Last Updated on March 17, 2021 by
જામનગર શહેરના વકીલ કિરીટ જોશીની હત્યા કેસમાં ત્રણ શાર્પશૂટરની પોલીસે ધરપકડ કરી છે. કુખ્યાત જયેશ પટેલના શાર્પશૂટર હાર્દિક ઠક્કર, દિલીપ ઠક્કર અને જયંત ગઢવીને જામનગર પોલીસે કોલકત્તાથી ઝડપી પાડ્યા છે.. કુખ્યાત ભૂમાફિયા જયેશ પટેલ સામે જામનગર સહીત રાજ્યભરના જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં 40થી વધુ ફરિયાદ નોંધાઈ છે. જામનગરના જાણીતા વકીલ કિરીટ જોશી હત્યા પ્રકરણમાં પણ મુખ્ય આરોપી તરીકે જયેશ પટેલની સંડોવણી સામે આવી હતી.
- જામનગર ના કુખ્યાત જયેશ પટેલના શાર્પ શૂટરની ધરપકડ કરતી જામનગર પોલીસ
- કિરીટ જોશીની હત્યા કેસમાં સંડોવાયેલા હતા
- ત્રણ શાર્પ શુટરોની કોલકતાથી કરાઈ ધરપકડ
- હાર્દિક ઠક્કર, દિલીપ ઠક્કર અન્ય એક શખ્શ એમ કુલ ત્રણ શાર્પ શુટરોની જામનગર પોલીસે કરી ધરપકડ
જામનગરના કૂખ્યાત ભૂ માફિયા જયેશ પટેલની લંડનમાંથી ધરપકડ થઈ છે..તેને બ્રિટનની કોર્ટમા રજૂ કરવામાં આવશે.. ત્યારબાદ કાયદાકીય પ્રક્રિયા કરવા ભારત લાવવામાં આવશે..જયેશ પટેલની 40 થી વધુ ગંભીર ગુન્હાઓમાં સંડોવણી છે.
- કુખ્યાત ભૂ માફિયા જયેશ પટેલ લંડનથી ઝડપાયો
- જયેશ પટેલને લંડનથી લાવવાના પ્રયાસ
- જયેશને લંડનની કોર્ટમાં રજુ કરાશે
- ત્યારબાદ ત્યાંથી કાયદાકીય પ્રક્રિયા કરી ભારત લાવવામાં આવશે
એમ મનાય છે કે, એક બાદ એક જમીન કૌભાંડ આચરીને જામનગરનો જયેશ પટેલ ભૂમાફિયા બની ગયો હતો. પરંતુ વકીલ કિરીટ જોશીની કારણે તેણે પોતાની જેલ મુક્તિ માટે છેક સુપ્રીમ કોર્ટના ધક્કા ખાવા પડ્યા અને મોટાપાયે આર્થિક નુકશાન પણ થયુ હતુ. બાદમાં જયેશ પટેલે એપ્રિલ 2018માં જામનગરના વકીલ કિરીટ જોશીની હત્યાની સોપારી આપીને વિદેશ ભાગી ગયો હતો.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31