GSTV
Gujarat Government Advertisement

અમદાવાદીઓ નીકળ્યા શૂરા : રૂપાણી સરકારે માસ્ક બાબતે સૌથી વધુ 114 કરોડ દંડ વસૂલ્યો, આટલા કરોડ ચૂકવી બન્યા નંબર વન

Last Updated on March 17, 2021 by

કોરોનાકાળ દરમ્યાન રાજ્ય સરકારે માસ્ક વગરના લોકો પાસેથી અધધધ દંડ વસૂલ્યો હોવાનું સામે આવ્યું છે. માસ્ક બાબતે 114 કરોડથી વધુ રકમનો દંડ વસુલાયો હોવાની કબૂલાત ખુદ સરકારે જ વિધાનસભા ગૃહમાં કરી છે. રાજ્યમાં સૌથી વધુ દંડ અમદાવાદીઓ પાસેથી વસુલાયો છે.

રાજ્યમાં સૌથી વધુ દંડ અમદાવાદીઓ પાસેથી વસુલાયો

અમદાવાદીઓએ 30 કરોડથી વધુનો દંડ ચૂકવ્યો છે. બીજા નંબરે સુરતીઓએ 11 કરોડથી વધુનો દંડ ભર્યો છે. ત્રીજા નંબરે ખેડાના લોકોએ 8 કરોડથી વધુનો દંડ ચૂકવ્યો છે. જ્યારે કે સીએમના હોમટાઉન રાજકોટમાં 2.79 કરોડનો દંડ વસુલવામાં આવ્યો છે.

  • માસ્ક બાબતે સરકારે કરોડોનો દંડ વસુલાયો હોવાની સરકારની કબૂલાત
  • રાજ્યમાં 114 કરોડથી વધુની રકમનો દંડ વસુલવામાં આવ્યો
  • સૌથી વધારે 5 લાખથી વધારે અમદાવાદીઓએ 30 કરોડથી વધુ નો દંડ ચૂકવ્યો
  • બીજા નમ્બર પર સુરતીઓએ 11 કરોડથી વધારે

રાજ્યમાં 114 કરોડથી વધુની રકમનો દંડ વસુલવામાં આવ્યો

  • ત્રીજા નંબર પર ખેડાના લોકો એ 8 કરોડથી દંડ ભર્યો
  • સીએમના હોમ ટાઉન રાજકોટે 2.79 કરોડનો દંડ ચૂકવ્યો

અમદાવાદ શહેરમાં 241-ગ્રામ્યમાં 6 સાથે 247 નવા કેસ સામે આવ્યા છે. કોરોનાના કુલ કેસનો આંક હવે 64,732 છે. છેલ્લા એક સપ્તાહમાં અમદાવાદમાંથી 893 વ્યક્તિને કોરોના થયો છે.  વડોદરા શહેરમાં 92-ગ્રામ્યમાં 17 સાથે 109, રાજકોટ શહેરમાં 80-ગ્રામ્યમાં 5 સાથે 85 કેસ સામે આવ્યા છે.  રાજ્યમાં જિલ્લાવાર નોંધાયેલા કોરોનાના કેસમાં ભરૂમાં 26, જામનગરમાં 20 ,ગાંધીનગરમાં 21 ,ભાવનગરમાં 15 અને ખેડામાં પણ 15 કેસ નોંધાયા છે. જ્યારે ગીરસોમનાથ,નવસારી અને પોરબંદરમાં 1-1 કેસ નોંધાયો છે. બોટાદ અને ડાંગ સહિતના બે જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં એક પણ કેસ નોંધાયો નથી.

છેલ્લા 24 કલાકમાં સમગ્ર રાજ્યમાં એકંદરે નવા 954 કેસ નોંધાયા છે જે છેલ્લા 81 દિવસમાં સૌથી વધુ છે. એકટિવ કેસ  હાલ 4966 છે અને 58 દર્દી વેન્ટિલેટર પર છે. સમગ્ર રાજ્યમાં બે દર્દીના મોત થયા છે ,જે અમદાવાદ શહેરમાં નોંધાયા છે. જ્યારે 703 દર્દીઓ કોરોનામાંથી સાજા થયા છે અને આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 2.70 લાખથી વધુ દર્દી કોરોનામાંથી સાજા થઈ ચુક્યા છે.

રસીકરણ : વધુ  1,41,270 વ્યક્તિને કોરોના રસી અપાઈ 

રાજ્યમાં ચાલી રહેલા કોરોના રસીકરણ અભિયાન અંતર્ગત આજે વધુ 1,41,270 વ્યક્તિઓને રસી આપવામા આવી છે. હાલ 60 વર્ષથી વધુના અને 45થી60 વર્ષની વયના ગંભીર બિમારી ધરાવતા દર્દીઓનું રસીકરણ ચાલી રહ્યુ છે. અત્યરા સુધીમાં રાજ્યમાં 22,15,092 લોકોના કોરોના રસીનો પ્રથમ ડોઝ અપાયો છે. જ્યારે 5,42,981 લોકોને રસીનો બીજો ડોઝ આપવામા આવ્યો છે. 

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33