Last Updated on March 17, 2021 by
સુરતમાં કોરોનાના કેસ વધવાની સાથે જ મ્યુનિ. તંત્ર રઘવાયું બન્યું છે કોવિડ અટકાવવા માટે ઉતાવળે ગાઈડ લાઈન જાહેર કરી રહી છે. તેમાં ફરીથી સુધારો કરવો પડી રહ્યો છે. આજે મ્યુનિ.એ બપોરે 12 વાગ્યે એક જાહેરનામું બહાર પાડ્યું હતું. તેમાં સુરત બહારથી આવતા તમામ લોકોએ ફરજ્યાત સાત દિવસ ક્વોરન્ટાઇન કરવાનું રહેશે. જોકે, સુરત બહારથી રોજ હજારો લોકો નોકરી ધંધા માટે આવતાં હોય વિવાદ ઉભો થાય તેમ હોવાથી બે કલાકમાં જ મ્યુનિ.એ જાહેરનામું બદલીને રાજ્ય બહારથી આવતાં લોકોએ સાત દિવસ ફરજિયાત કોરોન્ટાઈન રહેવાનું બીજુ સુધારેલું જાહેરનામું બહાર પાડયું હતું.
સુરતમાં વધતાં જતા કોરોનાના કેસમાં ટ્રાવેલીંગ હિસ્ટ્રીવાળા પોઝિટિવ આવનારાઓની સંખ્યા 50 ટકા જેટલી હોવાથી મ્યુનિ. તંત્રએ આ સંક્રમણ રોકવા માટે કવાયત હાથ ધરી છે.
બહારથી આવનારાઓએ પોતાના જ ઘરમાં અલગથી થવું પડશે હોમ આઇસોલેશન
બપોરે 12 વાગ્યે મ્યુનિ. તંત્રએ એક જાહેરનામું બહાર પાડયું હતું. જેમાં સુરત બહારથી આવતાં લોકોએ ફરજિયાત સાત દિવસ માટે ક્વોરન્ટાઇન રહેવું તેવું સ્પષ્ટ કર્યું હતું. જો કે, સુરતમાં રોજ હજારો લોકો નોકરી ધંધા માટે બહારથી આવતાં હોય કે સુરત બહાર નોકરી ધંધા માટે જતાં હોય તેવા લોકોની સંખ્યા હજારોમાં છે.
જો સુરત બહારથી આવતાં લોકો માટે સાત દિવસના ક્વોરન્ટાઇનનો અમલ કરવામાં આવે તો મોટો વિવાદ થાય તેમ હતું. જેના કારણે મ્યુનિ. તંત્રએ બે કલાકમાં જ એટલે બપોરે બે વાગ્યે બીજુ સુધારેલું જાહેર નામું બહાર પાડ્યું છે. તેમાં બહારથી આવતાં લોકોને બદલે રાજ્ય બહારથી આવતાં લોકોએ સાત દિવસ ફરજિયાત ક્વોરન્ટાઇન રહેવું પડશે. બહારથી જે લોકો આવે છે તે લોકોના ઘરમાં અન્ય લોકોને સંક્રમણ ન થાય તે માટે અલગથી હોમ આઈસોલેશન રહેવું પડશે.
જો કોઈ પણ લક્ષણ જોવા મળે તો તાત્કાલિક કોવિડ ટેસ્ટ કરાવવાનો રહેશે
આ દરમિયાન જો કોઈ પ્રકારના લક્ષણ જોવા મળે તો તાત્કાલિક કોવિડ ટેસ્ટ કરાવવાનો રહેશે. આ નિયમનું પાલન ન કરનારા સામે એપેડેમિક એક્ટ હેઠળ પગલાં ભરવાની પણ ચીમકી આપી છે.
પહેલા મ્યુનિ. તંત્રએ જાહેરનામું બહાર પાડયું હતું તેમાં વિવાદ થાય તેમ લાગતાં મ્યુનિ. તંત્રએ બીજુ સુધારેલું જાહેરનામું બહાર પાડ્યું છે. ભુતકાળમાં જ્યારે કોરોના સંક્રમણ વધતું હતું ત્યારે પણ મ્યુનિ. તંત્ર જાહેરનામું બહાર પડાતું હતું અને વિવાદ થતાં સુધારો કરાતો હતો. ફરી એક વાર સુરતમાં કોરોના સક્રમણ વધતાં મ્યુનિ. તંત્રએ ફરીથી નિયમ જાહેર કરીને તેમાં સુધારા કરવાની પરંપરા જાળવી રાખી છે.
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31