા કુલ 200 કરતા પણ વધુ બાગ બગીચાઓ બંધ
આ ઉપરાંત અમદાવાદ શહેરમાં આવેલા રિવરફ્રન્ટ અને બાગ બગીચા સહિતના જાહેર સ્થળોએ આવેલા કુલ 200 કરતા પણ વધારે બાગ બગીચાઓને બંધ કરી દેવામાં આવ્યાં છે. ખાસ કરીને આ બગીચાઓમાં સવારથી જ લોકોની ભીડ જોવા મળતી હોય છે. ત્યારે તંત્રના આ નિર્ણયના પગલે સવારે જોગીંગમાં જતા લોકો અને સાંજે પરિવાર સાથે મોજ માણતા લોકો હવે બાગ બગીચાઓમાં જઈ શકશે નહીં.
હવે કેસો વધ્યા તો તંત્ર આમ પ્રજા પર તવાઈ લાવશે
ગુજરાતમાં ફરી એક વાર કોરોનાએ ઉથલો માર્યો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી, દાંડીયાત્રા, T-20 મેચ બાદ કોરોનાના કેસો વધ્યાં છે ત્યારે હવે રાજ્ય સરકારને આત્મજ્ઞાન લાદ્યું છે. રાત્રિ કરફ્યૂના સમયમાં વધારા ઉપરાંત અમદાવાદ શહેરના તમામ બગીચા કાંકરિયા લેકફ્રન્ટ તેમજ પ્રાણી સંગ્રહાલય અઢાર તારીખથી અચોક્કસ મુદ્દત માટે બંધ કોર્પોરેશન દ્વારા કરાવવાનો તંત્રે નિર્ણય લીધો છે. આજે અમદાવાદમાં કોરોનાના કેસોનો આંક 271એ પહોંચ્યો છે. દિવસે ને દિવસે સ્થિતિ ગંભીર બનતી જાય છે. હવે કેસો વધ્યા તો તંત્ર આમ પ્રજા પર તવાઈ લાવશે અને લોકોને લાઈનોમાં ઉભા કરી દેશે. ગુજરાતમાં ફરી કોરોનાનો રાફડો ફાટ્યો છે એમ કહીએ કે વર્ષ 2021માં કોરોનાના કેસોએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે અને આજના એક જ દિવસમાં 1122 કેસ નોંધાયા છે. તો છેલ્લા 24 કલાકમાં વઘુ 3 દર્દીઓએ કોરોનાના કારણે દમ તોડી નાખ્યો છે. છેલ્લાં 24 કલાકમાં અમદાવાદ સુરત અને વડોદરામાં 1-1 દર્દીનું મોત થયું છે.
સુરત બહારથી આવતાં લોકોએ અલગથી હોમ આઈસોલેશન રહેવું પડશે
સુરતમાં કોરોનાના કેસ વધવાની સાથે જ મ્યુનિ. તંત્ર રઘવાયું બન્યું છે કોવિડ અટકાવવા માટે ઉતાવળે ગાઈડ લાઈન જાહેર કરી રહી છે. તેમાં ફરીથી સુધારો કરવો પડી રહ્યો છે. આજે મ્યુનિ.એ બપોરે 12 વાગ્યે એક જાહેરનામું બહાર પાડ્યું હતું. તેમાં સુરત બહારથી આવતા તમામ લોકોએ ફરજ્યાત સાત દિવસ ક્વોરન્ટાઇન કરવાનું રહેશે. જોકે, સુરત બહારથી રોજ હજારો લોકો નોકરી ધંધા માટે આવતાં હોય વિવાદ ઉભો થાય તેમ હોવાથી બે કલાકમાં જ મ્યુનિ.એ જાહેરનામું બદલીને રાજ્ય બહારથી આવતાં લોકોએ સાત દિવસ ફરજિયાત કોરોન્ટાઈન રહેવાનું બીજુ સુધારેલું જાહેરનામું બહાર પાડયું હતું.
બપોરે 12 વાગ્યે મ્યુનિ. તંત્રએ એક જાહેરનામું બહાર પાડયું હતું. જેમાં સુરત બહારથી આવતાં લોકોએ ફરજિયાત સાત દિવસ માટે ક્વોરન્ટાઇન રહેવું તેવું સ્પષ્ટ કર્યું હતું. જો કે, સુરતમાં રોજ હજારો લોકો નોકરી ધંધા માટે બહારથી આવતાં હોય કે સુરત બહાર નોકરી ધંધા માટે જતાં હોય તેવા લોકોની સંખ્યા હજારોમાં છે.
જો સુરત બહારથી આવતાં લોકો માટે સાત દિવસના ક્વોરન્ટાઇનનો અમલ કરવામાં આવે તો મોટો વિવાદ થાય તેમ હતું. જેના કારણે મ્યુનિ. તંત્રએ બે કલાકમાં જ એટલે બપોરે બે વાગ્યે બીજુ સુધારેલું જાહેર નામું બહાર પાડ્યું છે. તેમાં બહારથી આવતાં લોકોને બદલે રાજ્ય બહારથી આવતાં લોકોએ સાત દિવસ ફરજિયાત ક્વોરન્ટાઇન રહેવું પડશે. બહારથી જે લોકો આવે છે તે લોકોના ઘરમાં અન્ય લોકોને સંક્રમણ ન થાય તે માટે અલગથી હોમ આઈસોલેશન રહેવું પડશે.
એક બાજુ મહાનગરોમાં રાત્રિ કરફ્યુ તો બીજી બાજુ બાગ-બગીચાઓ પણ બંધ કરાયા
ઉલ્લેખનીય છે કે અગાઉ અમદાવાદ શહેરમાં વધી રહેલા કોરોનાના કેસોને કારણે 8 વિસ્તાર જોધપુર, સાઉથ બોપલ, નવરંગપુરા, બોડકદેવ, થલતેજ, ગોતા પાલડી, ઘાટલોડિયા અને મણિનગરમાં રાતના 10 વાગ્યા પછી હોટલ, રેસ્ટોરાં, ખાણીપીણી બજાર, મોલ, ગલ્લા, ટી સ્ટોલ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. અને હવે રાત્રિ કરફ્યૂનો સમયગાળો પણ બે કલાક વધારી દેવાયો છે તેમજ દિવસે બગીચા કાંકરિયા લેકફ્રન્ટ તેમજ પ્રાણી સંગ્રહાલય પણ બંધ કરવાનો નિર્ણય કરાયો છે. દરમિયાન આજે સુરતમાં રેકોર્ડબ્રેક 353, અમદાવાદમાં 271, વડોદરામાં 114, રાજકોટમાં 112, ભરૂચમાં 21, મહેસાણામાં 19, જામનગરમાં 19, ખેડામાં 18, પંચમહાલમાં 18, વડોદરામાં 17, ભાવનગરમાં 22, ગાંધીનગરમાં 24, કચ્છમાં 14, આણંદમાં 13, દાહોદમાં 12, નર્મદામાં 12, સાબરકાંઠામાં 10, છોટાઉદેપુરમાં 9, અમરેલીમાં 8, જૂનાગઢમાં 12, મહીસાગર, મોરબીમાં 8-8, અરવલ્લી, બનાસકાંઠા, ગીરસોમનાથમાં 4-4, વલસાડ, પાટણ, સુરેન્દ્રનગર, તાપી, બોટાદ2-2. ડાંગ, દેવભૂમિ દ્વારકા, પોરબંદરમાં 1-1 નોંધાયો છે.
ચાર મહાનગરોમાં વરિષ્ઠ અધિકારીઓને જવાબદારી સોંપાઈ
રાજ્યમાં કોરોનાને લઈને મુખ્યમંત્રીએ મહત્વનો નિર્ણય કર્યો છે. ચાર મહાનગરોમાં વરિષ્ઠ અધિકારીઓને જવાબદારી સોંપાઈ છે. સુરતની જવાબદારી એન.થૈન્નારસનને સોંપાઈ છે તો રાજકોટમાં રાહુલ ગુપ્તાને ફરી જવાબદારી સોંપાઇ છે, અમદાવાદની જવાબદારી ડૉ.રાજીવ ગુપ્તાને સોંપાઈ છે તો વડોદરાની જવાબદારી ડૉ. વિનોદ રાવ મિલિંદ તોરવણેને સોંપાઈ છે.
read also :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31