Last Updated on March 17, 2021 by
કોંગ્રેસ સાથે છેડો ફાડીને એન.સી.પીમાં કેરળના કોંગ્રેસના સીનિયર નેતા પી.સી. ચાકો જોડાયા હતા. ત્યારબાદ એન.સી.પી.ના વડા શરદ પવારે જણાવ્યું હતું કે ભાજપ અને કોંગ્રેસના પર્યાય તરીકે દેશમાં થર્ડ ફ્રન્ટ (ત્રીજી આઘાડી) ઉભી કરવાની જરૂર છે. પણ અત્યારે તેના પર ઠોસ કોઇપણ ચર્ચા થઇ શકી નથી.
MCPએ જણાવી ત્રીજા મોરચાની જરૂરિયાત
માકપ-MCP (માર્કસવાદી કોંગ્રેસ પાર્ટી)ના નેતા સીતારામ યેચ્યુરી સાથે થર્ડ ફ્રન્ટ ઉભી કરવાની ગરજ હોવાનું કહ્યું છે. પણ હજી સુધી કોઇ પણ સ્વરૂપ લીધુ નથી, એમ સ્પષ્ટપણે શરદ પવારે જણાવ્યું હતું.
કોંગ્રેસ નથી ત્રીજા મોરચાની તરફેણમાં
ભાજપને ટક્કર આપવા થર્ડફ્રન્ટ ઉભો કરવાની જરૂર છે. એના પર વિચારણા થઇ રહી છે. જો કે કોંગ્રેસ તરફેણમાં નથી. એટલે કે ભાજપ અને કોંગ્રેસના પર્યાય તરીકે થર્ડ ફ્રન્ટની ખાસ જરૂરિયાત છે. કોંગ્રેસમાંથી રાજીનામુ આપીને સીનિયર નેતા પીસી ચાકો આજે શરદ પવારની ઉપસ્થિતિમાં એન.સી.પીમાં પ્રવેશ કર્યો હતો. આ મુદ્દે શરદ પવારને કોંગ્રેસની નારાજગી પ્રત્યે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો.
કોંગ્રેસ અને એનસીપી સમવિચારી કરનારો પક્ષ
મહારાષ્ટ્રમાં કોંગ્રેસ સાથે સત્તા હોવા છતાં ચાકો એન.સી.પી.માં જોડાયા તો કોંગ્રેસ નારાજ થશે કે શું? આ અંગે શરદ પવારે જણાવ્યું હતું કે કોંગ્રેસ અને એન.સી.પી. સમવિચારી કરનારો પક્ષ છે. યોગ્ય તે ઠેકાણે અમે સંયુક્ત રીતે કામ કરીએ છીએ. આના લીધે એકાદ નેતા પ્રવેશથી કોઇ પણ માઠી અસર પડતી નથી. બંને પક્ષ વચ્ચે સમજૂતિ કરાતી હોય છે. આમાં કોઇ નવી વાત નથી, એમ શરદ પવારે જણાવ્યું હતું.
પવારના ચહેરા પર નારાજગી દેખાતી નથી : સંજય રાઉત
એન.સી.પી.ના વડા શરદ પવારને આજે દિલ્હીમાં શિવસેના નેતા તથા સાંસદ સંજય રાઉતની મુલાકાત થઇ હતી. આ બંને નેતાએ એક કલાક ગંભીર ચર્ચા કરી હતી ત્યારબાદ સંજય રાઉતે પત્રકારોને જણાવ્યું હતું કે શરદ પવાર બિલકુલ નારાજ નથી. તેમના ચહેરો પર ક્યારેય નારાજગી દેખાશે નહી. પણ તે ચિંતન કરતા હોય છે. એટલું જ નહિ માહિતી લેતા હોય છે. ત્યારે નિર્ણય લેતાં હોય છે. સંજય રાઉતને તેમની મુલાકાત બાબતે પત્રકારોએ પ્રશ્ન પૂછતાં તેમણે જણાવ્યું હતું કે સર્વ ઠીક ઠાક છે. શરદ પવાર એક મોટા નેતા છે. તેમની સાથે અનેક મુદ્દા પર ચર્ચા થઇ હતી. મહારાષ્ટ્ર સરકારના માર્ગદર્શક છે. તેમની સાથે હંમેશા ચર્ચા થતી હોય છે. સચિન વાઝેને મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે સપોર્ટ કરે છે એમ સવાલ કરતાં તેમણે કહ્યું હતું કે બિલકુલ નહી. મહારાષ્ટ્ર કાયદા મુજબ ચાલતુ રાજ્ય છે. તો પછી કોઇ પણ મોટી વ્યક્તિ હોય.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31