GSTV
Gujarat Government Advertisement

Big News : કોરોના વચ્ચે રૂપાણી સરકારે લીધો મોટો નિર્ણય, આ તારીખથી શરુ થશે ધોરણ 9થી 12ની પરીક્ષા

Last Updated on March 17, 2021 by

રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધતા રાજ્યના શિક્ષણ વિભાગે ધોરણ 9થી 12 ના વિદ્યાર્થીઓ માટેની પરીક્ષાને લઇને પરિપત્ર બહાર પાડ્યો છે. શિક્ષણ વિભાગે ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ માટેની પરીક્ષાનું આયોજન શાળાએથી કરવા માટેની જરૂરી સૂચનાઓ મોકલવામાં આવી છે. જે અંતર્ગત શિક્ષણ વિભાગે પરિપત્રમાં જણાવ્યું કે, ‘ધોરણ 9થી 12ની પ્રથમ પરીક્ષા તારીખ 19/3/2021 થી તારીખ 27/3/2021 દરમ્યાન લેવામાં આવવાની છે. ત્યારે આ પરીક્ષાના ગુણ આંતરિક મૂલ્યાંકનમાં તેમજ વર્ગ બઢતી માટે ગણતરીમાં લેવાના હોય છે. જેથી આ પરીક્ષા વિદ્યાર્થીઓના હિતમાં હોવાથી શાળાના આચાર્યો તેમજ શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓને પરીક્ષા અંગેની યોગ્ય સમજ આપવામાં આવે તે જરૂરી છે.’

વિદ્યાર્થીઓનો વિસ્તાર જ્યારે કન્ટેન્મેન્ટ ઝોનમાંથી મુક્ત થાય ત્યારે વિદ્યાર્થીઓની પુન:પરીક્ષા લેવાની રહેશે

આ સાથે જ પરિપત્રમાં એમ પણ જણાવવામાં આવ્યું કે, ‘જે વિદ્યાર્થીઓ કન્ટેન્મેન્ટ ઝોનમાંથી આવતા હોય તેઓ જો પરીક્ષા આપવા માટે ઉપસ્થિત ન થઇ શકે તેમ હોય તો જ્યારે એવાં વિદ્યાર્થીઓનો વિસ્તાર જ્યારે કન્ટેન્મેન્ટ ઝોનમાંથી મુક્ત થાય ત્યારે એવાં વિદ્યાર્થીઓ માટે જે-તે શાળાએ નવા પ્રશ્નપત્રો કાઢીને તે તમામ વિદ્યાર્થીઓની પુન:પરીક્ષા લેવાની રહેશે. ઉપરાંત જો કોઇ શાળા પણ કન્ટેન્મેન્ટ ઝોનમાં આવતી હોય તો તે શાળાનો વિસ્તાર પણ જ્યારે કન્ટેન્મેન્ટ ઝોનમાંથી મુક્ત થાય ત્યારે પણ પરીક્ષાનું આયોજન જે-તે શાળા કક્ષાએથી જ ગોઠવવાનું રહેશે.’

રાજ્યમાં પ્રથમ વાર કોરોનાના નવા કેસ હજારને નજીક

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કોરોના સંક્રમણ દિવસેને દિવસે ચિંતાજનક પરિસ્થિતિએ પહોંચી રહ્યું છે. છેલ્લાં 24 કલાકમાં 954 નવા કેસ નોંધાયા છે. આમ, 25 ડિસેમ્બર એટલે કે 81 દિવસ બાદ રાજ્યમાં પ્રથમ વાર કોરોનાએ 900ની સપાટી વટાવી છે. હાલમાં 4,966 એક્ટિવ કેસ છે જ્યારે 58 દર્દી વેન્ટિલેટર પર છે. માર્ચ માસના 16 દિવસમાં જ રાજ્યમાં કોરોનાના કુલ 10, 162 કેસ નોંધાઇ ચૂક્યા છે.છેલ્લા 24 કલાકમાં વધુ બે વ્યક્તિના કોરોનાના મૃત્યુ થયા હતા. રાજ્યમાં હાલ કોરોનાના કુલ કેસ 2,80,051 છે જ્યારે કુલ મરણાંક 4,427 છે.

એક સપ્તાહમાં દૈનિક કેસની ગતિમાં લગભગ બમણો વધારો

છેલ્લા 24 કલાકમાં સુરત શહેરમાંથી સૌથી વધુ 263-ગ્રામ્યમાંથી 29 સાથે 292 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે જ સુરતમાં કુલ કેસનો આંક હવે 56,383 છે. બરાબર એક સપ્તાહ અગાઉ સુરતમાં દૈનિક 147 કેસ નોંધાયા હતા. આમ, એક સપ્તાહમાં દૈનિક કેસની ગતિમાં લગભગ બમણો વધારો નોંધાયો છે. અમદાવાદ શહેરમાં 241-ગ્રામ્યમાં 6 સાથે 247 નવા કેસ સામે આવ્યા છે. કોરોનાના કુલ કેસનો આંક હવે 64,732 છે. છેલ્લા એક સપ્તાહમાં અમદાવાદમાંથી 893 વ્યક્તિને કોરોના થયો છે.  વડોદરા શહેરમાં 92-ગ્રામ્યમાં 17 સાથે 109, રાજકોટ શહેરમાં 80-ગ્રામ્યમાં 5 સાથે 85 કેસ સામે આવ્યા છે. 

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33