Last Updated on March 16, 2021 by
દેશના અલગ અલગ રાજ્યોમાં લોકસભા અને વિધાનસભા સીટો પર થનારી પેટાચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે. આ તમામ સીટો પર આવનારી 17 એપ્રિલના રોજ ચૂંટણી યોજાશે, જ્યારે 2 મેના રોજ પાંચ રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીના પરિણામો સાથે આ સીટોના પરિણામો પણ જાહેર કરવામાં આવશે.
2 લોકસભા સીટ અને 14 વિધાનસભા સીટ પર થશે પેટાચૂંટણી
17 એપ્રિલના રોજ 2 લોકસભા સીટ અને 14 વિધાનસભા સીટો પર પેટાચૂંટણી યોજાશે. જે બે લોકસભા સીટો પર પેટાચૂંટણી થવાની છે, તેમાં આઁધ્ર પ્રદેશની તિરુપતિ સીટ અને કર્ણાટકની બેલગામ સીટ શામેલ છે. તો વળી વિધાનસભા સીટ પર પેટાચૂંટણીની વાત કરીએ તો, તેમાં ગુજરાતની મોરવાહડફ, ઝારખંડની મધુપુર, કર્ણાટકની મસ્કી અને બસ્વકલ્યાણ, મધ્ય પ્રદેશની દામોહ, મહારાષ્ટ્રની પંધારપુર, મિઝોરમની સેરછીપ, નાગાલેંન્ડની નોકેસન, ઓડિશાની પીપલી, રાજસ્થાનની સહારા, સુજાનગઢ, રાજસમંદ સીટ શામેલ છે. આ ઉપરાંત તેલંગણાની નાગાર્જૂન સાગાર અને ઉત્તરાંખડની સલ્ટ સીટ પર પેટાચૂંટણી થવાની છે.
મધુપુરમાં જેએમએમ અને NDA વચ્ચે કાંટાની ટક્કર
ઝારખંડની મધુપુર સીટ પર જેએમએમ અને બીજેપીના સહયોગી દળોના ઉમેદવારો વચ્ચે ટક્કર છે. આ સીટ પર નામાંકનની અંતિમ તારીખ 30 માર્ચ છે. જેએમએમ ધારાસભ્ય અને લઘુમતી કલ્યાણ પ્રધાન હાજી હુસૈન અન્સારીના અવસાન બાદથી આ બેઠક ખાલી છે. અન્સારીને કોરોના થયો હતો ત્યાર બાદ તેઓ સાજા થયા હતાં પરંતુ પાછળથી 3 ઓક્ટોબરના રોજ કોરોના સંબંધિત સમસ્યાઓના કારણે તેમનું અવસાન થયું હતું.
તેમના પુત્ર હફીઝુલ હસનને 5 ફેબ્રુઆરી 2021ના રોજ લઘુમતી પ્રધાન પદ આપવામાં આવ્યું હતું. જો કે, તેઓની ચૂંટણી લડવાનું હજુ બાકી છે. હજીફુલને જેએમએમના મધુપુરથી ઉમેદવાર બનાવાયાં. આ બેઠક પર આરજેડી પોતાનો ઉમેદવાર ઉતારવાના મૂડમાં હતી પરંતુ હેમંત સોરેનએ હફીઝુલના નામની જાહેરાત કરતાની સાથે જ એ સ્પષ્ટ થઇ ગયું કે સીટોના ભાગલામાં જીતેલી સીટ પર મોરવા હદફથી અપક્ષ ઉમેદવારને જીત મળી હતી.
ગુજરાતની મોરવાહડફ બેઠક પર પણ યોજાશે પેટાચૂંટણી
ગુજરાતની મોરવા હડફ સીટના અપક્ષ ઉમેદવાર ભૂપેન્દ્ર ખાંટને 2017 વિધાનસભાની ચૂંટણીમાં જીત મળી હતી.વર્ષ 2019માં ગુજરાત વિધાનસભાના સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદીને ખાંટને અયોગ્ય ઠેરવ્યાં હતાં. તેની સામે બોગસ દસ્તાવેજો જમા કરાવવાનો આરોપ લાગ્યો હતો. તત્કાલીન ગવર્નર ઓપી કોહલીએ તેને સસપેન્ડ કરવાનો આદેશ કર્યો હતો. જે બાદ ચૂંટણીપંચે અયોગ્ય ઠેરવીને ચૂંટણી પાછી કરવાનો નિર્ણય લીધો હતો.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31