Last Updated on March 16, 2021 by
ઈટાલી, જર્મની અને ફ્રાન્સે તત્કાળ અસરથી કોરોના વિરોધી એસ્ટ્રાઝેનેકા રસીનો ઉપયોગ બંધ કરવાનો નિર્ણય લીધો છે. ઈટાલીના મેડિસિન રેગ્યુલેટર્સે રસી લીધા બાદ લોકોમાં અત્યંત જોખમી બ્લડ ક્લોટ થતાં હોવાના રિપોર્ટસને પગલે આ રસી પર અગમચેતીના ભાગરૂપે હંગામી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ફ્રાન્સ અને જર્મનીએ પણ અગમચેતીના ભાગરૂપે હાલ પુરતું એસ્ટ્રાઝેનેકા રસી આપવાનું બંધ કરી દીધું છે.
એસ્ટ્રાઝેનેકા રસીનો ઉપયોગ અટકાવવાનો નિર્ણય જાહેર કરતાં ઈટાલીના મેડિસિન રેગ્યુલેટર – એઆઇએફએ- દ્વારા જાહેરાત કરવામાં આવી કે, યુરોપના અન્ય દેશોએ લીધેલા નિર્ણયને ધ્યાનમા રાખીને અમે હાલ એસ્ટ્રાઝેનેકાનો ઉપયોગ અટકાવી દીધો છે.
ઈટાલીમાં રસી લીધા બાદ કેટલાક લોકોના મૃત્યુની ઘટના બની છે. જે અંગે છેલ્લો કિસ્સો ઉત્તરીય પીડમોન્ટ જિલ્લામાં બન્યો હતો, જ્યાં 57 વર્ષના સંગીત શિક્ષક રસી લીધાના 24 કલાકમાં મૃત્યું પામ્યા હતા. તેમની સાથે સાથે ઈટાલીમાં રસી લીધા બાદ મૃત્યુ પામેલા વ્યક્તિઓની ઓટોપ્સીનો નિર્ણય પણ લેવાયો છે.
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમાનુલ મેક્રોને જાહેરાત કરી કે, યુરોપીયન મેડિસિન એજન્સી વેક્સીન અંગેની ભલામણો જાહેર ન કરે ત્યાં સુધી અમે એસ્ટ્રાઝેનેકાનો ઉપયોગ અટકાવી દીધો છે. અલબત્ત, એસ્ટ્રાઝેનેકા અને વૈશ્વિક આરોગ્ય સત્તાધીશોએ તો રસીને સલામત ગણાવી હતી. દરમિયાનમાં યુરોપના સૌથી મોટા દેશ જર્મનીએ પણ રસી લીધા બાદ કેટલાક વ્યક્તિઓને બ્લડ ક્લોટ થયાની ફરિયાદને પગલે તેનો ઉપયોગ અટકાવી દીધો છે.
ગુરુવારે સમીક્ષા બેઠક
યુરોપિય સંઘ (EU)ની દવા નિયામક એજન્સીએ એસ્ટ્રાડેનેકા વેક્સીન પર વિશેષજ્ઞોના નિષ્કર્ષોની સમીક્ષા કરવા અને તે નિશ્વિત કરવા માટે ગુરુવારે એક બેઠક બોલાવી છે કે કઇ કાર્યવાહી કરવાની જરૂર છે. કોરોનાના વધતા જતાં કેસ વચ્ચે યુરોપના મોટાભાગની સ્કૂલો અને બિઝનેસને સખત પ્રતિબંધોનો સામનો કરવો પડી રહ્યો છે.
જર્મનીના સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે એસ્ટ્રાજેનેકા શૉટ્સને નિલંબિત કરવાનો નિર્ણય દેશના વેક્સીન નિયામક, પૉલ એહરલિચ ઇંસ્ટીટ્યુટની સલાહ પર લેવામાં આવ્યો હતો. આ નિર્ણય વેક્સીન લેનારા લોકોમાંથી 7 લોકોના મગજમાં બ્લડ ક્લૉટ્સ થયા બાદ લેવામાં આવ્યો હતો.
જર્મની , ફ્રાંસ, ઈટલી અને સ્પેન સોમવારે તે દેશોમાં સામેલ થઈ ગયા છે જેણે ડોઝ લેનારના કેટલાક ખતરનાક બલ્ડ ક્લોટસવી રીપોર્ટ પર એસ્ટ્રાજેનેકાના કોવિડ-19 વેક્સીનના ઉપયોગને સસ્પેન્ડ કરાયો છે. જોકે, કંપની અને યૂરોપીય નિયોમકોનું કહેવુ છે કે, ડોઝ પર આપોર લગાવા માટે કોઈ પ્રમાણ નથી.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31