GSTV
Gujarat Government Advertisement

મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુ મુદ્દે નીતિન પટેલે આપ્યું સૌથી મોટું નિવેદન, પરિસ્થિતિના આધારે લેવાશે નિર્ણય!

Last Updated on March 16, 2021 by

ગુજરાત રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસના સતત વધી રહેલા કેસો તેમજ મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુ મુદ્દે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે પ્રતિક્રિયા આપી હતી. નાયબ નીતિન પટેલે જણાવ્યું કે મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુ અંગે કોર ગ્રુપની બેઠકમાં આખરી નિર્ણય લેવાશે. રાજ્યમાં કોરોનાના વધી રહેલા સંક્રમણને અટકાવવા મનપા કમિશનરને સૂચનાઓ પહેલેથી જ આપવામાં આવી છે.

સંક્રમણને અટકાવવા મનપા કમિશનરને સૂચનાઓ પહેલેથી જ આપવામાં આવી

મનપાના અધિકારીઓ આ મુદ્દે જરૂરી પગલાં લેશે. નીતિન પટેલે જણાવ્યું કે રાજ્યમાં પૂરતા પ્રમાણમાં વેક્સિનો જથ્થો ઉપલબ્ધ છે… આથી રસીની અછત બાબતે ચિંતા કરવાની કોઇ જરૂર નથી.

છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્યના જે જિલ્લામાં કોરોનાના વધુ કેસ નોંધાયા તેમાં સુરત ૨૬૨ સાથે મોખરે છે. સુરત શહેરમાં ૨૪૦-ગ્રામ્યમાં ૨૨ નવા કેસ નોંધાયા છે. ૧ ડિસેમ્બર બાદ સુરતમાં કોરોનાના આ સૌથી વધુ કેસ છે. આ સાથે જ સુરતમાં  કુલ કેસનો આંક ૫૬,૦૯૧ છે. અમદાવાદ શહેરમાં ૨૦૫-ગ્રામ્યમાં ૪ સાથે ૨૦૯ નવા કેસ સામે આવ્યા છે. અમદાવાદમાં ૨૪ ડિસેમ્બર બાદ  પ્રથમવાર ૨૦૦થી વધુ કેસ નોંધાયા છે. અમદાવાદમાં કોરોનાના કુલ કેસનો આંક હવે ૬૪,૮૪૫ છે. વડોદરા શહેરમાં ૭૬-ગ્રામ્યમાં ૧૭ સાથે ૯૩ જ્યારે રાજકોટ શહેરમાં ૭૯-ગ્રામ્યમાં ૧૬ સાથે ૯૫ કેસ નોંધાયા છે.

મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુ અંગે કોર ગ્રુપની બેઠકમાં આખરી નિર્ણય લેવાશે

CORONA Test

રાજ્યમાંથી અન્યત્ર જ્યાં કોરોનાના વધુ કેસ નોંધાયા તેમાં ૩૧ સાથે ભરૃચ, ૨૩ સાથે ખેડા, ૧૮ સાથે ગાંધીનગર, ૧૫ સાથે દાહોદ, ૧૪ સાથે પંચમહાલ-જામનગર-આણંદ-નર્મદા, ૧૨ સાથે ભાવનગર, ૧૦ સાથે કચ્છ-મહેસાણા, ૯ સાથે સાબરકાંઠા-જુનાગઢ, ૮ સાથે મહીસાગર, ૬ સાથે અમરેલી, ૫ સાથે પાટણ, ૪ સાથે મોરબી-ગીર સોમનાથ, ૨ સાથે તાપી-નવસારીનો મુખ્યત્વે સમાવેશ થાય છે. બનાસકાંઠા-બોટાદ-છોટા ઉદેપુર-ડાંગ અને વલસાડ એમ પાંચ જિલ્લામાં કોરોનાનો એક પણ નવો કેસ નોંધાયો નથી.

કર્ફ્યૂ

છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્યના જે જિલ્લામાં કોરોનાના વધુ કેસ નોંધાયા તેમાં સુરત ૨૬૨ સાથે મોખરે

છેલ્લા ૨૪ કલાકમાં એકમાત્ર મૃત્યુ સુરતમાં નોંધાયું હતું. આ સાથે જ કોરોનાથી કુલ મરણાંક અમદાવાદમાં ૨,૩૨૩ જ્યારે સુરતમાં ૯૭૯ છે. છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદમાંથી ૧૫૦, સુરતમાંથી ૧૪૧, રાજકોટમાંથી ૭૯, વડોદરામાંથી ૬૬ એમ રાજ્યભરમાંથી કુલ ૫૯૪ દર્દીઓ સાજા થયા છે. અત્યારસુધી કુલ ૨,૬૯,૯૫૫ દર્દીઓ સાજા થતાં રીક્વરી રેટ ૯૬.૭૨% છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33