GSTV
Gujarat Government Advertisement

કૂખ્યાત ભૂમાફિયા જયેશ પટેલની લંડનમાં થઈ ધરપકડ, ગેન્ગસ્ટરના ત્રણ શાર્પ શુટરોની કોલકાતાથી ઝડપાયા

Last Updated on March 17, 2021 by

જામનગરના કૂખ્યાત ભૂ માફિયા જયેશ પટેલની લંડનમાંથી ધરપકડ થઈ છે. તેને બ્રિટનની કોર્ટમા રજૂ કરવામાં આવશે. ત્યારબાદ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરીને ભારત લાવવામાં આવશે. જયેશ પટેલની 40 થી વધુ ગંભીર ગુન્હાઓમાં સંડોવણી છે. કિરીટ જોશીની હત્યા કેસમાં સંડોવાયેલા હતા. જામનગર નો કુખ્યાત જયેશ પટેલ બ્રિટિનમાં ગુજરાતી પરિવારમાં છુપાઈને રહેતો હતો, સૌરાષ્ટ્ર અને જામનગરના કુખ્યાત જયેશ પટેલ વિદેશમાં ઝડપાયો.

  • સૌરાષ્ટ્ર અને જામનગરના કુખ્યાત જયેશ પટેલ વિદેશમાં ઝડપાયો
  • જામનગર નો કુખ્યાત જયેશ પટેલ બ્રિટિનમાં ગુજરાતી પરિવારમાં છુપાઈને રહેતો હતો
  • ગુજરાતી ઘરમાં છુપાયેલો હતો તેની માહિતી બ્રિટન પોલીસે સ્થાનિક ગુજરાતીઓએ આપી
  • બ્રિટન પોલીસે ખરાઈ ઇન્ડિયન એમ્બેસી સાથે સંપર્ક કરી ગુજરાત પોલીસને કરી જાણ
  • ગુજરાત પોલીસ અને બ્રિટન પોલીસ કુખ્યાત જયેશ પટેલને ભારત લાવવા માટેના કાયદાકીય પ્રયાસો શરૂ કર્યા
  • કુખ્યાત જયેશ પટેલ ઉપર ગુજસી ટોક સહિતના અનેક ગુનાઓ નોંધાયેલા છે

જયેશ પટેલ અંગેની માહિતી સ્થાનિક ગુજરાતી લોકોએ જ બ્રિટન પોલીસને આપી હતી.અને બ્રિટન પોલીસે આ અંગે ઈન્ડિયન એમ્બેસી સાથે સંપર્ક કર્યો જે બાદ બ્રિટન પોલીસે ગુજરાત પોલીસને જાણ પણ કરી હતી. આમ સૌરાષ્ટ્રનો ભૂમાફિયા જયેશ પટેલને લંડનમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે. હવે ગુજરાત પોલીસ  દ્વારા બ્રિટન પોલીસનો સંપર્ક કરીને ભૂમાફિયા જયેશ પટેલના ભારત લાવવા માટેના કાયદાકીય પ્રયાસો શરૂ થયા છે. કુખ્યાત જયેશ પટેલ ઉપર ગુજસી ટોક સહિતના અનેક ગુનાઓ નોંધાયેલા છે

રાણપરિયા સામે 43 કેસ નોંધાયા

જયસુખ રાણપરિયા ઉર્ફે જયેશ પટેલ સામે ગંભીર ગુન્હાઓ પમ નોંધવામાં આવ્યા છે. આ ગુન્હોમાં હત્યા, ખંડણી, છેતરપિંડી, ફ્રોડ અને મની લોન્ડરિંગ સહિતના 42 કેસ નોંધાયા હતા, એમ ગુજરાત પોલીસના ડોઝિયરમાંથી જાણવા મળ્યું હતું. ઇન્ટરપોલે રાણપરિયાને શોધીને તેને પકડવા રેડ કોર્નર નોટીસ જારી કરી હતી.

  • અનેક જમીન કૌભાંડ આચરી ધનાઢ્ય બન્યો જયેશ પટેલ
  • રાજ્યભરમાં જમીન કૌભાંડમાં જયેશ પટેલનું નામ
  • લૂંટ, ધાક ધમકી સહિતના 42 ગુન્હાઓ છે શામેલ
  • જમીન કૌભાંજમાં આડખીલી રૂપ બનેવલા વકીલ કિરીટ જોશી હત્યાકાંડમાં મુખ્ય આરોપી
  • વકીલ કિરીટ જોશી હત્યાકાંડ બાદ વિદેશ ફરાર
  • વિદેશ ફરારથવા છત્તાં પણ અનેક રીતે પોતાની ગેંગ સાથે સંપર્કમાં જોવા મળ્યો
  • ભૂગર્ભમાં રહીને પણ ેસ્ટેટ બ્રોકોર એવા પ્રોફેસરના ત્યાં ફાયરીંગ કરાવીને ડરાવવાનો કર્યો હતો પ્રયાસ
  • મહિલા પ્રોફેસર પાસેથી 1 કરોડની માંગી હતી ખંડણી
  • બિલ્ડર ગિરીશ ડેર પર ફાયરીંગ સહિત ગુન્હામાં આવ્યું હતું નામ
  • બિટકોઈન કૌંભાડના આરોપી શૈલેષ ભટ્ટના સાળઈ નિશા ગોંડલીયાએ પણ લગાવ્યો હતો આરોપ
  • બે વખત જયેશ પટેલના ભાડુતી માણસોએ ધાક ધમકીનો લગાવ્યો આરોપ

કિરીટ જોશીની હત્યા કેસમાં સંડોવાયેલા

  • કુખ્યાત  ભૂ માફિયા જયેશ પટેલ લંડનથી ઝડપાયો
  • જયેશ પટેલને લંડનથી  લાવવાના પ્રયાસ
  • ત્યારબાદ ત્યાંથી કાયદાકીય પ્રક્રિયા કરી ભારત લાવવામાં આવશે
  • 40 થી વધુ ગંભીર ગુન્હાઓ સાથે જયેશની સંડોવણી છે
  • જામનગર ના કુખ્યાત જયેશ પટેલના શાર્પ શૂટરની ધરપકડ કરતી જામનગર પોલીસ
  • કિરીટ જોશીની હત્યા કેસમાં સંડોવાયેલા હતા
  • ત્રણ શાર્પ શુટરોની કોલકતાથી કરાઈ ધરપડ
  • હાર્દિક ઠક્કર, દિલીપ ઠક્કર અન્ય એક શખ્શ એમ કુલ ત્રણ શાર્પ શુટરોની જામનગર પોલીસે કરી ધરપકડ

ભારતમાં ઇડીએે 2018ના એક કેસમાં જામનગરમાં જમીન પચાવી પાડવાના કેસમાં રાણપરિયાની રૂપિયા 3.97 કરોડની સંપત્તિ જપ્ત કરી હતી.છેલ્લા કેટલાક વર્ષોથી રાણપરિયા જામનગરમાં માફિયાગીરી કરે છે.

રાણપરિયા

તેનું કામ લોકોની જમીન પચાવી પાડવી અને ત્યાર પછી ખંડણી ઉઘરાવવાનું છે.જામનગરના વકીલ કિર્તિ જોશીની હત્યા પછી તેનું નામ ચગ્યું હતું.ગુજરાત પોલીસે રાણપરિયાના ફોનને ટ્રેસ કરતાં તે લંડનથી ખંડણી માટે કર્યા હોવાની જાણ થતાં ભારત સરકારે યુકેને તેની ધરપકડ કરવા વિનંતી કરી હતી.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33