Last Updated on March 16, 2021 by
દેશભરમાં કોરોના વાયરસના કેસોમાં હવે ઝડપથી વધારો થઇ રહ્યો છે. આ ગંભીર પરિસ્થિતિ વચ્ચે મેડિકલ નિષ્ણાતોનું કહેવું છે કે ભારત હાલ કોરોના વાઇરસની બીજી લહેરનો સામનો કરી રહ્યો છે. માટે હવે પહેલાની જેમ જ વધુ સાવધાની રાખવાની જરૂર છે. આશરે ત્રણ મહિના બાદ ભારતમાં કોરોના વાઇરસના નવા 26,291 કેસો સામે આવ્યા છે. 85 દિવસમાં દૈનિક કેસોમાં સૌથી મોટો ઉછાળો છે. જેને પગલે પ્રશાસન એલર્ટ થઇ ગયું છે અને રાજ્યોને સતર્ક રહેવાની ચેતવણી પણ અપાઇ છે. દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યોના મુખ્ય પ્રધાનોની સાથે આગામી બુધવારે બેઠક યોજવા જઇ રહ્યા હોવાના અહેવાલો છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યોના મુખ્ય પ્રધાનોની સાથે આગામી બુધવારે બેઠક યોજવા જઇ રહ્યા હોવાના અહેવાલો
દેશમાં અચાનક વિરામ બાદ કોરોના વાઇરસે ઉથલો મારતા આશરે નવ રાજ્યોમાં સિૃથતિ કથળી રહી છે. જેને પગલે વડા પ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યોના મુખ્ય પ્રધાનોની સાથે ઓનલાઇન બેઠક યોજીને સમગ્ર મામલે ચર્ચા કરશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની રિપોર્ટ અનુસાર છેલ્લા 24 કલાકમાં ત્રણ મહિનામાં રેકોર્ડ બ્રેક કેસો સામે આવ્યા છે. જે 26 હજારથી વધુ નવા કેસો સામે આવ્યા છે તેમાં 78 ટકા માત્ર પાંચ રાજ્યો મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, કર્ણાટક, ગુજરાત, તમિલનાડુના છે. જ્યારે છ રાજ્યો કે જ્યાં કોરોનાના કેસો ઝડપથી વધી રહ્યા છે ત્યાં દરરોજના 400થી વધુ કેસ સામે આવી રહ્યા છે.
મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, કર્ણાટક, ગુજરાત, તમિલનાડુ
આ રાજ્યોમાં કર્ણાટક, ગુજરાત, તમિલનાડુ, મધ્ય પ્રદેશ, દિલ્હી તેમજ હરિયાણાનો સમાવેશ થાય છે. જ્યારે 24 કલાકમાં 118 લોકોના મોત નિપજ્યા છે જેમાં મહારાષ્ટ્ર પ્રથમ ક્રમે છે. જ્યારે તેલંગાણાની એક સ્કૂલમાં 12 શિક્ષકોને કોરોના વાઇરસ થયો જેને પગલે સ્કૂલના બધા સ્ટાફનું ટેસ્ટિંગ કરાઇ રહ્યું છે. દરમિયાન નિષ્ણાંતોનો દાવો છે કે લોકોમાં હર્ડ ઇમ્યૂનિટી ખતમ થઇ રહી હોવાથી ફરી કોરોનાના કેસો વધવા લાગ્યા છે. વર્ધમાન મહાવીર કોલેજના કમ્યૂનિટી મેડિસિન વિભાગના ડાયરેક્ટ પ્રો. જુગલ કિશોરે કહ્યું હતું કે એવા સંકેતો છે કે દેશમાં કોરોના વાઇરસની બીજી લહેર શરૂ થઇ ગઇ છે. સપ્ટેમ્બરમાં કોરોના પીક પર પહોંચ્યો ત્યારે અનેક રાજ્યોમાં હર્ડ ઇમ્યૂનિટી ઉત્પન્ન થઇ ગઇ હતી.
અનેક રાજ્યોમાં હર્ડ ઇમ્યૂનિટી ઉત્પન્ન થઇ ગઇ હતી
હર્ડ ઇમ્યૂનિટી ઉત્પન્ન થવાથી આ રાજ્યોમાં મામલા ઘટવા લાગ્યા હતા. પાંચ-છ મહિના બાદ હવે આ હર્ડ ઇમ્યૂનિટી જે વધી હતી તે હવે ખતમ થઇ રહી છે તેથી ત્યાં વાઇરસે ફરી ઉથલો માર્યો છે. સાથે જ એમ્સના પૂર્વ ડાયરેક્ટર પ્રો. એમસી મિશ્રાએ કહ્યું હતું કે બીજી લહેર દેશમાં શરૂ થઇ ગઇ છે. જેનું મુખ્ય કારણ કોરોના કેસો ઘટયા તે પછી પ્રતિબંધો હટાવવામા આવ્યા તે માનવામાં આવે છે, પ્રતિબંધો હટયા જેને પગલે લોકોમાં એક પ્રકારની બેદરકારી પણ જોવા મળી.
હાલ જે રાજ્યોમાં કોરોનાના કેસો વધુ સામે આવી રહ્યા છે ત્યાં પહેલી લહેર સમયે પણ આટલા જ કેસો આવી રહ્યા હતા. બીજી તરફ પંજાબના જાલંધર, નવાશહર અને શાહપુરમાં કોરોના વાઇરસના નવા સ્ટ્રેન મળ્યા છે. જે સાથે જ 8 જિલ્લાઓમાં નાઇટ કરફ્યૂ પણ લાગુ કરવામાં આવ્યો છે.
હાલ અનેક રાજ્યોમાં પણ આ જ સિૃથતિ છે જ્યાં રાત્રી કરફ્યૂ લાગવાની તૈયારી ચાલી રહી છે તો કેટલાકે લાગુ કરી દીધો છે. સિૃથતિ વણસતા વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ બુધવારે રાજ્યોના મુખ્ય મંત્રીઓની સાથે ઓનલાઇન બેઠક યોજીને ચર્ચા કરશે. દરમિયાન કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન હર્ષ વર્ધને કહ્યું હતું કે લોકોમાં વધી રહેલી બેદરકારીને કારણે કોરોનાના કેસો ફરી વધવા લાગ્યા છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31