Last Updated on March 17, 2021 by
ગુજરાતમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે. ત્યારે બીજી તરફ રાજ્યના સુરત મ્યુનિ. વિસ્તારમાં કોરોનાનું સંક્રમણ ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતાં લોકો સાથે સાથે સ્કુલ- કોલેજોમાં ચિંતાજનક રીતે વધી રહ્યું છે. સ્કુલ કોલેજમાં 24 કલાકમાં 37 વિદ્યાર્થી-શિક્ષકો પોઝીટીવ આવતાં મ્યુનિ. તંત્ર પણ મુંઝવણમાં મુકાયું છે.
સ્કુલ- કોલેજોમાં ચિંતાજનક રીતે વધી રહ્યું છે.
સરકારની ગાઈડ લાઈન હોવાથી પાલિકા સ્કુલ કોલેજ બંધ કરાવી શકે તેમ નથી પરંતુ હવે બાળકોને સ્કુલ કોલેજ મોકલવા કે નહીં તેનો નિર્ણય મ્યુનિ. તંત્રએ વાલી પર છોડી દીધો છે. આટલું જ નહીં પરંતુ સ્કુલ કોલેજમાં કોવિડની ગાઈડ લાઈનનો અમલ થાય છે કે નહીં તેનું ધ્યાન પણ વાલીઓએ જ રાખવાનું રહેશે. જોકે, મ્યુનિ. તંત્રએ આડકતરી રીતે વિદ્યાર્થીઓ ઓન લાઈન શિક્ષણ લે તેવું પણ કહી દીધું છે.
મ્યુનિ. તંત્રએ આડકતરી રીતે વિદ્યાર્થીઓ ઓન લાઈન શિક્ષણ લે તેવું પણ કહી દીધું
છેલ્લા એક સપ્તાહથી સુરતમાં કોરોનાનું સંક્રમણનો ગ્રાફ વધી રહ્યો છે. તેમાં સ્કુલ અને કોલેજોમાં પણ ચિંતાજનક રીતે શિક્ષક અને વિદ્યાર્થીઓ પોઝીટીવ આવી રહ્યાં છે. ગત 24 કલાકમાં સુરતમાં 38 સ્કુલ કોલેજમાં ચેકીંગ કરવામાં આવ્યું હતું. જેમાં 37 વિદ્યાર્થી શિક્ષકો પોઝીટીવ આવતાં મ્યુનિ. તંત્ર પણ ચોંકી ઉઠ્યું છે. સ્કુલ કોલેજમાં સતત સંક્રમણ વધતું હોવાથી સ્કુલ કોલેજ બંધ કરાવવી કે નહીં તે મુદ્દે મ્યુનિ. તંત્ર મુંઝવણમાં મુકાયું છે. જેના કારણે મ્યુનિ. તંત્રએ હવે સ્કુલ કોલેજોમાં બાળકોને મોકલવા કે નહીં તેનો નિર્ણય સીધો વાલી પર છોડી દીધો છે.
પાલિકાની અખબારી યાદીમાં જણાવાયું છે કે, હાલ સરકારની ગાઈડ લાઈન પ્રમાણે પરીક્ષાનું આયોજન
પાલિકાની અખબારી યાદીમાં જણાવાયું છે કે, હાલ સરકારની ગાઈડ લાઈન પ્રમાણે પરીક્ષાનું આયોજન થઈ રહ્યું છે. હાલની કોરોનાની પરિસ્થિતિમાં જે વાલી પોતાના બાળકોના અભ્યાસમાં ખલેલ પહોંચાડવા માગતા ન હોય તેઓએ પોતાના બાળકોનું ઘરે જ ઓનલ લાઈન શિક્ષણ શરૂ કરે તે જરૂરી છે. આ ઉપરાંત જે વાલીઓ પોતાના બાળકોને શિક્ષણ માટે સ્કુલ કોલેજ જવા માટે પરવાનગી આપે છે તેઓએ અચુક પણે સરકારની ગાઈડ લાઈનનું પાલન કરવાનું રહેશે.
સરકારની ગાઈડ લાઈનનું પાલન કરવાનું રહેશે
આ પ્રકારની અખબારી યાદીથી બાળકોને સ્કુલે મોકલવા કે નહીં તેનો નિર્ણય વાલીઓ પર છોડવા સાથે સાથે સ્કુલ કોલેજોમાં કોવિડની ગાઈડ લાઈનનું પાલન થાય છે કે નહીં તેની જવાબદારી પણ વાલીઓને માથે નાંખી દીધી છે. એક તરફ સ્કુલોમાં વધતું જતું સંક્રમણ અને બીજી તરફ મ્યુનિ.તંત્રની આવી મુંઝવણના કારણે આગામી દિવસોમાં સ્કુલોમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં મોટો ઘટાડો જોવા મળે તેવી શક્યતા નકારી શકાતી નથી.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31