GSTV
Gujarat Government Advertisement

ભારે કરી/ ગુજરાતમાં સ્થિતિ અતિ ભયજનક, 81 દિવસ પછી 900થી વધુ કેસ નોંધાતા ફફડાટ: વધુ છુટ છાટથી વકર્યો વાયરસ!

ગુજરાત

Last Updated on March 17, 2021 by

 ગુજરાતમાં કોરોના સંક્રમણ દિવસેને દિવસે ચિંતાજનક પરિસ્થિતિએ પહોંચી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં 954 નવા કેસ નોંધાયા છે. આમ, 25 ડિસેમ્બર એટલે કે 81 દિવસ બાદ રાજ્યમાં પ્રથમવાર કોરોનાએ 900ની સપાટી વટાવી છે. હાલમાં 4,966 એક્ટિવ કેસ છે જ્યારે 58 દર્દી વેન્ટિલેટર પર છે. માર્ચ માસના 16 દિવસમાં જ રાજ્યમાં કોરોનાના કુલ 10, 162 કેસ નોંધાઇ ચૂક્યા છે.છેલ્લા 24 કલાકમાં વધુ બે વ્યક્તિના કોરોનાના મૃત્યુ થયા હતા. રાજ્યમાં હાલ કોરોનાના કુલ કેસ 2,80,051 છે જ્યારે કુલ મરણાંક 4,427 છે. 

રાજ્યમાં હાલ કોરોનાના કુલ કેસ 2,80,051 છે

છેલ્લા 24 કલાકમાં સુરત શહેરમાંથી સૌથી વધુ 263-ગ્રામ્યમાંથી 29 સાથે 292 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે જ સુરતમાં કુલ કેસનો આંક હવે 56,383 છે. બરાબર એક સપ્તાહ અગાઉ સુરતમાં દૈનિક 147 કેસ નોંધાયા હતા. આમ, એક સપ્તાહમાં દૈનિક કેસની ગતિમાં લગભગ બમણો વધારો નોંધાયો છે. અમદાવાદ શહેરમાં 241-ગ્રામ્યમાં 6 સાથે 247 નવા કેસ સામે આવ્યા છે. કોરોનાના કુલ કેસનો આંક હવે 64,732 છે. છેલ્લા એક સપ્તાહમાં અમદાવાદમાંથી 893 વ્યક્તિને કોરોના થયો છે.  વડોદરા શહેરમાં 92-ગ્રામ્યમાં 17 સાથે 109, રાજકોટ શહેરમાં 80-ગ્રામ્યમાં 5 સાથે 85 કેસ સામે આવ્યા છે. 

કોરોના

છેલ્લા 24 કલાકમાં સુરત શહેરમાંથી સૌથી વધુ 263-ગ્રામ્યમાંથી 29 સાથે 292 નવા કેસ

રાજ્યમાં જિલ્લાવાર નોંધાયેલા કોરોનાના કેસમાં ભરૂમાં 26, જામનગરમાં 20 ,ગાંધીનગરમાં 21 ,ભાવનગરમાં 15 અને ખેડામાં પણ 15 કેસ નોંધાયા છે. જ્યારે ગીરસોમનાથ,નવસારી અને પોરબંદરમાં 1-1 કેસ નોંધાયો છે. બોટાદ અને ડાંગ સહિતના બે જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં એક પણ કેસ નોંધાયો નથી.

કોરોના

છેલ્લા 24 કલાકમાં સમગ્ર રાજ્યમાં એકંદરે નવા 954 કેસ નોંધાયા

છેલ્લા 24 કલાકમાં સમગ્ર રાજ્યમાં એકંદરે નવા 954 કેસ નોંધાયા છે જે છેલ્લા 81 દિવસમાં સૌથી વધુ છે. એકટિવ કેસ  હાલ 4966 છે અને 58 દર્દી વેન્ટિલેટર પર છે. સમગ્ર રાજ્યમાં બે દર્દીના મોત થયા છે ,જે અમદાવાદ શહેરમાં નોંધાયા છે. જ્યારે 703 દર્દીઓ કોરોનામાંથી સાજા થયા છે અને આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 2.70 લાખથી વધુ દર્દી કોરોનામાંથી સાજા થઈ ચુક્યા છે.

રસીકરણ : વધુ  1,41,270 વ્યક્તિને કોરોના રસી અપાઈ 

રાજ્યમાં ચાલી રહેલા કોરોના રસીકરણ અભિયાન અંતર્ગત આજે વધુ 1,41,270 વ્યક્તિઓને રસી આપવામા આવી છે. હાલ 60 વર્ષથી વધુના અને 45થી60 વર્ષની વયના ગંભીર બિમારી ધરાવતા દર્દીઓનું રસીકરણ ચાલી રહ્યુ છે. અત્યરા સુધીમાં રાજ્યમાં 22,15,092 લોકોના કોરોના રસીનો પ્રથમ ડોઝ અપાયો છે. જ્યારે 5,42,981 લોકોને રસીનો બીજો ડોઝ આપવામા આવ્યો છે. 

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33