Last Updated on March 17, 2021 by
રાહુલ ગાંધીએ ફરી એક વખત BJPને નિશાન બનાવતા પાર્ટીમાં લોકોને બોલવાની પણ આઝાદી નથી તેવો આરોપ લગાવ્યો છે, તેમણે દાવો કર્યો કે BJPમાં ઘણા સાંસદોએ તેમને કહ્યું છે કે તે પોતાની પાર્ટીમાં ખુલ્લા મને વાત પણ કરી શકતા નથી. રાહુલે કહ્યું કે BJPમાં સાંસદોએ શું બોલવાનું છે તે પણ શિખવાડવામાં આવશે, રાહુલ ગાંધીએ આ વાત બ્રાઉન યુનિવર્સિટીનાં પ્રોફેસર આશુતોષ વાષ્ણેયની સાથે વાતચીત કરી, રાહુલનું કહેવું કહેવું હતું કે આ બાબતથી તેમને આશ્ચર્ય થાય છે કે કોંગ્રેસની અંદર આંતરિક લોકતંત્રની વાતો તો તમામ કરે છે, પરંતું BJP,SP, અને BSP જેવા રાજકીય પક્ષોની આંતરિક લોકતંત્ર પર કેમ કોઇ સવાલ કરતું નથી.
કોંગ્રેસ જે દિવસે કાડર આધારીત પાર્ટી બનશે તે દિવસે તેમાં અને BJPમાં કોઇ ફરક રહેશે નહીં
Live: My interaction with Prof Ashutosh Varshney, faculty & students of Brown University. https://t.co/1goKjIgp9H
— Rahul Gandhi (@RahulGandhi) March 16, 2021
તેમણે કોંગ્રેસની કાડર અંગે કહ્યું કે કાડર BJP કે સંઘમાં હોય છે, તેમનું કહેવું હતું કે કોંગ્રેસ જે દિવસે કાડર આધારીત પાર્ટી બનશે તે દિવસે તેમાં અને BJPમાં કોઇ ફરક રહેશે નહીં. તેમણે કહ્યું કે તે દેશનાં વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરવા માંગે છે, પરંતું તેમને તેની મંજુરી નહીં મળે, કોઇ પણ યુનિવર્સિટી તેમને બોલાવીને આવી ચર્ચા કરી ન શકે, અને જો આવું થાય તો યુનિવર્સીટીનાં વીસીને તે અંગે સવાલ કરવામાં આવશે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31