Last Updated on March 17, 2021 by
લોકસભામાં રેલવે મંત્રી પિયુષ ગોયલે કહ્યું હતું કે ભારતીય રેલવેનું ક્યારેય ખાનગીકરણ થવાનું નથી. રેલવે મંત્રીએ ખાનગીકરણ અંગેની ચર્ચામાં સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે રસ્તો સરકાર બનાવે છે, પણ તેના પર માત્ર સરકારી ગાડીઓ નથી ચાલતી. એ રીતે રેલવે ટ્રેક સકરારી છે અને સરકારી જ રહેશે, પરંતુ તેના પર ખાનગી ગાડીઓ તો ચાલી શકે ને?
દેશમાં એવી ચર્ચા ચાલી રહી છે કે સરકાર જંગી ખોટથી બચવા ધીમે ધીમે રેલવેનું ખાનગીકરણ કરવા માંગે છે. એ માટે કેટલીક ખાનગી ટ્રેનો પણ શરૂ કરાઈ છે. પિયુષ ગોયલે આ અંગે બોલતા કહ્યું હતું કે ખાનગીકરણ એ સરકારનો ઉદ્દેશ નથી. સરકારનો ઉદ્દેશ રેલવે સેક્ટરમાં ખાનગી રોકાણ વધારવાનો છે. એટલે અમે ખાનગી રોકાણકારોને પ્રોત્સાહન આપીશું.
તેમણે રેલવે સલામતીના આંકડા આપતા કહ્યું હતું કે બે વર્ષમાં રેલવે અકસ્માતથી દેશમાં કોઈ મૃત્યુ નોંધાયુ નથી. જોકે હકીકત એ છે કે 2020ના વર્ષ દરમિયાન તો આઠેક મહિના રેલવે સદંતર બંધ હતી, એટલે અકસ્માત થવાનો સવાલ જ ન હતો. હજુ પણ બધી ટ્રેનો ચાલુ થઈ નથી.
ગોયલે ઉમેર્યું હતું કે પ્રવાસીઓને વધારે સુવિધા મળે એ હેતુથી જ ખાનગી કંપનીઓને પ્રોત્સાહિત કરાઈ રહી છે. તેમણે બચાવ કરતાં કહ્યું હતું કે સરકાર પર ખોટો ખાનગીકરણનો આક્ષેપ લગાડાઈ રહ્યો છે. પણ ભારતીય રેલવે એ રાષ્ટ્રની સંપત્તિ છે અને હું ખાતરી આપું છું કે તેનું ખાનગીકરણ ક્યારેય નહીં થાય. પ્રવાસીઓની સુવિધા વધે એ હેતુથી ખાનગી રોકાણ ચોક્કસપણે વધારાશે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31