Last Updated on March 17, 2021 by
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આજે TMCનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. મુખ્યમંત્રીએ પોતાના 10 વર્ષના કાર્યકાળની ઉપલબ્ધીઓ ગણાવતા કહ્યું કે, 100 દિવસના કામમાં બંગાળ દેશમાં નંબર વન છે. ટીએમસી સરકારે જે કામ કર્યું તેના સમગ્ર દુનિયાએ વખાણ કર્યાં છે. 47 લાખ પરિવારને નળથી જળ પાણી પહોંચાડવામાં આવી છે. રાજ્યમાં 1.5 કરોડ લોકોને ફ્રીમાં રાશન આપવામાં આવ્યું છે.
પરિવાર દીઠ આટલા રૂપિયા આપવાનું વચન
તેમણે કહ્યું, અમે બેરોજગારીને ઘટાડીશું. એક વર્ષમાં પાંચ લાખ નોકરીની તકો ઉભી કરીશું. મમતા બેનર્જીએ કહ્યું કે, ડોર સ્ટેપ ડિલીવરીની શરૂઆત થશે. તેમણે કહ્યું કે, કન્યાશ્રી, રૂપાશ્રી, સ્વાસ્થ્ય સાથી યોજનાઓને શરૂ રાખવામાં આવશે. સામાન્ય કેટેગરીના દરેક પરિવારને દરેક મહિને 500 રૂપિયા, અનુસુચિત જાતિ અને સબ કાસ્ટના પરિવારોને 1 હજાર રૂપિયા દર મહિને આપવામાં આવશે. વિધવા મહિલાઓને 1લી મેથી એક હજાર રૂપિયા દર મહિને આપવામાં આવશે. વિધવા મહિલાઓને મેથી એક હજાર રૂપિયા આપવામાં આવશે.
ખેડૂતો માટે જાહેરાત
મમતા બેનર્જીએ કહ્યું કે, દર વર્ષે ચાર મહીના દુઆરે સરકાર યોજના ચાલતી રહેશે. રાજ્યના દરેક પરિવારની લઘુત્તમ આવક સુનિશ્ચિત કરવામાં આવશે. છેલ્લા કેટલાક વર્ષોમાં રાજ્યમાં લોકોની કમાણી બે ગણી થઈ છે. તેમણે કહ્યું કે, વિદ્યાર્થીઓ માટે ક્રેડિટ કાર્ડ લાવવામાં આવશે 68 લાખ ખેડૂતોને મદદ કરવામાં આવશે.
ભાજપ અને ટીએમસી વચ્ચે આરપારની લડાઈ
પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન તૃણમુલ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે આરપારની લડાઈ ચાલી રહી છે. બુધવારે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ફરીવાર ઝારગ્રામની ચૂંટણી સભામાં આરોપ લગાવ્યો કે- બંગાળને કેન્દ્ર તરફથી વેક્સિન આપવામા આવી રહી નથી. મમતા જે સમયે આરોપ લગાવી રહ્યાં હતા ત્યારે વડાપ્રધાન મોદીની તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથેની વર્ચ્યુઅલ બેઠક ચાલી રહી હતી, જેમાં મમતા બેનર્જી જોડાયા નહોતા.
ભાજપ પર લગાવ્યા ગંભીર આક્ષેપ
મમતા બેનર્જીએ કહ્યું કે,‘ભાજપ સૌથી મોટો દગાબાજ પક્ષ છે, જે દેશ બરબાદ કરવાના કામમાં લાગેલું છે. મે કેન્દ્ર સરકારને વેક્સિન મોકલવા માગ કરી હતી પણ મળી નહીં. કોરોનાના કેસ ફરી વધી રહ્યાં છે, તેઓ અમને મફત વેક્સિન પણ નથી આપી રહ્યા. અમે લાંબા સમયથી કહી રહ્યાં છીએ કે અમે બંગાળમાં તમામ લોકોને મફતમાં વેક્સિન લગાવશું.’
મમતા બેનર્જીએ ફરી ગરીબોના ઘરે મફત રાશન પહોંચાડવાની વાત કરી જેની પર ચૂંટણી પંચે વિરોધ નોંધાવ્યો હતો. મમતાએ ભાજપ આકરા પ્રહાર કરતા કહ્યું કે,‘ભાજપના નેતાઓ હોટલથી જમવાનું લાવે છે અને દલિત લોકોના ઘરમાં ભોજન કર્યા હોવાનો દાવો કરે છે, આ ગરીબોનું અપમાન છે. જો ભાજપ બંગાળમાં અરાજકતા ફેલાવશે તો અહીંની મહિલાઓ તેમને બરાબરનો પાઠ ભણાવશે.’
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31