Last Updated on March 17, 2021 by
મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાનો ત્રણ મહિનાનો ધૈર્યરાજસિંહ જન્મજાત SSM-1 તરીકે ઓળખાતી ગંભીર બિમારીથી પીડિત છે. આ બિમારી રંગસૂત્ર-5 નાળીમાં ખામીને કારણે થાય છે અને આ બિમારીના ઇલાજ માટે 22 કરોડ રૂપિયાની જરૂર હોય હાલમાં સમગ્ર દેશમાંથી ધૈર્યરાજ સિંહને આર્થિક મદદ માટે માતાપિતા દ્વારા અપીલ કરવામાં આવી હતી.
કિન્નર સમાજે ફાળો એકઠો કરીને મદદ કરી
જેના થકી અત્યાર સુધીમાં ઘણા લોકોએ મદદ કરી રહ્યા છે. જેમાં સુરતના કિન્નર સમાજ દ્વારા પણ ફાળો એકઠો કરીને મદદ કરવામાં આવી છે. તેઓ દ્વારા 65 હજાર નો ફાળો એકઠો કરવામાં આવ્યો છે.
ગંભીર બિમારીથી પીડાઈ રહ્યો છે ધૈર્યરાજ
મહીસાગર જિલ્લાનો રહેવાસી ધૈર્યરાજ એક ગંભીર બિમારીથી પીડાઈ રહ્યો છે. જેને આર્થિક સહાય હોય તેના માતા-પિતાએ કરેલી અપીલ સુરત ના કિન્નર સમાજના ધ્યાનમાં આવતા સુરતના કિન્નર સમાજે પણ તેમને મદદ કરવાનું મન બનાવી લીધું હતું. આ અંગે કિન્નર સમાજના પાયલ કુવરબાએ જણાવ્યું હતું કે આ નાના બાળકને એક ઈન્જેક્શન ની જરૂર હોય આ ઇંજેક્શન ખૂબ જ મોંઘું આવે છે.
ઈલાજ માટે 22 કરોડની જરૂર
બાળકને જે બીમાંરી છે તે બીમારી માટે 22 કરોડ રૂપિયાની જરૂર હોય સમગ્ર દેશ તેની મદદ કરી રહ્યો છે ત્યારે અમે કિન્નર સમાજે પણ ફાળો ભેગો કર્યો છે.અમે બધાએ 65,000 રૂપિયા ભેગા કર્યા છે. અમે આ ફાળો તેમના માતાપિતા સુધી પહોંચડીશું અને બાળક જલ્દી સાજો થાય તેવી પ્રાર્થના કરીશું.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31