GSTV
Gujarat Government Advertisement

હાહાકાર/ ગુજરાત આગળ વધી રહ્યું છે લોકડાઉન તરફ : અમદાવાદ અને સુરતમાં સ્થિતિ ગંભીર, આજે આટલા કેસ આવતાં મચ્યો ફફડાટ

Last Updated on March 17, 2021 by

વડાપ્રધાન મોદીની વાત સાચી પડી છે કોરોના હજુ ગયો નથી પરંતુ ડબલ તાકાતથી પાછો ફર્યો છે. વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે દવાઇ ભી કડાઇ ભી પરંતુ તમામ નિયમોને નેવે મૂકાયા બાદ ગુજરાતમાં ફરી કોરોનાનો રાફડો ફાટ્યો છે એમ કહીએ કે વર્ષ 2021માં કોરોનાના કેસોએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે અને આજના એક જ દિવસમાં 1122 કેસ નોંધાયા છે.

  • રિવરફ્રન્ટના નીચેના બાગે સાયકલ ચલાવવા પર મૂકાયો પ્રતિબંધ
  • અમદાવાદમાં કોરોના સંક્રમણ વધતાં રિવરફ્રન્ટના તમામ બાગ અને બગીચા પણ રહેશે બંધ
  • છેલ્લાં 24 કલાકમાં નવા કોરોના કેસનો આંકડો 1122
  • રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 2,81,173
  • ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં લોકોનાં મૃત્યુ 03
  • રાજ્યમાં આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 775
  • ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 2,71,433
  • રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 5310

ગુજરાતમાં કોરોનાના નવા કેસો સતત ઉથલો મારી રહ્યાં છે. ત્યારે આજ રોજ બુધવારના નવા વર્ષમાં જ કોરોનાના નવા નોંધાયેલા કેસોએ 1 હજારનો આંક પાર કરી દીધો છે. રાજ્યમાં કોરોના હવે એક બાદ એક શહેરોને પોતાના ભરડામાં લઇ રહ્યો છે. ત્યારે સુરતમાં સૌથી વધારે સંક્રમણ ફેલાતા તંત્રએ હોમ ક્વોરન્ટાઇનનો આદેશ પણ આપી દીધો છે. બીજી બાજુ રાજ્યના ચાર મહાનગરોમાં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં તો રાત્રિના 10થી સવારના 6 વાગ્યા સુધી રાત્રિ કરફ્યુ લગાવી દેવામાં આવ્યો છે.

એવામાં આજ રોજ બુધવારના રાજ્યમાં નોંધાયેલા નવા કેસોની સંખ્યા 1000 ને પાર ચાલી ગઇ છે. છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાં નવા કોરોનાના કેસનો આકંડો 1122 થઇ ગયો છે. જે વર્ષ 2021નો સૌથી મોટો આંકડો છે. ત્યારે રાજ્યમાં કુલ કેસનો આંકડો હવે 2,81,173 એ પહોંચી ગયો છે. ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં લોકોનાં 03 લોકોના મૃત્યુ નિપજ્યાં છે તો રાજ્યમાં કુલ મોતનો આંકડો 4430 એ પહોંચ્યો છે. રાજ્યમાં આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 775 થઇ છે તો ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 2,71,433 એ પહોંચી છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા હાલમાં 5310 છે. આજે ગુજરાતના જુદા જુદા જિલ્લાઓ પૈકી ભરૂચમાં 21, મહેસાણામાં 19, જામનગરમાં 19, ખેડામાં 18, પંચમહાલમાં 18, વડોદરામાં 17, ભાવનગરમાં 22, ગાંધીનગરમાં 24, કચ્છમાં 14, આણંદમાં 13, દાહોદમાં 12, નર્મદામાં 12, સાબરકાંઠામાં 10, છોટાઉદેપુરમાં 9, અમરેલીમાં 8, જૂનાગઢમાં 12, મહીસાગર, મોરબીમાં 8-8, અરવલ્લી, બનાસકાંઠા, ગીરસોમનાથમાં 4-4, વલસાડ, પાટણ, સુરેન્દ્રનગર, તાપી, બોટાદ2-2. ડાંગ, દેવભૂમિ દ્વારકા, પોરબંદરમાં 1-1 નોંધાયો છે.

ગુજરાતમાં સક્રિય કેસો પણ 5000 ના આંકને વટાવી ગયા

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં # COVID19 ના 1,122 નવા કેસ થયા પછીની કુલ કેસની સંખ્યા 2,81,173 થઇ છે. 3 નવા મૃત્યુ પછીની કુલ મૃત્યુઆંક 4,430એ પહોંચ્યો છે. ગુજરાતમાં સક્રિય કેસો પણ 5000 ના આંકને વટાવી ગયા છે. સક્રિય કેસ હવે 5,310 છે. 775 નવા ડિસ્ચાર્જ પછીની કુલ ડિસ્ચાર્જની સંખ્યા 2,71,433એ પહોંચી છે.રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 22,71,145 વ્યક્તિઓનું રસીકરણ પ્રથમ ડોઝ માટે થયું છે જ્યારે 5,45,662 વ્યક્તિઓનું રસીકરણ બીજા ડોઝ માટે થયું છે. આજે 60 વર્ષથી વધુ વયના તેમજ 45-60 વર્ષની વયના ગંભીર બીમારી ધરાવતા કુલ 52,952 વ્યક્તિનું રસીકરણ થયું છે.

તો છેલ્લા 24 કલાકમાં વઘુ 3 દર્દીઓએ કોરોનાના કારણે દમ તોડી નાખ્યો છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ સુરત અને વડોદરામાં 1-1 દર્દીનું મોત થયું છે. સૌથી વધારે કેસ સુરતમાં 353 અને અમદાવાદમાં 271 નોંધાયા છે. વડોદરામાં 114 અને રાજકોટમાં 112 કેસ નોંધાયા છે. આમ 4 મહાનગરોમાં કોરોનાથી સ્થિતિ વણસી છે.

રાત્રી કર્ફ્યુ લગાવી દેતા હોટેલ માલિકોમાં નિરાશા

4 મહાનગરમાં આજથી રાત્રે 10 થી સવારે 6 સુધી રાત્રી કર્ફ્યૂ લાગૂ થશે. ત્યારે હવે હોટલ અને રેસ્ટોરન્ટની માંડ માંડ ગાડી પાટે ચડી છે ત્યાં જ ફરી એકવાર સરકારે રાત્રી કર્ફ્યુ લગાવી દેતા હોટેલ માલિકોમાં નિરાશા જોવા મળી રહી છે. ફરી એક વખત રાત્રે 10 વાગ્યે કર્ફ્યુ લગાવવાના કારણે ખુબ મોટું નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. ગુજરાતના ચાર મોટા શહેરોમાં કોરોનાનું સંક્રમણ ફેલાતું અટકાવવા લાગુ પાડેલા રાત્રી કર્ફ્યુને કારણે, અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ શહેરના હોટલ તેમજ રેસ્ટોરન્ટ ક્ષેત્ર પ્રભાવિત થયુ છે. ત્યારે હોટેલ માલિકો એટલી જ માંગ કરી રહ્યા છે કે અમે તમામ નિયમોનું પાલન કરીએ છીએ સરકાર માત્ર 1 કલાક વધારી આપે.

સોલિડ વેસ્ટ ટિમ દ્વારા ચેકીંગ હાથ ધરી રાતના 10 પહેલા તમામ એકમો બંધ કરાવાશે

વડાપ્રધાન અને મુખ્યપ્રધાનની બેઠક બાદ AMC હરકતમાં આવ્યું છે. કોર્પોરેશન દ્વારા સઘન ચેકીંગનો નિર્ણય કરાયો છે. સોલિડ વેસ્ટ ટિમ દ્વારા ચેકીંગ હાથ ધરી રાતના 10 પહેલા તમામ એકમો બંધ કરાવાશે. નિયમ ભંગ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે. ખાસ કરીને અમદાવાદમાં પશ્ચિમ વિસ્તારમાં કેસ વધુ હોવાથી કાર્યવાહી ત્યાં વધુ ધ્યાન અપાશે. ખાણી પીણી ઉપરાંત અન્ય એકમોમાં પણ ચેકીંગ હાથ ધરી કાર્યવાહી કરાશે. આ સાથે તંત્ર દ્વારા પાર્ટી પ્લોટ-સીનેમા ગૃહોનું પણ ચેકીંગ કરવાનો નિર્ણય કરવામા આવ્યો છે. તંત્ર દ્વારા રોજ ચેકીંગ હાથ ધરવામા આવશે. તંત્ર દ્વારા દંડનાત્મક કાર્યવાહી કરવાને બદલે સમજાવાની કાર્યવાહી કરવામાં આવશે.

અમદાવાદ શહેરના તમામ બાગ-બગીચાઓ કરાયા બંધ

ગુજરાતમાં ફરી એકવાર કોરોનાએ ઉથલો માર્યો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી, દાંડીયાત્રા, T-20 મેચ બાદ કોરોનાના કેસો વધ્યાં છે ત્યારે હવે રાજ્ય સરકારને આત્મજ્ઞાન લાદ્યુ છે. રાત્રિ કરફ્યૂના સમયમાં વધારા ઉપરાંત અમદાવાદ શહેરના તમામ બગીચા કાંકરિયા લેકફ્રન્ટ તેમજ પ્રાણી સંગ્રહાલય અઢાર તારીખથી અચોક્કસ મુદ્દત માટે બંધ કોર્પોરેશન દ્વારા કરાવવાનો તંત્રે નિર્ણય લીધો છે. ઉલ્લેખનિય છે કે અગાઉ અમદાવાદ શહેરમાં વધી રહેલા કોરોનાના કેસોને કારણે 8 વિસ્તાર જોધપુર, સાઉથ બોપલ, નવરંગપુરા, બોડકદેવ, થલતેજ, ગોતા પાલડી, ઘાટલોડિયા અને મણિનગરમાં રાતના 10 વાગ્યા પછી હોટલ, રેસ્ટોરાં, ખાણીપીણી બજાર, મોલ, ગલ્લા, ટી સ્ટોલ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33