GSTV
Gujarat Government Advertisement

એન્ટીલિયા કેસમાં આવ્યો નવો વળાંક: NIAને મળી આવી બ્લેક મર્સિડીઝ કાર, એવા પુરાવા મળી આવ્યા છે જે કરશે મોટા ખુલાસા

Last Updated on March 17, 2021 by

મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયા નજીક વિસ્ફોટકોથી ભરેલી સ્કોર્પિયો કારના કેસમાં દરરોજ નવા સમાચાર બહાર આવી રહ્યા છે. રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ મંગળવારે મર્સિડીઝ બેન્ઝ કાર જપ્ત કરી છે. NIAનું કહેવું છે કે સચિન વાજે આ કાર ચલાવતો હતો. વાહનમાંથી ઘણી મહત્વની વસ્તુઓ પણ મળી આવી છે. તપાસ એજન્સીએ મર્સિડીઝ કારને મુંબઇ ક્રાઇમ બ્રાંચની ઓફિસ નજીકના પાર્કિંગમાંથી હસ્તગત કરી છે.

મર્સિડીઝ કારને મુંબઇ ક્રાઇમ બ્રાંચની ઓફિસ નજીકના પાર્કિંગમાંથી હસ્તગત કરી

બ્લેક મર્સિડીઝ કારની શોધખોળ કર્યા પછી NIAનાં આઈડી અનિલ શુક્લાએ કહ્યું કે, NIAએ કાળી મર્સિડીઝ બેન્ઝ કબજે કરી છે. તેમાંથી સ્કોર્પિયો કારની નંબર પ્લેટ, રૂ .5 લાખથી વધુની રોકડ, એક નોટ કાઉન્ટિંગ મશીન અને કેટલાક કપડાં મળી આવ્યા છે. સચિન વાઝે આ કાર ચલાવતો હતો પરંતુ આ કોની છે તેની તપાસ કરવામાં આવી રહી છે.”એવું કહેવામાં આવી રહ્યું છે કે આ કારનો ઉપયોગ મનસુખ હિરેનએ 17 ફેબ્રુઆરીએ કર્યો હતો.

કારનો ઉપયોગ મનસુખ હિરેનએ 17 ફેબ્રુઆરીએ કર્યો

NIAએ અગાઉ ક્રાઇમ ઇન્ટેલિજન્સ યુનિટ (સીઆઈયુ) ઓફિસમાં તપાસ કરી હતી. કેન્દ્રીય એજન્સી સીઆઈયુ સાથે જોડાયેલા પોલીસ અધિકારીની પણ પૂછપરછ કરી રહી છે. આ કેસમાં 13 માર્ચે સસ્પેન્ડ કરાયેલા અને ધરપકડ કરાયેલા પોલીસ અધિકારી સચિન વાઝે શહેર પોલીસની ક્રાઈમ બ્રાંચની સીઆઈયુ સાથે સંકળાયેલા હતા. સચિન વાઝેની ઓફિસની તપાસ દરમિયાન NIAની ટીમે ત્યાંથી કેટલાક વાંધાજનક દસ્તાવેજો અને ઇલેક્ટ્રોનિક પુરાવા જેવા કે લેપટોપ, આઈપેડ અને મોબાઇલ ફોન જપ્ત કર્યા છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33