Last Updated on March 16, 2021 by
રાજ્યસભાએ મંગળવારે મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગનન્સી અમેડમેન્ટ બીલ 2020 ( ગર્ભાવસ્થા સુધારા બિલ 2020) ને મંજૂરી આપી દીધી છે. લોકસભા પહેલેથી જ તેને પસાર કરી ચૂકી છે. આ બિલ હેઠળ, ગર્ભપાત માટેની મહત્તમ મંજૂરી વર્તમાન 20 અઠવાડિયાથી વધારીને 24 અઠવાડિયા કરવામાં આવી છે.
ગયા વર્ષે લોકસભામાં સર્વાનુમતે પસાર થઈ ચૂક્યો છે
આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રી હર્ષવર્ધને ગૃહમાં બિલ અંગેની ચર્ચાના જવાબમાં કહ્યું કે, વિસ્તૃત વિચાર-વિમર્શ પછી આ તૈયાર કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે આ ખરડો લાંબા સમયથી વેઇટીંગ લિસ્ટમાં હતો અને તે ગયા વર્ષે લોકસભામાં પસાર થઈ ચૂક્યો છે. ત્યાં સર્વાનુમતે બિલ પસાર કરવામાં આવ્યું.
વિશ્વભરના કાયદાઓનો અભ્યાસ કરી કરાયા સુધારા
તેમણે કહ્યું કે આ ખરડો તૈયાર થયા પહેલા વિશ્વભરના કાયદાઓનો પણ અભ્યાસ કરવામાં આવ્યો હતો. મંત્રીના જવાબ બાદ ગૃહ દ્વારા ધ્વનિમત દ્વારા બિલ પસાર કરવામાં આવ્યું. અગાઉ, ગૃહ દ્વારા બિલને પસંદગી સમિતિને મોકલવા સહિતના અન્ય વિપક્ષીય સુધારાઓને નકારી કાઢવામાં આવ્યા હતા ત્યાં સરકાર દ્વારા લાવવામાં આવેલા નવા સુધારાઓને સ્વીકારી લેવામાં આવ્યા છે.
બાળકને જન્મ આપવામાં સ્ત્રીના જીવને જોખમ હોય ગર્ભપાત કરાવી શકે
હકિકતમાં ગર્ભપાતને લગતા વર્તમાન કાયદાને કારણે બળાત્કાર અથવા કોઈ ગંભીર રોગથી ગ્રસ્ત સગર્ભા સ્ત્રીને ઘણી સમસ્યાઓ થઈ હતી. ડોકટરોના જણાવ્યા અનુસાર, જો બાળકને જન્મ આપીને સ્ત્રીના જીવને જોખમ હોય તો પણ તેનો એબોર્શન થઈ શકતો નહતો. એબોર્શન ત્યારે જ થઈ શકે જ્યારે ગર્ભાવસ્થા 20 અઠવાડિયા કરતા ઓછી હોય.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31