GSTV
Gujarat Government Advertisement

અમદાવાદ મનપાની લાલિયાવાડી, ઉનાળાની અસહ્ય ગરમીમાં લાખોના ખર્ચે બનાવેલા ફુવારા શોભાના ગાંઠિયા સમાન

Last Updated on March 16, 2021 by

એક તરફ હવે રાજ્યમાં ઉનાળાનો પ્રારંભ થઇ ગયો છે ત્યારે લોકોએ અસહ્ય ગરમી વેઠવાનો વારો આવ્યો છે તો બીજી તરફ આવી અસહ્ય ગરમીમાં પણ અમદાવાદના મોટા ભાગના ફુવારાઓ બંધ હાલતમાં જોવા મળ્યાં છે. મનપાએ લાખોના ખર્ચે બનાવેલા ફુવારા યોગ્ય મેઇન્ટેનન્સના અભાવે શોભાના ગાંઠિયા સમાન બન્યા છે.

RTI માં મળેલી માહિતી મુજબ શહેરમાં કુલ 70 પૈકી 47 ફુવારા બંધ હાલતમાં છે. જેમાં વાત કરીએ પશ્ચિમ ઝોનની તો પશ્ચિમ ઝોનના તમામ 22 ફુવારા બંધ હાલતમાં છે તો ઉત્તર ઝોનના 8 પૈકી 6 ફુવારાઓ ચાલુ હાલતમાં છે. જ્યારે દક્ષિણ ઝોનમાં તમામ 9 ફુવારાઓ ચાલુ છે. જ્યારે મધ્ય ઝોનમાં 5 ફુવારા પૈકી 2 ફુવારાઓ બંધ હાલતમાં છે.

શહેરના ઉતર-પશ્ચિમ અને દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં કુલ 20 ફુવારાઓ છે પરંતુ તે તમામ ફુવારાઓ કોરોનાને કારણે બંધ રાખવામાં આવ્યાં છે. જો કે અહીં સવાલ એ ઊભો થાય છે કે જો અન્ય ઝોનમાં ફુવારા ચાલુ રાખવામાં આવે છે તો પછી આ ઝોનમાં શા માટે ફુવારાઓ બંધ રાખવામાં આવે છે. પહેલાં તંત્ર દ્વારા ફુવારા બનાવવા નાણાંનો ધુમાડો કરવામાં આવ્યો અને હવે તેની મરામત માટે વધુ પૈસા ખર્ચવામાં આવશે. આમ, ફુવારા મુદ્દે મનપા માટે ખાતર પર દિવેલ જેવી સ્થિતિ ઉભી થઇ છે. મહત્વનું છે કે, હવે ઉનાળાનો પ્રારંભ થઇ ગયો છે ત્યારે માતા-પિતા પોતાના બાળકોને લઇને બાગ બગીચાના ફુવારાની મજા માણવા લઇ જતા હોય છે પરંતુ શહેરમાં બંધ ફુવારાની હાલત જોઇને લાગી રહ્યું છે કે, તંત્ર હજુ ઘોર નિંદ્રામાં છે.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33