GSTV
Gujarat Government Advertisement

ફફડાટ/ ગુજરાતમાં કોરોના બન્યો બેફામ : આજે ફરી રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં નોંધાયા નવા 890 કેસ

Last Updated on March 16, 2021 by

ગુજરાતમાં એક વાર ફરીથી કોરોનાએ પગપેસારો કરી દીધો છે. રાજ્યમાં ચૂંટણી ટાણે જાણે કે કોરોના ગાયબ થઇ ગયો હોય તેવો માહોલ સર્જાયો હતો જ્યારે ચૂંટણી પૂર્ણ થતાની સાથે જ ગુજરાતમાં ફરી વાર કોરોનાએ માથું ઉચક્યું છે. ત્યારે રાજ્યમાં રોજબરોજ કેસો સતત વધી રહ્યાં છે. એવામાં કોરોનાએ રાજ્યમાં ભયાનક રૂપ ધારણ કર્યું છે. બીજી બાજુ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચમાં સ્ટેડિયમ હાઉસફુલ થઇ જતા લાગી રહ્યું છે કે હવે કોરોના જાણે કે વિકરાળ સ્વરૂપ ધારણ કરી શકે તેવી શક્યતા છે. બીજી બાજુ ડૉક્ટરોએ પણ હવે ચેતવણી જાહેર કરી દીધી છે.

છેલ્લાં 24 કલાકમાં વધુ 890 કોરોના પોઝિટિવ કેસ

એવામાં આજ રોજ સોમવારના કેસોની વાત કરીએ તો આજે રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં વધુ 890 કોરોના પોઝિટિવ કેસો સામે આવ્યાં છે તો 594 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં આજ દિન સુધીમાં કુલ 2 લાખ 69 હજાર 955 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચૂક્યાં છે તેમજ રાજ્યમાં સ્વસ્થ થવાનો દર 96.72 ટકા થયો છે.

આજ દિન સુધીમાં કોરોનાના કારણે 4425 દર્દીઓના મોત

છેલ્લાં 24 કલાકમાં સુરતમાં 1 દર્દીનું મોત થયું છે. જેના કારણે કુલ 4425 દર્દીઓના આજ દિન સુધી કોરોનાના કારણે મોત થઇ ચૂક્યા છે. તો રાજ્યમાં હાલમાં એક્ટિવ કેસની સંખ્યામાં ધરખમ વધારો થતા એક્ટિવ કેસની સંખ્યા 4717 પર પહોંચી ગઇ છે તો 56 દર્દીઓની હાલત નાજુક હોવાથી વેન્ટીલેટર પર રાખવામાં આવ્યાં છે. જ્યારે 4661 લોકો સ્ટેબલ છે. જ્યારે છેલ્લાં 24 કલાકમાં નોંધાયેલા કેસોની વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશનમાં 205, સુરત કોર્પો.માં 240, વડોદરા કોર્પો.માં 76 તો રાજકોટ કોર્પો.માં 79 નવા કેસ નોંધાયા છે.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33