GSTV
Gujarat Government Advertisement

વડાપ્રધાન મોદીની વાત સાચી પડી છે કોરોના હજુ ગયો નથી પરંતુ ડબલ તાકાતથી પાછો ફર્યો, ગુજરાતમાં સુરતમાં ગંભીર સ્થિતિ

Last Updated on March 17, 2021 by

વડાપ્રધાન મોદીની વાત સાચી પડી છે કોરોના હજુ ગયો નથી પરંતુ ડબલ તાકાતથી પાછો ફર્યો છે. તમામ નિયમોને નેવે મૂકાયા બાદ ગુજરાતમાં ફરી કોરોનાનો રાફડો ફાટ્યો છે એમ કહીએ કે વર્ષ 2021માં કોરોનાના કેસોએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે અને આજના એક જ દિવસમાં 1122 કેસ નોંધાયા છે. તો છેલ્લા 24 કલાકમાં વઘુ 3 દર્દીઓએ કોરોનાના કારણે દમ તોડી નાખ્યો છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ સુરત અને વડોદરામાં 1-1 દર્દીનું મોત થયું છે. જેથી આજ દિન સુધીમાં સમગ્ર ગુજરાતમાં કુલ 4430 જેટલા લોકો કોરોનાથી મોતને ભેટયા છે. છેલ્લા 24 કલાકમાં કુલ 775 દર્દીઓ સાજા થતા આજ દિન સુધીમાં કુલ 2 લાખ 71 હજાર 433 દર્દીઓ કોરોના મુક્ત થયા છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનો જે રીતે રાફડો ફાટયો છે તેના કારણે સૌ કોઇની ચિંતા વધી છે. ગુજરાતમાં સૌથી ખરાબ સ્થિતિ હાલમાં સુરતની છે. સુરતમાં કોરોનાના કેસો ઘટવાનું નામ લેતા નથી. સુરત જિલ્લામાં કેસનો આંકડો 350ને વટાવી ગયો છે. શાળા કૉલેજોમાં જ્યાં સ્થિતિ ગંભીર છે એ બંધ કરવાના આદેશ કરાયા છે. અમદાવાદમાં અચોક્કસ મુદત માટે બાગ-બગીચાં બંધ કરી દેવાયા છે. રાજ્યમાં 3 મહિના પછી ફરી કોરોનાના 1000 કરતા વધુ કેસ નોંધાયા છે. જેમાં સુરત-અમદાવાદમાં સ્થિતિ ગંભીર છે. આજે સુરતમાં 353 કેસ નોંધાયા છે.

આ શાક માર્કેટો બંધ કરી દેવાયા

સુરતમાં કોરોનાના કેસો વધતા મહાનગરપાલિકાએ મોટો નિર્ણય કર્યો છે. સુરતમાં બહારગામથી આવતા લોકોએ 7 દિવસ ફરજીયાત ક્વોરન્ટીન રહેવું પડશે. સુરત મહાનગરપાલિકાએ આ મુદ્દે જાહેરનામું બહાર પાડ્યું છે. સુરતમાં કોરોનાનું સંક્રમણ વધતા પાલિકા એક્શનમાં આવી છે. સુરતના પાંડેસરા અને ઉધના વિસ્તારમાં શાકમાર્કેટ બંધ કરવામાં આવ્યું છે. સુરતમાં પ્રતિદિવસ વધતા કોરોનાના કેસોને લઈ પાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. સુરતના ઉધના, લીંબાયત સહિત રાંદેર ઝોનમાં પ્રતિદિવસ કોરોના કેસોની સંખ્યામાં વધારો થયો છે.

(સી.આર પાટીલ માસ્ક વગર)

ભાજપના નેતાઓ માટે ગુજરાતમાં નથી કોઈ કાયદો

સુરતમાં કોરોનાના વધતા કેસો વચ્ચે અભિવાદન સમારોહ યોજાયો હતો. ભાજપ અધ્યક્ષના અભિવાદન સમારોહ દરમ્યાન લોકો માસ્ક વિના જોવા મળ્યા હતા. સીમાડા નાકા નજીક યોજાયેલા કાર્યક્રમ દરમ્યાન સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડયા હતા. સામાન્ય જનતાને સોશિયલ ડિસ્ટન્સિંગ,ફરજીયાત માસ્ક પહેરવાની સૂફીયાની સલાહ આપતી પાલિકાએ મૌન સેવ્યું હતુ. કાર્યક્રમ દરમ્યાન ડાયસ પર બેઠેલા લોકો પણ માસ્ક વગર જોવા મળ્યા હતા. કાયદો અને નિયમ માત્ર સામાન્ય જનતા માટે જ છે તેવા સવાલો ઉઠ્યા હતા. પાલિકા તંત્ર સામાન્ય જનતા અને નાગરિકો પાસે સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્કના નામે દંડ ફટકારતી પાલિકાએ આ ઘટનાને લઇ ચુપકીદી સેવી હતી.

રાત્રે શહેરમાં ચાલતા ટ્યુશન ક્લાસીસ બંધ

સુરતમાં રોકેટ ગતિએ વધતા કોરોના કેસને લઈને મહાનગર પાલિકાએ ઓફ લાઈન ટ્યુશન ક્લાસીસ પર પ્રતિબંધ લગાવ્યો છે અને હવે સુરતમાં માત્ ઓનલાઈન શિક્ષણ જ ચાલુ રાખવાનો આદેશ કરાયો છે. સુરતમાં શાળા કોલેજોમા પણ કોરોના કેસ વધી રહ્યા છે જેના કારણે મહાનગરપાલિકાએ મોડી રાત્રે શહેરમાં ચાલતા ટ્યુશન ક્લાસીસ માટે એક જાહેરનામું બહાર પાડ્યું છે. મહાનગરપાલિકાએ જેમાં જણાવાયું છે કે, સુરતમાં વધતા જતા કોરાના કેસના કારણે કેટલીક ગાઇડ લાઇન બહાર પાડવામાં આવી રહી છે. જેમાં સરકારના આદેશ પ્રમાણે આગામી 7 દિવસ માટે સુરત શહેરમાં ચાલતા તમામ ટ્યુશન ક્લાસીસ માટે ઓનલાઇન ચાલી શકશે. આ જાહેરનામાનો ભંગ કરનાર સામે એપેડેમીક એકટ હેઠળ પગલાં ભરવામાં આવશે. ઉલ્લેખનિય છેક , સુરતમાં શાળા કોલેજમાં 31 વિદ્યાર્થીઓ અને એક શિક્ષક કોરોના સંક્રમિત જોવા મળ્યા છે..જેમાં લિંબાયતની શાળામાં સૌથી વધુ 19 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત છે.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33