Last Updated on March 16, 2021 by
ગુજરાત રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર યથાવત છે ,ત્યારે વિવિધ શહેરોમાં ઘાતક વાયરસનો સંકજો વધી રહ્યો છે. તેમાં વડોદરા શહેર ભાજપ દ્વારા પ્રમુખ સી આર પાટિલના જન્મદિવસની ઉજવણી ભારે વિવાદમાં સપડાઈ છે.. વડોદરા શહેર ભાજપ પ્રમુખ વિજય શાહ અને મેયર કેયુર રોકડિયાએ ભાજપ દ્વારા પ્રમુખ સી આર પાટિલના જન્મદિવસની ઉજવણી કરી હતી.
શહેર ભાજપ પ્રમુખ વિજય શાહ અને મેયર કેયુર રોકડિયાએ જન્મદિવસની ઉજવણી કરી
ભાજપના નેતાઓએ શહેરના વિશ્વામિત્રી રેલવે સ્ટેશન નજીક પાટિલના જન્મદિવસ અંતર્ગત કેક કટિંગનો કાર્યક્રમ યોજ્યો હતો… આ કાર્યક્રમમાં મોટા પાયે નાના બાળકોને ઉપસ્થિત રાખવામાં આવતા અનેક સવાલો ઉઠ્યા છે. બીજી તરફ મેયરને આ પ્રકારની છૂટ પણ મળી કઈ રહીતે તે પણ સૌથી મોટી વાત છે, એક સળગતો પ્રશ્ન પણ છે.
શહેર ભાજપના નેતાઓએ બાળકોની ઉપસ્થિતિમાં કેક કાપી ઉજવણી કરી હતી. એક તરફ કોરોનાની મહામારીને પગલે નાના બાળકોની શાળાઓ પણ શરૂ કરવામાં નથી આવી… તેવામાં બર્થડે સેલિબ્રેશન માટે નાના બાળકોને શા માટે એકત્ર કરવામાં આવ્યા તેવો સવાલ ઉઠ્યો છે.
ગુજરાતમાં ફેબુ્રઆરી માસના 28 દિવસમાં કોરોનાના 8,349 કેસ નોંધાયા હતા અને હવે કોરોનાના વળતા પાણી શરૂ થઇ ગયા હોવાની રાહત અનુભવાઇ રહી હતી. પરંતુ માર્ચમાં સ્થિતિ સાવ વિરોધાભાસ થઇ ગઇ છે. આ મહિનાના પ્રથમ 15 દિવસમાં જ કોરોનાના 9,208 કેસ નોંધાઇ ચૂક્યા છે. જેમાં છેલ્લા બે દિવસથી સતત 800થી વધુ કેસ નોંધાઇ રહ્યા છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31