Last Updated on March 16, 2021 by
રાજ્યમાં વધતા જતા કોરોના સંક્રમણ ને ધ્યાને લઈને રાજ્ય સરકારે આવતી કાલ તા.17 માર્ચ 2021 થી ચાર મહાનગરો અમદાવાદ,વડોદરા,સુરત અને રાજકોટ માં રાત્રે 10 થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કરફ્યુ નો અમલ કરવાનો નિર્ણય કર્યો છે.
રાત્રિ કરફ્યુ ની આ વ્યવસ્થા 31 માર્ચ 2021 સુધી અમલમાં રહેશે.
ST બસમાં મુસાફરી કરો છો તો રાખજો સાવધાની
રાજ્ય સરકારે આ ચારેય મહાનગરો માં મંગળવાર 16 માર્ચ સુધી રાત્રિ કરફ્યુ ના સમયની અગાઉ ની વ્યવસ્થા એટલે કે રાત્રે 12 થી સવારે 6 વાગ્યા સુધીની વ્યવસ્થા યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે.
- રાત્રી કરફ્યુના નિર્ણય પર st વિભાગ સજ્જ
- stમાં મુસાફરી કરતા પેસેંજરો માટે મહત્વના સમાચાર
- 4 મહાનગરોમાં રાત્રે 10 વાગ્યા બાદ બસો નહિ જાય
- પેસેંજરોને રાત્રે 10 વાગ્યા બાદ ન નીકળવા st નિગમની અપીલ
- એડવાન્સ બુકીન્સના પેસેંજરોને ટેલિફોનીક અપાઈ સૂચના
પેસેંજરોને રાત્રે 10 વાગ્યા બાદ ન નીકળવા st નિગમની અપીલ
- મહાનગરો સિવાયના પેસેંજરોને રિંગરોડથી અન્ય સ્થળ પર લઇ જવાશે
- આજથી જ પેસેંજરોને 10 વાગ્યા બાદ ન નીકળવા st નિગમની અપીલ
રાત્રી કરફ્યુના નિર્ણય પર st વિભાગ સજ્જ બન્યું છે. જેમાં 4 મહાનગરોમાં રાત્રે 10 વાગ્યા બાદ બસો પ્રવેશ નહીં કરે, પેસેંજરોને રાત્રે 10 વાગ્યા બાદ ન નીકળવા st નિગમની અપીલ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે મહાનગરો સિવાયના પેસેંજરોને રિંગરોડથી અન્ય સ્થળ પર લઇ જવાશે.
રાત્રિ કરફ્યુની આ વ્યવસ્થા 31 માર્ચ 2021 સુધી અમલમાં રહેશે. રાજ્ય સરકારે આ ચારેય મહાનગરોમાં મંગળવાર 16 માર્ચ સુધી રાત્રિ કરફ્યુના સમયની અગાઉની વ્યવસ્થા એટલે કે રાત્રે 12થી સવારે 6 વાગ્યા સુધીની વ્યવસ્થા યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે.
અમદાવાદમાં 24 ડિસેમ્બર બાદ પ્રથમવાર 200થી વધુ કેસ નોંધાયા
અમદાવાદમાં 24 ડિસેમ્બર બાદ પ્રથમવાર 200થી વધુ કેસ નોંધાયા છે. અમદાવાદમાં કોરોનાના કુલ કેસનો આંક હવે 64,845 છે. વડોદરા શહેરમાં 76-ગ્રામ્યમાં 17 સાથે 93 જ્યારે રાજકોટ શહેરમાં 79-ગ્રામ્યમાં 16 સાથે 95 કેસ નોંધાયા છે. રાજ્યમાંથી અન્યત્ર જ્યાં કોરોનાના વધુ કેસ નોંધાયા તેમાં 31 સાથે ભરૂચ, 23 સાથે ખેડા, 18 સાથે ગાંધીનગર, 15 સાથે દાહોદ, 14 સાથે પંચમહાલ-જામનગર-આણંદ-નર્મદા, 12 સાથે ભાવનગર, 10 સાથે કચ્છ-મહેસાણા, 9 સાથે સાબરકાંઠા-જુનાગઢ, 8 સાથે મહીસાગર, 6 સાથે અમરેલી, 5 સાથે પાટણ, 4 સાથે મોરબી-ગીર સોમનાથ, 2 સાથે તાપી-નવસારીનો મુખ્યત્વે સમાવેશ થાય છે. બનાસકાંઠા-બોટાદ-છોટા ઉદેપુર-ડાંગ અને વલસાડ એમ પાંચ જિલ્લામાં કોરોનાનો એક પણ નવો કેસ નોંધાયો નથી.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31