GSTV
Gujarat Government Advertisement

ગુજરાતમાં કોરોનાએ ફરી મચાવ્યો હાહાકાર, છેલ્લાં 24 કલાકના આંકડા પહોંચ્યા 1 હજારને નજીક, વધુ 2નાં મોત

Last Updated on March 16, 2021 by

ગુજરાતમાં દિવસે ને દિવસે કોરોનાના કેસો ઉથલો મારતા જાય છે ત્યારે હવે આજ રોજ મંગળવારના તો કોરોનાના કેસ રાજ્યમાં 1 હજારની નજીક પહોંચવાને આરે આવી ગયા છે. રાજ્યમાં યોજાયેલી ચૂંટણી અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાયેલી મેચ બાદ હવે કોરોના સંક્રમણ સતત વધતુ જ જાય છે. ત્યારે બીજી બાજુ હવે આજે ગુજરાત સરકારે કોરોનાના વધતા કેસોને કારણે આવતી કાલ તારીખ 17 માર્ચના રોજથી રાત્રિના 10થી સવારના 6 કલાક સુધીનો કરફ્યુ પણ જાહેર કરી દેવાયો છે.

છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાં નોંધાયા 954 કેસ

ગુજરાતમાં સતત કોરોનાના કેસોમાં વધારો થઇ રહ્યો છે. જેમાં છેલ્લાં 24 કલાકમાં 954 કેસ નોંધાયા છે તો 703 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં આજ દિન સુધીમાં કુલ 2 લાખ 70 હજાર 658 દર્દીઓ સાજા થયા છે તો છેલ્લાં 24 કલાકમાં અમદાવાદમાં 2 દર્દીના મોત થયા છે. જેના કારણે કુલ 4427 દર્દીઓના આજદિન સુધી કોરોનાના કારણે મોત થઇ ચૂક્યાં છે.

એક્ટિવ કેસની સંખ્યા 4966 એ પહોંચી

રાજ્યમાં હાલમાં એક્ટિવ કેસની સંખ્યામાં ધરખમ વધારો થતા એક્ટિવ કેસની સંખ્યા 4,966 પર પહોંચી ગઇ છે. 58 દર્દીઓની હાલત નાજુક હોવાથી વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે. જ્યારે છેલ્લાં 24 કલાકમાં નોંધાયેલા કેસોની વાત કરીએ તો અમદાવાદમાં 247, સુરતમાં 292, વડોદરામાં 109 અને રાજકોટમાં 85 નવા કેસ નોંધાયા છે.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33