GSTV
Gujarat Government Advertisement

પીએમ મોદીને પણ લાગ્યો ડર : મુખ્યમંત્રીઓને કર્યો આદેશ કે અહીં વધારો ટેસ્ટીંગ, જો અહીં કોરોના ફેલાયો તો રોકવો પડશે મુશ્કેલ

Last Updated on March 17, 2021 by

મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ સહિતના રાજ્યોમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. 70 જેટલા જિલ્લાઓમાં 150 ટકા કેસ વધી રહ્યા છે. ભારતમાં મૃત્યુદર ખૂબ જ ઓછો છે. અમે કોરોનાથી ઉભરતા સેકન્ડ પીકને તુરંત રોકવી પડશે. જેના માટે ખૂબજ કડક પગલાં ભર્યા છે. આપણને ઘણી સફળતા મળી છે. લોકોને દુખ પણ નથી આપવું. અને કેટલીક સાવધાનીઓ રાખવા સાથે લોકોને મુશ્કેલીઓથી દૂર પણ રાખવા છે. દરેક રાજ્યોમાંથી સજેશનો મોકલાવ્યા હતા. આપણે ઘણું શીખ્યા છીએ. કોરોનાને લઈને આપણે જ્યાં જરૂરી હોય ત્યાં માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન બનાવવાના વિકલ્પ બનાવવા ક્યાંય ખચકાવું નહીં. કન્ટેન્ટમેન્ટ અને સર્વેલન્સ એસઓપીની આવશ્યકતા હોય તે અપનાવવી જોઈએ. 130 કરોડ દેશવાસીઓના સાથ સહકારથી આપણે લડી રહ્યા છીએ. પીએમ મોદીએ દેશના તમામ સીએમને ચેતવણી આપી છે કે નાના શહેરો અને ગામડાઓમાં ટેસ્ટિંગ વધારો નહીં તો જો અહીં ફેલાવાનો શરૂ થયો તો આપણે રોકી શકીશું નહીં. તાત્કાલિક ટેસ્ટીંગ વધારવા માટે પણ સૂચના આપી છે.

તમે બધાએ મહેનત કરી છે. થોડું વધારે ધ્યાન આપશો.

આત્મવિશ્વાસ ઓવરકોન્ફિડન્સ માં ના ફેરવાર

ટ્રેસ, ટ્રેક અને ટ્રિક પર ગંભીરતાથી કામ કરવું પડશે. આત્મવિશ્વાસ ઓવરકોન્ફિડન્સ માં ના ફેરવારય કન્ટેન્ટમેન્ટ સર્વેલન્સ જરૂરી છે. એસઓપી પર ગંભીરતાપૂર્વક કામ કરવું જરૂરી છે. દરેક રાજ્યોમાં કોરોના ટેસ્ટિંગ વધારવાની જરૂરિયાત છે. જે વિસ્તારો શરૂઆતમાં પ્રભાવિત નહોતા તેવા વિસ્તારો પણ પ્રભાવિત થયા છે. સામૂહિક પ્રયાસો અને રણનીતિનું પરિણામ આપણને મળશે. વેક્સિન અભિયાનને લઈને ઘણી વાતો રાખવામાં આવી છે. વેક્સિન એક પ્રભાવી હથિયાર છે. વેક્સિનેશનની ગતિ વધી રહી છે. એક દિવસમાં 30 લાખ રસી આપવાના કાર્યને પાર કરી ચૂક્યા છીએ. વેક્સિન ડોઝ વેસ્ટ જવાની સમસ્યાને ગંભીરતાથી લેવી. યુપીમાં વેક્સિન વેસ્ટેજ જઈ રહી છે. તેની રાજ્યમાં સમીક્ષા થવી જોઈએ. દરરોજ સાંજેતેના મોનીટરિંગની સિસ્ટમ હોવી જોઈએ . માણસો રસી લેવા આવે તેનું પ્લાનિંગ કરવું જોઈએ. સ્નાનિય સ્તરે પ્લાનિંગ અને ગવર્નિંગ કોમ્બિનેશન હોવું જોઈએ. રસીનો એક પણ ડોઝ વેસ્ટ ન જવો જોઈએ.

દવાઈ પણ અને કડાઈ પણ

દવાઈ પણ અને કડાઈ પણ. દવા લેવી પણ જરૂરી છે. અને યોગ્ય સાવધાની પણ રાખવી જોઈએ. માંદા પડો તો દવા લીધી એટલે પૂરું થઈ ગયું એવું નથી હોતું એવું દરેક બીમારીમાં હોય છે. એક ચોક્કસ ચરી પાડવી પડે છે. તેમ કોરોનામાં લોકોએ રસીની સાથે સાવધાની બાબતે ખાસ ધ્યાન આપવું પડશે. ટેસ્ટિંગ વધારવા પડશે. માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સ, હાથ ધોવા વગેરે બાબતે લોકોએ સજાગ બનવું પડશે. આ સંક્રમણના ફેલાવાને રોકવા મૂળભૂત કદમોનું પાલન કરવું પડશે. એવા કેટલાય પગલાં છે તેના પર આગ્રહ રાખવાની જરૂરિયાત છે. આ વિષય પર ગંભીરતાથી કામ કરવું પડશે.

  • 70 જિલ્લાઓમાં 150 ટકાથી વધુની ઝડપે કોરોના સંક્રમિતો વધ્યા છે
  • અત્યારે કોરોના પર કાબૂ મેળવવો અત્યંત આવશ્યક, નહીંતર સ્થિતિ વણસી શકે છે, દેશમાં કોવિડ વેક્સિનેશન સફળતા પૂર્વક ચાલી રહ્યું છેઃ PM મોદી
  • કેન્દ્ર સરકાર બંગાળને વેક્સિન આપી રહ્યું નથીઃ મમતા બેનર્જી

પીએમ મોદીની રાજ્યોનાં મુખ્ય પ્રધાનોની મહત્વની બેઠક

દેશમાં કોરોનાનાં વધતા કેસ વચ્ચે પીએમ મોદીની રાજ્યોનાં મુખ્ય પ્રધાનોની મહત્વની બેઠક શરૂ થઈ છે. જોકે આ બેઠકમાં પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી  અને છત્તીસગઢના સીએમ ભૂપેશ બધેલ જોડાયા નથી. આજની બેઠકમાં વધતા કોરોના કેસ અને વેક્સિનેશનની કામગીરી પર વિચાર વિમર્શ થઈ રહ્યો છે. આ બેઠકમાં મમતા જોડાયા નથી. સરકાર એક બાજુ કોરોના વેક્સિન મામલે મસમોટા વાયદાઓ કરી રહી છે પણ મમતાએ આક્ષેપ કર્યો છે કે બંગાળમાં મોદી સરકાર રાજનીતિ રમી રહી છે અને બંગાળને કોરોના વેક્સિન મળી રહી નથી. બિહારને મફત વેક્સિનનો વાયદો આપનાર ભાજપ બંગાળને મફત વેક્સિન આપી રહ્યું નથી. મમતા ઝારગ્રામમાં એક ચૂંટણી સભાને સંબોધી રહ્યાં છે. 15 માર્ચના આંકડા મુજબ પંજાબ, ગુજરાત, છત્તીસગઢ, મહારાષ્ટ્રની હાલત સૌથી ખરાબ છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્ર એવા રાજ્યો છે, જ્યાં રસીકરણ યોગ્ય રીતે કરવામાં આવ્યું છે.

  • ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ બેઠકમાં ભાગ લઈ રહ્યાં નથી. તે અસમની હોજાઈમાં એક રેલીને સંબોધન કરી રહ્યાં છે.
  • કોવિડ -૧9ના કેસો વધતાં રસીકરણ અભિયાન અંતર્ગત પી.એમ. મોદીની બેઠક વિડિઓ-કોન્ફ્રેન્સિંગની મારફતે સીએમ સાથે બેઠક ચાલી રહી છે.
  • પીએમની બેઠકોમાં પશ્ચિમ બંગાળની સરકારની બાજુથી ચીફ સેક્રેટરી હાજર છે. છત્તીસગઢ તરફથી રાજ્યના આરોગ્યમંત્રી ટીએસ સિંહ દેવ હાજર રહ્યાં છે.
  • સીએમ ભુપેશ બધેલ રસીકરણની આ બેઠક દરમિયાન હાલમાં વાતચીતમાં શામેલ નથી. પીએમની બેઠકોમાં તે અસમ સ્થિત સિલાપથરમાં એક વિધાનસભા રેલી સંબોધન કરી રહ્યાં છે.

70 જિલ્લાઓમાં 150 ટકા વધ્યા કોરોનાના કેસ, આવી હોઈ શકે છે આગળની રણનીતિ

પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીઓ વચ્ચેની બેઠકમાં કોરોનાના મામલાને લઈને પ્રેઝન્ટેશન આપવામાં આવી રહ્યું છે. લગભગ 70જિલ્લાઓ એવા છે જ્યાં લગભગ 150 ટકાની ઝડપે કોરોનાના કેસ વધી રહ્યા છે. મહારાષ્ટ્રમાં પણ લગભગ હવે ડબલ ઝડપે કેસ આવી રહ્યા છે. 15 માર્ચ સુધીના આંકડાઓ મુજબ ગુજરાત, પંજાબ, છત્તીસગઢ, મહારાષ્ટ્રના હાલ સૌથી ખરાબ છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્ર એવા રાજ્યો છે જ્યાં પર વેક્સિનેશન યોગ્ય રીતે થયા છે.

વેક્સિનેશન અભિયાન પર ફિડબેક લઈ રહ્યા

પીએમ મોદી આ દરમિયાન મુખ્ય પ્રધાનો સાથે અત્યાર સુધી કોરોનાને ફેલાતા રોકવામાં માટે લેવામાં આવેલા પગલા અને વેક્સિનેશન અભિયાન પર ફિડબેક લઈ રહ્યા છે. આ બેઠકમાં યુપી સીએમ યોગી પણ હાજર રહેવાના નથી. યુપીના સ્વાસ્થય મંત્રી આ બેઠકમાં હાજર રહેશે. દેશમાં રસીકરણ અભિયાન શરૂ કરતાં પહેલાં પણ PM મોદીએ જાન્યુઆરીમાં મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરી હતી. આ વખતે વીડિયો-કોન્ફરન્સિંગ દ્વારા બેઠકનું આયોજન કરાયું છે, જેમાં તેઓ દેશભરમાં કોરોનાની પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે કડક પ્રતિબંધો અંગે પણ નિર્ણય લઈ શકે છે.

આ 5 મુદ્દે નિર્ણય લેવાઈ શકે છે

  • દરેકને વેક્સિનેશનને મંજૂરી મળી શકે છે.
  • વેક્સિનેશનમાં કોર્પેરેટ કંપનીની ભાગીદારી
  • સરકારી ખર્ચ પર વેક્સિનેશન
  • વધુ પ્રભાવિત રાજ્યનો વેક્સિનનો સપ્લાય વધારવો
  • નિયમ તોડનાર પર કડક કાર્યવાહી કરાશે, નવા પ્રતિબંધો

દેશમાં અનેક રાજ્યોમાં કોરોનાની બીજી લહેર શરૂ થઇ ગઇ

દેશમાં અનેક રાજ્યોમાં કોરોનાની બીજી લહેર શરૂ થઇ ગઇ છે અને કેસો ઝડપથી પાછા વધવા લાગ્યા છે. જેને પગલે હવે કેટલાક રાજ્યોમાં રાત્રી કરફ્યૂની સિૃથતિ ઉભી થઇ ગઇ છે. મધ્ય પ્રદેશના ભોપાલ અને ઇંદોરમાં નાઇટ કરફ્યૂ લાદી દેવાયો છે. આ ઉપરાંત મધ્ય પ્રદેશના આઠ મોટા શહેરોમાં રાત્રે બજારોને 10 વાગ્યા પછી બંધ કરી દેવાના આદેશ જાહેર કરાયા છે. બીજી તરફ ભારતમાં કોરોનાના નવા 24492 કેસો સામે આવ્યા છે જ્યારે વધુ 131 લોકોના મોત નિપજ્યા છે. હાલ મહારાષ્ટ્રના નાગપુર, પૂણે, અકોલા જેવા શહેરોમાં પહેલા જ પ્રતિબંધો લાગુ કરી દેવાયા છે. આ રીતે મધ્ય ભારતનો એક મોટો હિસ્સો કોરોનાની લપેટમાં ફરી આવી ગયો છે. ગુજરાતમાં પણ દિવસે ને દિવસે કેસોની સંખ્યા વધવા લાગી છે. એવામાં રસીના ઉત્પાદનનું પ્રમાણ પણ વધવા લાગ્યું છે.

રશિયન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ફંડ (આરડીઆઇએફ) સાથે ડીલ કરાઇ

આ સિૃથતિ વચ્ચે ગ્લેંડ ફાર્મા લિ. દ્વારા જારી એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે રશિયન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ફંડ (આરડીઆઇએફ) સાથે ડીલ કરાઇ છે. જે મુજબ કંપની દ્વારા કોરોનાની સ્પૂતનિક વી કોવીડ-19 રસીના 252 મિલિયન ડોઝ તૈયાર કરવામાં આવશે. જે સાથે જ ભારતમાં રસીના ડોઝના કુલ ઉત્પાદનની સંખ્યા 325 મિલિયન સુધી પહોંચી જશે. રાજ્યસભામાં સરકાર દ્વારા જાણકારી આપવામાં આવી હતી કે આંતરરાષ્ટ્રીય એગ્રીમેન્ટ મુજબ રસીના ભારતીય ઉત્પાદકો દ્વારા મેડ ઇન ઇન્ડિયા રસીના 5.86 કરોડ ડોઝ 71 દેશોમાં પહોંચાડવામાં આવ્યા છે. જેમાં કેટલાક ગ્રાન્ટ તો કેટલાક કમર્સિયલ હેતુથી આપવામાં આવ્યા છે. જ્યારે ભારતમાં હાલ અપાઇ રહેલી કોવિશીલ્ડ રસીના વધુ 10 કરોડ ડોઝ ખરીદવામાં આવશે તેમ સરકારે જણાવ્યું હતું જેનો ખર્ચ પ્રત્યેક ડોઝનો 157.50 રૂપિયા થશે.

મહારાષ્ટ્રને દર અઠવાડિયે 20 લાખ ડોઝ પૂરા પાડવા કેન્દ્રને અનુરોધ

કોરોનાના દરદીઓની સંખ્યામાં ફરીથી આવેલા ઉછાળાને નાથવા માટે મહારાષ્ટ્રને દર અઠવાડિયે 20 લાખ કોવિડ વેક્સિનના ડોઝ પૂરા પાડવાનો રાજ્ય સરકાર તરફથી કેન્દ્રને અનુરોધ કરવામાં આવ્યો છે. મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપે જણાવ્યું હતું કે રસીકરણ વધુ વેગવાન બનાવી શકાય માટે કેન્દ્રના આરોગ્ય પ્રધાન ડૉ. હર્ષવર્ધનને કોવિડ વેક્સિનનો વધુ પુરવઠો આપવાનો અનુરોધ કરવામાં આવ્યો છે. મહારાષ્ટ્રમાં કોરોનાના મુકાબલા માટે થઇ રહેલી કામગીરીથી કેન્દ્ર સરકાર સંતુષ્ઠ નથી એ સાચી વાત છે ? એમ પૂછવામાં આવતા આરોગ્ય પ્રધાન ટોપેએ કહ્યું હતું કે રાજ્ય સરકાર કેન્દ્ર તરફથી અપાતી તમામ સૂચનાઓનું પાલન કરે છે. હવે રસીકરણની કામગીરી ઝડપી બનાવવા માટે પુરતા પ્રમાણમાં રસીના ડોઝ ફાળવવામાં આવે એ જ અમે ભારપૂર્વક માગણી કરી રહ્યા છીએ.

ઇટાલી અને ફ્રાન્સે આ પ્રતિબંધ હટાવવાનો નિર્ણય લીધો

વિશ્વના ઘણા દેશો દ્વારા એસ્ટ્રાઝેનેકા રસી પર લગાવેલા અસ્થાયી પ્રતિબંધથી દરેકની ચિંતા વધી ગઇ હતી પરંતુ હવે ઇટાલી અને ફ્રાન્સે આ પ્રતિબંધ હટાવવાનો નિર્ણય લીધો છે. ટૂંક સમયમાં બંને દેશો ફરીથી રસીકરણ શરૂ કરશે. ધ સનના સમાચાર મુજબ ઇટાલીના વડાપ્રધાન મારિયો ડ્રેગીએ ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે આ અંગે ચર્ચા કરી હતી અને એસ્ટ્રાઝેનેકાના ઉપયોગને ફરીથી રજૂ કરવા હાંકલ કરી હતી.

તેઓ ફક્ત યુરોપિયન મેડિસન એજન્સીના નિવેદનની રાહ જોઇ રહ્યાં

બંને દેશો તરફથી એવું કહેવામાં આવ્યું છે કે તેઓ ફક્ત યુરોપિયન મેડિસન એજન્સીના નિવેદનની રાહ જોઇ રહ્યાં છે.એવો દાવો કરવામાં આવ્યો છે કે એસ્ટ્રાઝેનેકા પર લાદવામાં આવેલા પ્રતિબંધ માત્ર રાજકીય નિર્ણય હતો કારણ કે એસ્ટ્રાઝેનેકાની રસી ઓક્સફર્ડના સહયોગથી બનાવવામાં આવી છે. યુરોરિયન દેશોએ બ્રેગ્યુટને લીધે આ રસી ઉપર પ્રતિબંધ મુક્યો હતો જે એક રાજકીય ચાલ હતી..

વધતા જતા કોરોના કેસ અંગે તંત્રની કાર્યવાહીની સમીક્ષા કરવામાં આવી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોરોના અંગે સમીક્ષા કરે તે અગાઉ સીએમ વિજય રૂપાણી કોરોનાની સમીક્ષા  કરવામાં આવી રહી છે. જેમાં વધતા જતા કોરોના કેસ અંગે તંત્રની કાર્યવાહીની સમીક્ષા કરવામાં આવી હતી. આરોગ્યની ઉપલબ્ધ સેવા સહિતની વ્યવસ્થા અંગે પણ સમીક્ષા હાથ ધરાઈ..રાત્રી કર્ફયુના કડક અમલીકરણ અંગે ગૃહ વિભાગ સાથે ચર્ચા થઈ છે. તમામ માહિતી એકઠી કર્યા બાદ સીએમ રૂપાણી પીએમ મોદી સાથે સંવાદ કરશે.

ભારતમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 1.14 કરાડને પાર પહોંચી ગઇ

નવા 24492 કેસો સાથે ભારતમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 1.14 કરાડને પાર પહોંચી ગઇ છે. જ્યારે વધુ 131ના મોત સાથે મૃત્યુઆંક પણ વધીને હવે 1,58,856એ પહોંચ્યો છે. સતત છઠ્ઠા દિવસે કોરોનાના નવા દૈનિક કેસોમાં ઉછાળો જોવા મળ્યો છે. હવે દેશમાં એક્ટિવ કેસો 2.23,432 છે જે અગાઉ ઘણા ઓછા હતા અને તેની ટકાવારી હવે 1.96 ટકા છે. રીકવરી રેટ પણ ઘટી ગયો છે અને 96.65 ટકાએ પહોંચ્યો છે. છેલ્લે 20મી ડિસેમ્બરે કોરોનાના નવા કેસોની સંખ્યા 26624 હતી. જે બાદ આ સૌથી મોટો ઉછાળો માનવામાં આવે છે. જ્યારે સોમવારે દેશભરમાં એક જ દિવસમાં 30 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી હતી જે અત્યાર સુધીમાં દૈનિક ડોઝમાં સૌથી વધુ છે.

15 દિવસમાં 60 વર્ષથી વધુ વયના એક કરોડથી વધુ લોકોને કોરોનાની રસી આપવામા આવી છે. બીજી તરફ મહારાષ્ટ્રમાં કોરોના વાઇરસની બીજી લહેરની શરૂઆત થઇ ગઇ હોવાનું કેન્દ્રીય ટીમના રિપોર્ટમાં સામે આવ્યું છે. જેને પગલે મહારાષ્ટ્રમાં વધુ કેટલાક આકરા પ્રતિબંધો મુકાવાની શક્યતાઓ છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33