GSTV
Gujarat Government Advertisement

મહામારી/ ગુજરાતમાં રસી લીધાના બીજા દિવસે જ રૂપાણી સરકારના કેબિનેટ મંત્રી આવ્યા કોરોના પોઝિટીવ, અમદાવાદ અને સુરતમાં ગંભીર સ્થિતિ

Last Updated on March 16, 2021 by

દેશમાં એકવાર ફરીથી કોરોના (ગુજરાત કોરોના અપડેટ) ના કેસોમાં ઝડપથી વધારો છે. કેટલાક રાજ્યોમાં ચેપની તેજી બીજા રાજ્યોની તુલનામાં ખૂબ જ વધારે છે. આ રાજ્યોમાં ગુજરાત પણ શામેલ છે. ગુજરાતમાં કોરોના કેસોમાં વધારો ખૂબ જ ઝડપી છે. આમથી લઈને ખાસ લોકો પણ આ મહામારીની ઝપેટમાં આવી ગયા છે. કેબિનેટ મંત્રી ઇશ્વર પટેલનો કોરોના રિપોર્ટ પણ પોઝિટીવ આવ્યો છે. મંત્રી ઈશ્વર પટેલે 13 માર્ચના રોજ વેક્સિનનનો પહેલો ડોઝ લીધો હતો. તબીબોના જણાવ્યા અનુસાર વેક્સિનનના ડોઝની અસર રસી લીધાના 14 દિવસ બાદ થાય છે. 14 દિવસ સુધી સાવચેતી રાખવી એ જરૂરી છે.

ઈશ્વર પટેલને 2 દિવસથી કોરોનાના લક્ષણો દેખાઈ રહ્યાં

ઈશ્વર પટેલને 2 દિવસથી કોરોનાના લક્ષણો દેખાઈ રહ્યાં છે. જેમને ટેસ્ટ કરાયો તો તેઓ પોઝિટીવ નીકળ્યા. જોકે, એમને કોરોનાના સામાન્ય લક્ષણો છે. હાલમાં તેઓ અમદાવાદની એક હોસ્પિટલમાં દાખલ થયા છે.

તંત્ર દ્વારા ટેસ્ટની કામગીરીમાં વધારો કરવામાં આવ્યો

 સુરતમાં વધી રહેલા કોરોનાના કેસોનું પ્રમાણ ઘટાડવા માટે તંત્ર દ્વારા ટેસ્ટની કામગીરીમાં વધારો કરવામાં આવ્યો છે. જેના પગલે બહારગામથી સુરત પરત ફરતા મુસાફરોના રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન અને એરપોર્ટ પર ટેસ્ટિંગ ની કામગીરી કરવામાં આવી રહી છે. જોકે કેટલાક સ્થળે કોરોના ટેસ્ટિંગ ની કામગીરી માત્ર દેખાડા પૂરતી જોવા મળી રહી છે. સુરત એસટી ડેપો પર અમદાવાદ, વડોદરા અને લાંબા અંતરેથી આવતી બસના મુસાફરોના કોરોના ટેસ્ટિંગ કરવામાં પાલિકાના અધિકારીઓ આળસ બતાવી રહ્યા છે. જીએસટીવીની ટીમ સુરત એસટી ડેપો પર પહોંચી ત્યારે પાલિકા સ્ટાફ માત્ર ખુરશી પર આરામ ફરમાવી રહ્યા હતો. જો કે કેમેરો જોતા જ પાલીકા સ્ટાફે બસોમાંથી ઉતરતા મુસાફરોને બોલાવી ટેસ્ટિંગની કામગીરી શરૂ કરી હતી.

છેલ્લા 24 કલાકમાં 890 કેસ નોંધાયા

ગુજરાતમાં સતત કોરોનાના કેસોમાં વધારો થઇ રહ્યો છે જેમાં છેલ્લા 24 કલાકમાં 890 કેસ નોંધાયા છે. તો 594 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં આજદિન સુધીમાં કુલ 2 લાખ 69 હજાર 955 દર્દીઓ સાજા થયા છે તો છેલ્લા 24 કલાકમાં સુરતમાં 1 દર્દીનું મોત થયું છે. જેના કારણે કુલ 4425 દર્દીઓના આજદિન સુધી કોરોનાના કારણે મોત થઇ ચૂક્યા છે. તો રાજ્યમાં હાલમાં એક્ટિવ કેસની સંખ્યામાં ધરખમ વધારો થતા એક્ટિવ કેસની સંખ્યા 4717 પર પહોંચી ગઇ છે તો 56 દર્દીઓની હાલત નાજુક હોવાથી વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસોની વાત કરીએ તો અમદાવાદમાં 209, સુરતમાં 262, વડોદરામાં 93 અને રાજકોટમાં 95 નવા કેસ નોંધાયા છે.

ત્રણ મહિના બાદ ભારતમાં કોરોના વાઇરસના નવા 26,291 કેસો સામે આવ્યા

દેશભરમાં કોરોના વાઇરસના કેસોમાં ઝડપથી વધારો થઇ રહ્યો છે. આશરે ત્રણ મહિના બાદ ભારતમાં કોરોના વાઇરસના નવા 26,291 કેસો સામે આવ્યા છે. 85 દિવસમાં દૈનિક કેસોમાં સૌથી મોટો ઉછાળો છે. જેને પગલે રાજ્યોને સતર્ક રહેવાની ચેતવણી અપાઇ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યોના મુખ્ય પ્રધાનોની સાથે આગામી બુધવારે બેઠક યોજી ચર્ચા કરશે. ભારતમાં 78 ટકા કેસ માત્ર પાંચ રાજ્યોના છે મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, કર્ણાટક, ગુજરાત, તમિલનાડુના છે. જ્યારે છ રાજ્યો કે જ્યાં કોરોનાના કેસો ઝડપથી વધી રહ્યા છે ત્યાં દરરોજના 400થી વધુ કેસ સામે આવી રહ્યા છે.

24 કલાકમાં 118 લોકોના મોત નિપજ્યા

આ રાજ્યોમાં કર્ણાટક, ગુજરાત, તમિલનાડુ, મધ્ય પ્રદેશ, દિલ્હી તેમજ હરિયાણાનો સમાવેશ થાય છે. જ્યારે 24 કલાકમાં 118 લોકોના મોત નિપજ્યા છે જેમાં મહારાષ્ટ્ર પ્રથમ ક્રમે છે. જ્યારે તેલંગાણાની એક સ્કૂલમાં 12 શિક્ષકોને કોરોના વાઇરસ થયો જેને પગલે સ્કૂલના બધા સ્ટાફનું ટેસ્ટિંગ કરવામાં આવ્યુ હતું.બીજી તરફ પંજાબના જાલંધર, નવાશહર અને શાહપુરમાં કોરોના વાઇરસના નવા સ્ટ્રેન મળ્યા છે. જે સાથે જ 8 જિલ્લાઓમાં નાઇટ કરફ્યૂ પણ લાગુ કરવામાં આવ્યો છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33