Last Updated on March 17, 2021 by
મુંબઈમાં વધતા કોરોના સંક્રમણને લઇ BMCએ મોટો નિર્ણય લીધો છે. બીએમસીના આદેશમાં સ્કૂલોમાં 50% શિક્ષકોએ એટન્ડન્સને પુરી રીતે બંધ કરવાનો આદેશ આપ્યો છે. તમામ શિક્ષકોને બાળકોને ઓનલાઇન અભ્યાસ આપવા કહેવામાં આવ્યું છે. 17 માર્ચથી નવા આદેશમાં આ આદેશ જારી કરવામાં આવ્યો છે. મહારાષ્ટ્રમાં સતત કોરોનાના મામલામાં કમી આવી હતી. પરંતુ હવે કોરોનાના મામલે એક વાર ફરી વધારો થઇ રહ્યો છે. મહારાષ્ટ્રમાં 2,329,464 કેસો સામે આવી ચુક્યા છે. 24 કલાકમાં નવા 15051 કેસો નોંધાયા.
કેન્દ્રએ લખ્યો મહારાષ્ટ્રને પત્ર
મહારાષ્ટ્ર સહીત દેશના ઘણા રાજ્યોમાં વધતા કોરોનાના કેસો સંબંધિત રાજ્યોમાં વિશેષજ્ઞોની ટીમ મોકલવામાં આવી છે. આ ટીમે પોતાની વિઝીટ પછી રિપોર્ટ તૈયાર કરી અને એ સરકારને મોકલવામાં આવી. ત્યાર પછી કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યના મુખ્ય સચિવને પત્ર લખી આ રિપોર્ટની જાણકારી શેર કરી છે. કેન્દ્રીય કોરોના સ્કવોડે વિદર્ભની મુલાકાતમાં કોરોનાથી સંબંધિત સ્થિતિની સમીક્ષા કરી એનાથી ઘણી જાણકારી સામે આવી. એજ જાણકારીઓના આધારે કેન્દ્ર સરકારે રાજ્ય સરકારના કોરોના પર લગામ લગાવવા માટે સલાહ આપી.
રાજ્યોમાં મોલ અને હોટલો માટે દિશા-નિર્દેશ જારી…
તમામ સિનેમા હોલ(સિંગલ સ્ક્રીનિંગ અને મલ્ટીપ્લેક્સ)/હોટલ/રેસ્ટોરન્ટ 50% ક્ષમતા સાથે ખુલશે
માસ્ક વગર પ્રવેશ નહિ આપવામાં આવે
તાપમાન માપવા વાળા ઉપકરણોનો ઉપયોગ આ સુનિશ્ચિત કરશે કે કોઈ તાવ સાથે અંદર નહિ આવશે
જગ્યા-જગ્યાએ પર્યાપ્ત સેનિટાઇઝર રાખવામાં આવશે
સંસ્થાન દ્વારા લોકોને સામાજિક દુરી બનાવી રાખવા અને માસ્ક પહેરવા માટે જાણકારી માટે પર્યાપ્ત માત્રામાં લોકોને લગાવવું પડશે.
મોલ મેનેજમેન્ટે આ સીયુનીશ્ચીત કરવું પડશે કિએ થીએટર/રેસ્ટોરન્ટ અથવા મોલમાં ઘણા અન્ય પ્રસ્થાન દિશા-નિર્દેશ અથવા સખ્તીનું પાલન કરો.
જરૂરિયાત એ છે કે આ કોવિડ નિયમોનું સખત રીતે પાલન કરવું જોઈએ. ઉપરાંત, ભીડ નિયંત્રણ બજારમાં એક મોટો પડકાર છે. પરંતુ તેના વિના પરિસ્થિતિમાં સુધારો થવાની અપેક્ષા કરી શકાતી નથી. મહારાષ્ટ્ર ઉપરાંત અન્ય ઘણા રાજ્યોમાં પણ કોરોનાનું જોખમ વધ્યું છે, તેથી સંબંધિત રાજ્ય સરકારોને એલર્ટ કરવામાં આવી છે. દિલ્હી, મધ્યપ્રદેશ, પંજાબ, ગુજરાત સહિતના ઘણા રાજ્યો એવા છે જ્યાં વાયરસ સામેની લડત તીવ્ર કરવામાં આવી છે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31