GSTV
Gujarat Government Advertisement

મોટા સમાચાર/ સ્કૂલોમાં 400થી વધુ શિક્ષકો અને બાળકો કોરોના પોઝિટીવ : 20 દિવસ સ્કૂલ અને કોલેજો બંધ કરો, ગુજરાતમાં વાલીઓ બગડ્યા

Last Updated on March 17, 2021 by

ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યો છે. ગઈકાલે કોરોનાના કેસ 1000ની નજીક પહોંચી ગયા છે. અમદાવાદ, વડોદરા અને સુરતની સ્થિતિ સતત ગંભીર બની રહી છે. કોરોનાના કેસ વધતા ઓલ ગુજરાત વાલી મંડળ દ્વારા 20 દિવસ સ્કૂલ બંધ રાખવા માંગ કરાઈ રહી છે. અત્યાર સુધી સ્કૂલમાં 400 કરતા વધુ કોરોના કેસ નોંધાયા હોવાનો વાલીમંડળે આક્ષેપ કર્યો છે. અમદાવાદની સ્કૂલોમાં ટેસ્ટ ના આંકડા બહાર નથી આવ્યા જ્યારે સુરતમાં 192 વિદ્યાર્થીઓ પોઝિટિવ આવ્યા હોવાની ચર્ચા છે.

વિદ્યાર્થીઓને આ વર્ષે ગ્રેસીગ આપી પાસ કરો

સ્કૂલો 20 દિવસ બંધ રાખી માત્ર ફાઇનલ પરીક્ષા જ લેવા સરકારને અપીલ કરાઈ રહી છે. આ સાથે વિદ્યાર્થીઓને આ વર્ષે ગ્રેસીગ આપી પાસ કરવા પણ વાલી મંડળે માગ કરી છે. ગુજરાતમાં કેસો વધતાં ફરી સ્કૂલો બંધ કરવાની માગ થઈ રહી છે. અમદાવાદ અને સુરતમાં બાગ-બગીચાથી લઈને બીઆરટીએસ અને એસટીબસ સેવાઓ મામલે પણ નવા નિર્ણયો લેવાયા છે. સતત કેસો વધી રહ્યાં છે.

બીઆરટીએસ અને એસટીબસ સેવાઓ મામલે પણ નવા નિર્ણયો લેવાયા

સુરતમાં રોકેટ ગતિએ વધતા કોરોના કેસને લઈને મહાનગર પાલિકાએ ઓફ લાઈન ટ્યુશન ક્લાસીસ પર પ્રતિબંધ લગાવ્યો છે અને હવે સુરતમાં માત્ર ઓનલાઈન શિક્ષણ જ ચાલુ રાખવાનો આદેશ કરાયો છે. સુરતમાં શાળા કોલેજોમા પણ કોરોના કેસ વધી રહ્યા છે. જેના કારણે મહાનગરપાલિકાએ મોડી રાત્રે શહેરમાં ચાલતા ટ્યુશન ક્લાસીસ માટે એક જાહેરનામું બહાર પાડ્યું છે. મહાનગરપાલિકાએ જેમાં જણાવાયું છે કે, સુરતમાં વધતા જતા કોરાના કેસના કારણે કેટલીક ગાઇડ લાઇન બહાર પાડવામાં આવી રહી છે.

જેમાં સરકારના આદેશ પ્રમાણે આગામી 7 દિવસ માટે સુરત શહેરમાં ચાલતા તમામ ટ્યુશન ક્લાસીસ માટે ઓનલાઇન ચાલી શકશે. આ જાહેરનામાનો ભંગ કરનાર સામે એપેડેમીક એકટ હેઠળ પગલાં ભરવામાં આવશે. ઉલ્લેખનિય છેક, સુરતમાં શાળા કોલેજમાં 31 વિદ્યાર્થીઓ અને એક શિક્ષક કોરોના સંક્રમિત જોવા મળ્યા છે. જેમાં લિંબાયતની શાળામાં સૌથી વધુ 19 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત છે.

શાળા

સુરતમાં કોરોનાનું સંક્રમણ વધતા પાલિકા એક્શનમાં આવી છે. સુરતના પાંડેસરા અને ઉધના વિસ્તારમાં શાકમાર્કેટ બંધ કરવામાં આવ્યું છે. સુરતમાં પ્રતિદિવસ વધતા કોરોનાના કેસોને લઈ પાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. સુરતના ઉધના, લીંબાયત સહિત રાંદેર ઝોનમાં પ્રતિદિવસ કોરોના કેસોની સંખ્યામાં વધારો થયો છે.

કોરોનાના કેસ વધતા ઓલ ગુજરાત વાલી મંડળ દ્વારા 20 દિવસ સ્કૂલ બંધ રાખવા માંગ

  • કોરોનાના કેસ વધતા ઓલ ગુજરાત વાલી મંડળ દ્વારા 20 દિવસ સ્કૂલ બંધ રાખવા માંગ
  • અત્યાર સુધી  સ્કૂલમાં 400 કરતા વધુ કોરોના કેસ નોંધાયા હોવાનું અનુમાન
  • અમદાવાદની સ્કૂલોમાં ટેસ્ટ નથી થયા માટે આંકડા બહાર નથી આવ્યા જ્યારે સુરતમાં 192 વિદ્યાર્થીઓ પોઝિટિવ આવ્યા
  • સ્કૂલો 20 દિવસ  બંધ રાખી માત્ર ફાઇનલ પરીક્ષા જ લેવા કરાઈ અપીલ
  • વિદ્યાર્થીઓને આ વર્ષે ગ્રેસીગ આપી પાસ કરવા પણ વાલી મંડળે કરી માગ

રાજ્યમાં હાલ કોરોનાના કુલ કેસ 2,80,05

ગુજરાતમાં કોરોના સંક્રમણ દિવસેને દિવસે ચિંતાજનક સિૃથતિએ પહોંચી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં 954 નવા કેસ નોંધાયા છે. આમ, 25 ડિસેમ્બર એટલે કે 81 દિવસ બાદ રાજ્યમાં પ્રથમવાર કોરોનાએ 900ની સપાટી વટાવી છે. હાલમાં 4,966 એક્ટિવ કેસ છે જ્યારે 58 દર્દી વેન્ટિલેટર પર છે. માર્ચ માસના 16 દિવસમાં જ રાજ્યમાં કોરોનાના કુલ 10, 162 કેસ નોંધાઇ ચૂક્યા છે.છેલ્લા 24 કલાકમાં વધુ બે વ્યક્તિના કોરોનાના મૃત્યુ થયા હતા. રાજ્યમાં હાલ કોરોનાના કુલ કેસ 2,80,051 છે જ્યારે કુલ મરણાંક 4,427 છે. 

છેલ્લા 24 કલાકમાં સુરત શહેરમાંથી સૌથી વધુ 263-ગ્રામ્યમાંથી 29 સાથે 292 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે જ સુરતમાં કુલ કેસનો આંક હવે 56,383 છે. બરાબર એક સપ્તાહ અગાઉ સુરતમાં દૈનિક 147 કેસ નોંધાયા હતા. આમ, એક સપ્તાહમાં દૈનિક કેસની ગતિમાં લગભગ બમણો વધારો નોંધાયો છે. અમદાવાદ શહેરમાં 241-ગ્રામ્યમાં 6 સાથે 247 નવા કેસ સામે આવ્યા છે. કોરોનાના કુલ કેસનો આંક હવે 64,732 છે. છેલ્લા એક સપ્તાહમાં અમદાવાદમાંથી 893 વ્યક્તિને કોરોના થયો છે.  વડોદરા શહેરમાં 92-ગ્રામ્યમાં 17 સાથે 109, રાજકોટ શહેરમાં 80-ગ્રામ્યમાં 5 સાથે 85 કેસ સામે આવ્યા છે. 

કોરોના

વડોદરા શહેરમાં 92-ગ્રામ્યમાં 17 સાથે 109, રાજકોટ શહેરમાં 80-ગ્રામ્યમાં 5 સાથે 85 કેસ સામે આવ્યા

રાજ્યમાં જિલ્લાવાર નોંધાયેલા કોરોનાના કેસમાં ભરૂમાં 26, જામનગરમાં 20 ,ગાંધીનગરમાં 21 ,ભાવનગરમાં 15 અને ખેડામાં પણ 15 કેસ નોંધાયા છે. જ્યારે ગીરસોમનાથ,નવસારી અને પોરબંદરમાં 1-1 કેસ નોંધાયો છે. બોટાદ અને ડાંગ સહિતના બે જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં એક પણ કેસ નોંધાયો નથી.

છેલ્લા 24 કલાકમાં સમગ્ર રાજ્યમાં એકંદરે નવા 954 કેસ નોંધાયા છે જે છેલ્લા 81 દિવસમાં સૌથી વધુ છે. એકટિવ કેસ  હાલ 4966 છે અને 58 દર્દી વેન્ટિલેટર પર છે. સમગ્ર રાજ્યમાં બે દર્દીના મોત થયા છે ,જે અમદાવાદ શહેરમાં નોંધાયા છે. જ્યારે 703 દર્દીઓ કોરોનામાંથી સાજા થયા છે અને આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 2.70 લાખથી વધુ દર્દી કોરોનામાંથી સાજા થઈ ચુક્યા છે. અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના સંક્રમણની સ્થિતિ ગત વર્ષે માર્ચ મહિનામાં હતી તેવી જોવા મળી રહી છે.મંગળવારે નવા 241 કોરોનાના કેસ નોંધાયા છે.ઉપરાંત બે સંક્રમિત દર્દીઓના મોત થયા છે.

શહેરમાં સોમવાર અને મંગળવાર એમ બે દિવસમાં કોરોનાના કુલ 446 કેસ નોંધાયા

શહેરમાં સોમવાર અને મંગળવાર એમ બે દિવસમાં કોરોનાના કુલ 446 કેસ નોંધાયા છે.ગત માર્ચથી અત્યાર સુધીમાં કુલ 60992 કોરોનાના કેસ નોંધાવા પામ્યા છે. હાલમાં શહેરમાં કોરોનાના કુલ 587 એકિટવ કેસ હોવાનું સત્તાવાર સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. આ અંગે મળતી માહીતી મુજબ,સોમવારે શહેરમાં કોરોનાના કુલ 205 કેસ નોંધાયા હતા.મંગળવારે નવા 241 કેસ નોંધાતા શહેરમાં ગત માર્ચથી અત્યાર સુધીમાં કોરોનાના કુલ મળીને 60992 કેસ નોંધાવા પામ્યા છે.મંગળવારે કુલ 146 દર્દીઓ સાજા થતાં અત્યાર સુધીમાં કુલ 58043 લોકો કોરોનાથી મુકત થયા છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33