Last Updated on March 16, 2021 by
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં T 20 સીરીઝની આજે ત્રીજી મેચ રમાઇ હતી. ત્યારે આજની આ મેચમાં ઇંગ્લેન્ડે ભારતને 8 વિકેટે હરાવી 5 T-20 ની સીરીઝમાં 2-1ની લીડ મેળવી લીધી છે. 157 રનનો પીછો કરતાં ઇંગ્લેન્ડની ટીમે 18.2 ઓવરમાં ભારતે આપેલો ટાર્ગેટ હાંસલ કરી લીધો. જોસ બટલરે પોતાના T-20 કરિયરની 11મી સદી ફટકારતાં 52 બોલમાં 5 ચોગ્ગા અને 4 સિક્સરની મદદથી 83* રન કર્યા. બટલરનો ઇન્ટરનેશનલ T-20માં આ હાઈએસ્ટ સ્કોર છે. હવે T-20 સીરીઝની ચોથી મેચ તારીખ 18 માર્ચના રોજ રમાશે.
England win the third T20I by eight wickets!
— ICC (@ICC) March 16, 2021
Jos Buttler stars for his team with a blazing 83* ?#INDvENG | https://t.co/ijRJxPRtsz pic.twitter.com/SFWAYYrHus
આજની આ મેચ દર્શકો વિના જ રમાઇ
નોંધનીય છે કે, આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં કોરોના સંક્રમણનું પ્રમાણ વધતા ગઇ કાલે સોમવારના રોજ ગુજરાત ક્રિકેટ એસોસિએશને લીધેલા મહત્વના નિર્ણયને કારણે આજની આ મેચ દર્શકો વિના જ રમાઇ. જેમાં ભારતે ટીમ ઇંગ્લેન્ડને 6 વિકેટે 156 રન કરીને 157 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જો કે વિરાટ કોહલીએ મેચમાં પોતાના T-20 કરિયરની 27મી સદી ફટકારતાં 46 બોલમાં 8 ફોર અને 4 સિક્સની મદદથી 77* રન કરતા ભારતનો રંગ રાખ્યો હતો. પરંતુ તેમ છતાં ઇંગ્લેન્ડે ભારતને કારમો પરાજય આપી T-20 ની સીરીઝમાં 2-1ની લીડ મેળવી લીધી.
3rd T20I. It's all over! England won by 8 wickets https://t.co/mPOjpEkHpC #INDvENG @Paytm
— BCCI (@BCCI) March 16, 2021
પ્રથમ બે મેચમાં આરામ કર્યા પછી આજે રોહિત શર્મા પોતાના અંદાજમાં રમી શક્યો ન હોતો. તેણે 17 બોલમાં 2 ફોરની મદદથી 15 રન કર્યા હતા. તે માર્ક વુડની બોલિંગમાં શોર્ટ ફાઈન-લેગ પર જોફરા આર્ચરના હાથે કેચ આઉટ થયો હતો.
3rd T20I. 4.4: WICKET! R Sharma (15) is out, c Jofra Archer b Mark Wood, 20/2 https://t.co/mPOjpEkHpC #INDvENG @Paytm
— BCCI (@BCCI) March 16, 2021
તે શરૂઆતને મોટા સ્કોરમાં કન્વર્ટ ન કરી શક્યો. લોકેશ રાહુલ આજે સતત બીજી ઇનિંગ્સમાં શૂન્ય રને આઉટ થયો. તે માર્ક વુડની બોલિંગમાં બોલ્ડ થયો. તેણે આ શ્રેણીની 3 મેચમાં કુલ 1 રન કર્યો છે.
Toss Update:
— BCCI (@BCCI) March 16, 2021
England have won the toss & elected to bowl against #TeamIndia in the 3rd @Paytm #INDvENG T20I.
Follow the match ? https://t.co/mPOjpECiha pic.twitter.com/672rwyx8Hh
ભારતે બીજી ટી 20 મેચ જીતીને સીરીઝમાં ફરીથી વાપસી કરી દીધી છે. ત્યારે પાંચ મેચની સીરીઝમાં ભારત-ઇંગ્લેન્ડ 1-1ના બરાબર છે. આજની ત્રીજી ટી 20 મેચમાં ઇંગ્લેન્ડે ટોસ જીત્યો છે. પરંતુ ઇંગ્લેન્ડે પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે જ્યારે ભારત બેટિંગ કરશે. આજની આ મેચમાં સૂર્યકુમાર યાદવની જગ્યાએ ટીમમાં રોહિત શર્માને શામેલ કરવામાં આવ્યો છે.
ટીમ ઇન્ડિયા : રોહિત શર્મા, લોકેશ રાહુલ, ઈશાન કિશન, વિરાટ કોહલી (કેપ્ટન), ઋષભ પંત (વિકેટકીપર), શ્રેયસ ઐયર, હાર્દિક પંડ્યા, શાર્દુલ ઠાકુર, વી. સુંદર, ભુવનેશ્વર કુમાર અને યુઝવેન્દ્ર ચહલ
ટીમ ઇંગ્લેન્ડ : જોસ બટલર (વિકેટકીપર), જેસન રોય, ડેવિડ મલાન, જોની બેરસ્ટો, બેન સ્ટોક્સ, ઓઇન મોર્ગન(કપ્તાન), સેમ કરન, માર્ક વુડ, ક્રિસ જોર્ડન, જોફરા આર્ચર અને આદિલ રાશિદ
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31