GSTV
Gujarat Government Advertisement

ખાસ વાંચો/ બ્લૂટૂથથી સ્માર્ટફોનમાં ફેલાય છે આ ખાસ વાયરસ, કોરોના ટ્રેક કરવામાં થશે મદદરૂપ

વાયરસ

Last Updated on March 16, 2021 by

વાયરસનું નામ સાંભળથાં જ કોઇના પણ મગજમાં એક એવુ ચિત્ર ઉભુ થાય છે જે નુકસાન પહોંચાડનારી હોય પરંતુ રિસર્ચર્સે હવે એક એવો વાયરસ તૈયાર કર્યો છે જે કોરોના જેવા વાયરસ વિશે બ્લૂટૂથ દ્વારા ઘણી ઝડપથી લોકોને એલર્ટ કરે છે. આ ખાસ વાયરસને Safe Blues નામ આપવામાં આવ્યું છે અને દાવો કર્યો છે કે આ કોરોના ટ્રેકિંગનું કામ એકદમ ચોક્કસપણે કરે છે. જણાવી દઇએ કે આ વર્ચ્યુઅલ વાયરસ છે અને તેનાથી તમારા સ્માર્ટફોનને કોઇ પ્રકારનો ખતરો નથી.

વાયરસ

રિસર્ચર્સે સંયુક્ત રૂપે આ વર્ચુઅલ વાયરસને તૈયાર કર્યો

અમેરિકાની યુનિવર્સિટી ઑફ ક્વીંસલેંડ, મેલબર્ન યુનિવર્સિટી અને મેસાચુસેટ્સ ઇંસ્ટીટ્યૂટ ઑફ ટેક્નોલોજી (એમઆઇટી)ના રિસર્ચર્સે સંયુક્ત રૂપે આ વર્ચુઅલ વાયરસને તૈયાર કર્યો છે. તેને તૈયાર કરનાર રિસર્ચર્સે કહ્યું છે કે આ વાયરસના ટ્રાન્સમિશન દરમિયાન કોઇ પણ યુઝર્સનો ડેટા રેકોર્ડ નથી હોતો અને કોઇ સર્વર પર પણ ડેટા સ્ટોર નથી થતો.

વાયરસ

ભીડ, પ્રસંગ વગેરેને પણ ઓટોમેટિક ટ્રેક કરે છે આ વાયરસ

આ વાયરસ સટીક રીતે જણાવી શકે છે કે સોસ્યલ ડિસ્ટંસિંગના નિયમનું પાલન થઈ રહ્યુ છે કે નહિ. તે ઉપરાંત ભીડ, પ્રસંગ વગેરેને પણ આ ઓટોમેટિક ટ્રેક કરે છે. આ વાયરસ બ્લૂટૂથ દ્વારા કામ કરે છે. આ વાયરસથી કોરોના મહામારી દ્વારા સમગ્ર દુનિયામાં કોનેટોકટ ટ્રેસિંગ માટે તૈયાર કરાયેલી સિસ્ટમના આધાર પર જ તૈયાર કરાઈ છે.

તમને જણાવી દઈએ કે સરકારે કોરોના મહામારીમાં કોન્ટેક્ટ ટ્રેસિંગ માટે આરોગ્ય સેતુ એપ લોન્ચ કરી છે. જોકે હેવ આ એપનો વપરાશ કોરોના વેક્સિનના રજીસ્ટ્રેશન માટે પણ થઈ રહ્યો છે. આરોગ્ય સેતુ એપને અંદાજીત દેશના 17 કરોડથી વધુ લોકોએ ડાઉનલોડ કરી છે, અને રેલ્વે યાત્રા દરમ્યાન આ એપ ફરજીયાત રીતે ફોનમાં હોવી જરૂરી છે.

ટોપ-10 દેશ, જ્યાં અત્યાર સુધીમાં સૌથી વધુ લોકોને સંક્રમણ લાગ્યું

દેશકેસમૃત્યુસાજા થયા
અમેરિકા30,138,586548,01322,286,551
બ્રાઝિલ11,525,477279,60210,111,954
ભારત11,409,595158,89211,025,631
રશિયા4,400,04592,4944,003,576
યૂકે4,263,527125,5803,526,715
ફ્રાન્સ4,078,13390,762273,771
ઈટલી3,238,394102,4992,605,538
સ્પેન3,195,06272,4242,857,714
તુર્કી2,894,89329,5522,716,969
જર્મની2,585,38574,1152,365,100

વિશ્વમાં વધી રહ્યાં છે કોરોનાના કેસ

માર્ચના પ્રથમ 15 દિવસમાં જ 61 લાખથી વધુ કેસ નોંધાયા છે. તેમાં પણ 7 દિવસ તો દરરોજ મળી આવેલા પોઝિટિવ કેસનો આંક 4 લાખથી પણ વધારે હતો. જ્યારે, 12 માર્ચે સૌથી વધુ કોરોનાના 4.90 લાખ કેસ મળી આવ્યા હતા. આ 15 દિવસમાં અત્યાર સુધીમાં 61 લાખ 4 હજાર 599 કેસ નોંધાયા, જ્યારે એક લાખ 27 હજાર 43 લોકોના મૃત્યુ થયા હતા.

Read Also

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33