Last Updated on March 15, 2021 by
રાજ્ય સરકારે વિવિધ વિભાગોમાં ભરતી પ્રક્રિયાનો દોર શરૂ કર્યો છે. સરકારના વિવિધ વિભાગોની 1427 જગ્યાઓ માટે ભરતી બહાર પડાઇ છે. GPSCએ વર્ગ-1, 2 અને 3ની જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરી છે. રાજ્ય સરકારે તબીબી અધિકારી, વર્ગ-2ની 1000 જગ્યાઓ માટે જાહેરાત બહાર પડાઇ છે. વિવિધ વિષયના ટ્યુટર, ગુજરાત તબીબી સેવા માટે પણ જાહેરાત કરાઈ છે. આ સાથે જ નાયબ સેક્શન અધિકારી, ખેતી ઇજનેર, રાજ્ય વેરા નિરીક્ષક, ચીફ કેમીસ્ટ ભરતી માટે જાહેરાત બહાર પડાઇ છે તેમજ સરકારી હોમિયોપેથી કોલેજો ખાતે વિવિધ વિષયના લેક્ચરર માટે પણ GPSC ભરતી કરાશે.
વર્ગ- 3ની 19 જગ્યાઓ રાજ્ય વેરા નિરીક્ષક માટે
વર્ગ- 3ની 19 જગ્યાઓ રાજ્ય વેરા નિરીક્ષક માટે, વર્ગ-3ની 243 જગ્યાઓ ચીફ કેમીસ્ટ માટે અને વર્ગ-1 ની એક જગ્યા ખેતી ઇજનેર માટે, વર્ગ- 2ની 04 જગ્યાઓ, સરકારી હોમિયોપેથી કોલેજો ખાતે વિવિધ વિષયના લેક્ચરરની કુલ-03 જગ્યાઓ, સરકારી મેડીકલ કોલેજો ખાતે વિવિધ વિષયોના પ્રાધ્યાપકોની કુલ-10 જગ્યાઓ, સહપ્રાધ્યાપકોની કુલ-07 જગ્યાઓ, મદદનીશ પ્રાધ્યાપકોની કુલ-65 જગ્યાઓ એમ કુલ-1427 જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.
પોલીસ વિભાગમાં પણ અલગ-અલગ જગ્યા પર ભરતીની જાહેરાત
અત્રે ઉલ્લેખનીય છે કે, આ સાથે જ લાંબા સમયથી ગુજરાતમાં પોલીસની ભરતીની રાહ જોઇ રહેલા યુવાનો માટે પણ રાજ્ય સરકારે મહત્વની જાહેરાત કરી છે. ગુજરાત પોલીસ વિભાગમાં પણ અલગ-અલગ જગ્યા પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે અને તેના ફોર્મ ભરવાની તારીખ પણ જાહેર કરી દેવાઈ છે. રાજ્યના પોલીસ બેડામાં મોટી ભરતીની જાહેરાત કરી દેવામાં આવી છે.
પોલીસ બેડામાં 1382 ખાલી જગ્યાઓ માટે ભરતી કરાશે. બિન હથિયારધારી PSIની 202 જગ્યા, બિન હથિયારધારી મહિલા PSIની 98 જગ્યાઓ અને હથિયારધારી PSIની 72, પુરૂષ ઈન્ટેલિજન્ટ ઓફિસરની 18 જગ્યા માટે ભરતી કરાશે.
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31