Last Updated on March 17, 2021 by
સામાન્ય રીતે ખાનગી કર્મચારીઓની નોકરીઓ બદલાતી રહે છે. એવામાં એમની કર્મચારી ભવિષ્ય નિધિ(EPF) એકાઉન્ટ પણ બદલાઈ જાય છે. નવી જગ્યા નવા EPF એકાઉન્ટમાં પૈસા જમા થવા લાગે છે. પરંતુ જુના એકાઉન્ટમાં અપડેટ થવાથી એમાં વ્યાજ બંધ થઇ જાય છે. જો કે જૂની નોકરી સાથે જોડાયેલ EPF એકાઉન્ટ પર આવતા ત્રણ વર્ષ સુધી વ્યાજ આવતું રહેશે. એવામાં આગળ વ્યાજ મળશે. એના માટે EPFOમાં નવા અને જુના એકાઉન્ટને લિંક કરવાનું હોય છે. આમ તો , આજકાલ EPFએ UAN નંબર આપવાની સુવિધા શરુ કરી છે. આ એવો નંબર હોય છે જે નોકરી બદલાવ પર પણ બદલાતો નથી. આ નંબર પોતાના જુના એકાઉન્ટને લિંક કરાવ્યા પછી તમામ એકાઉન્ટ એક જ જગ્યા પર આવી જાય છે.
આ કન્ડિશનમાં તમારૂ એકાઉન્ટ બંધ થઇ જાય છે
- જો 55 વર્ષ પુરા થયા પછી કર્મચારી 36 મહિનાની અંદર સેટલમેન્ટ કરતો નથી
- જો ગ્રાહક વિદેશ જતો રહે તો
- જો EPF મેમ્બરની મોત થઇ જાય છે તો
- નોકરી પરથી રાજીનામુ આપ્યા પછી પૈસા કાઢવા પાત્ર થઇ જાય અને તારીખથી 36 મહિનાની અંદર સેટલમેન્ટ કરતો નથી.
સૌથી પહેલા UANને કરો એક્ટિવ
EPFOના દરેક મેમ્બરને એક UAN નંબર અલોટ કરવામાં આવ્યો છે. સામાન્ય રીતે તમારી સેલરી સ્લીપ પર લખેલું હોય છે. આ એક્ટિવેટ કરવા માટે તમારે EPFOના યૂનિફાઇડ મેમ્બર પોર્ટલ પર જવું પડશે. https:// unifiedportal-mem.epfindia.gov.in/ memberinterface. આ વેબસાઈટ પર જઈ તમે કેટીવેટ UAN ટેબ પર ક્લિક કરો. UAN નંબર નાખી નામ, જન્મ તારિખ અને મોબાઈલ નંબર નાખો. ત્યાર પછી એક ઓથોરાઇઝેશન પિન જનરેટ થશે. આ પિન નાખતા તમારો UAN એક્ટિવેટ થઇ જાય છે.
બે અથવા વધુ જુના એકાઉન્ટ્સને લિંક કરાવવા માટે ઉઠાવો આ પગલાં
EPFOની વેબસાઈટ પર સર્વિસ ટેબમાં વન એમ્પોયઇ-વન EPF એકાઉન્ટ સિલેક્ટ કરવું પડશે. એ લિંક પર ક્લિક કર્યા પછી એક ફોર્મ ખુલશે. EPF મેમ્બરે અહીં પોતાનો મોબાઈલ નંબર નાખવો પડશે. ત્યાર પછી UAN અને હજાર મેંમ્બર આઈડી એન્ટર કરવી પડશે. આ વસ્તુઓ નાખ્યા પછી એક OTP જનરેટ થશે. OTPથી ઓથેન્ટિકેટ કરવું પડશે. એક વાર OTP નાખ્યા પછી પીએફ એકાઉન્ટ વાળું પેજ દેખાશે. એક વાર પીએફ નંબર નાખવું અને ડીક્લેરેશનને સ્વીકાર કર્યા પછી સબમિટ કરવા પર મર્જરની રિકવેસ્ટ સ્વીકાર્ય થઇ જશે. UANને એક્ટિવ કર્યાના ત્રણ દિવસ પછી એકાઉન્ટ મર્જર કરી શકાય છે. આ સુવિધાનો ઉપયોગ કરવા માટે જરૂરી છે કે કર્મચારીનું KYC અપડેટ કરવામાં આવ્યું હોય અને એના આધારે જાણકારી ત્યાં આપવામાં આવી હોય.
બંનેના પૈસા જમા થાય છે એકાઉન્ટમાં
ઈમ્પલોયી અને ઈમ્પલોયર બંને તરફથી કર્મચારીને નોકરી કાળમાં EPFમાં રેગ્યુલર યોગદાન જાય છે. આ બેઝિક સેલરી 12-12% હોય છે. એવામાં જો તમે રિટાયરમેન્ટની ઉમર પહેલા નોકરી છોડો છો તો પણ એક નીશ્ચિત સમય સુધી પીએફ ખાતામાં જમા પર તમને વ્યાજ મળતું રહશે. વર્તમાનમાં આ વ્યાજ દર 8.5% છે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31