Last Updated on March 15, 2021 by
જો રાજકીય સભા હોય તો ચાલે, ક્રિકેટ મેચ હોય તો ચાલે પણ રાત્રિ ખાણીપીણીની બજારો ચાલુ રહે તો કોરોના વકરે. બસ આવો જ કંઇક રોષ હાલમાં ખાણીપીણીની લારી દુકાનો ચલાવતા લોકોમાં જોવા મળી રહ્યો છે. કેમકે કોરોનાના લોકડાઉન બાદ માંડ માંડ ધંધા શરૂ થયા હતા ત્યાં જ રાત્રીની ખાણીપીણી બજારમાં પ્રતિબંધ લગાવાની શરૂઆત કરી દેવાઇ છે. જેમાં અમદાવાદમાં કોરોનાના વકરતા કેસોને લઇને 8 વોર્ડમાં રાત્રે 10 વાગ્યા પછી ખાણીપીણીની દુકાનો પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય તંત્ર દ્વારા લેવાયો છે. જેમાં જોધપુર વોર્ડ-જેમાં સાઉથ બોપલ વિસ્તાર સાથે, નવરંગપુરા, બોડકદેવ, થલતેજ, ગોતા, પાલડી, ઘાટલોડિયા અને મણિનગરના બજાર પણ રાત્રે 10 વાગ્યા પછી બંધ કરી દેવાશે.
- 1.30 લાખ દર્શકોની ક્ષમતાવાળું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખીચોખીચ ભરાવાની બોલતી તસવીરો, છતાં GCA કહે છે 50% જ ભર્યું
- મેચ દરમિયાન કોઈ માસ્ક પહેરતું નથી, બધા બાજુ-બાજુમાં બેસે છે છતાં સરકાર GCAના હોદ્દેદારોને સલામ કરવા મજબૂર
- મોલ, શો-રૂમ, ટી-સ્ટોલ, ફરસાણ દુકાન, કાપડની દુકાન, પાન મસાલાના ગલ્લા, હેર સલૂન, સ્પા, જિમ, ક્લબ બંધ
ગુજરાતમાં વધ્યા આજે અધધ કેસ
ગુજરાતમાં સતત કોરોનાના કેસોમાં વધારો થઇ રહ્યો છે. જેમાં છેલ્લા 24 કલાકમાં 890 કેસ નોંધાયા છે તો 594 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં આજદિન સુધીમાં કુલ 2 લાખ 69 હજાર 955 દર્દીઓ સાજા થયા છે. તો છેલ્લા 24 કલાકમાં સુરતમાં 1 દર્દીનું મોત થયું છે. જેના કારણે કુલ 4425 દર્દીઓના આજદિન સુધી કોરોનાના કારણે મોત થઇ ચૂક્યા છે. તો રાજ્યમાં હાલમાં એક્ટિવ કેસની સંખ્યામાં ધરખમ વધારો થતા એક્ટિવ કેસની સંખ્યા 4717 પર પહોંચી ગઇ છે તો 56 દર્દીઓની હાલત નાજુક હોવાથી વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસોની વાત કરીએ તો અમદાવાદમાં 209, સુરતમાં 262, વડોદરામાં 93 અને રાજકોટમાં 95 નવા કેસ નોંધાયા છે.
માણેકચોક, રાયપુર અને ખાણીપીણી બજાર રાત્રીના 10 વાગ્યા બાદ બંધ રહેશે
ગુજરાતમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. ત્યારે દિવસે ને દિવસે વધતા જતા કેસોને ધ્યાને રાખી AMC એ મહત્વનો નિર્ણય કર્યો છે. શહેરના 8 વોર્ડ માટે AMC એ મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં હોટલ, મોલ, પાનના ગલ્લાંઓ બંધ રહેશે. રાત્રે 10 વાગ્યા બાદ વિવિધ એકમો બંધ રહેશે. જે અંતર્ગત માણેકચોક, રાયપુર અને ખાણીપીણી બજાર રાત્રીના 10 વાગ્યા બાદ બંધ રહેશે. જોધપુર, નવરંગપુરા અને બોડકદેવમાં રાત્રીના 10 વાગ્યા બાદ બજાર બંધ રહેશે. રવિવારે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ક્રિકેટ મેચ દરમિયાન પણ 50% સ્ટેડિયમ જ ભર્યું હોવાની GCA વાતો કરે છે પરંતુ હકીકત તદ્દન અલગ છે. રાજ્ય સરકારની બેદરકારીને પાપે કોરોના વકરી રહ્યો છે અને દોષનો ટોપલો સામાન્ય જનતા પર નખાઈ રહ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કોરોના વાયરસે ફરી એકવાર ભરડો મજબૂત કરવાનું શરૂ કરી દીધું છે. છેલ્લાં ૨૪ કલાકમાં કોરોનાના ૮૧૦ નવા કેસ સામે આવ્યા છે. આમ, રાજ્યમાં ૨૯ ડિસેમ્બર એટલે કે ૭૫ દિવસમાં પ્રથમવાર કોરોનાના દૈનિક કેસે ૮૦૦ની સપાટી વટાવી છે. ગુજરાતમાં બરાબર ૧૫ દિવસ અગાઉ ૨૮ ફેબુ્રઆરીના ૪૦૭ કેસ નોંધાયા હતા. આમ, ૧૫ દિવસમાં જ કોરોનાના દૈનિક કેસના પ્રમાણમાં લગભગ બમણો વધારો થયો છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ બેના કોરોનાથી મૃત્યુ થયા છે. આ સાથે જ કોરોનાના કુલ કેસ હવે ૨,૭૮,૨૦૭ છે જ્યારે કુલ મરણાંક ૪,૪૨૪ છે. હાલમાં એક્ટિવ કેસનો આંક ૪,૪૨૨ છે જ્યારે ૫૪ દર્દી વેન્ટિલેટર પર છે.
અમદાવાદમાં આઠ વોર્ડમાં રાત્રીના 10 બાદ ધંધા રહેશે બંધ
- કોરોનાના કેસ વધતા કોર્પોરેશનનો નિર્ણય
- જોધપુર,નવરંગપુરા વિસ્તારમાં રહેશે ધંધા બંધ
- બોડકદેવ, થલતેજ, ગોતામાં ધંધા રહેશે બંધ
- પાલડી, ઘાટલોડિયા અને મણિનગરમાં ધંધા બંધ રહેશે
- રેસ્ટોરાં,મોલ, શો રૂમ, પાનની દુકાન, ક્લબ રહેશે બંધ
- ટી સ્ટોલ, ફરસાણની દુકાન, હેર સલૂન પણ રહેશે બંધ
- આઠ વોર્ડમાં રાત્રે 10 બાદ આ ધંધા બંધ રહેશે
- માણકચોક ખાણીપીણી બજાર પણ રહેશે બંધ
- રાયપુર ખાણીપીણી બજાર પણ રહેશે બંધ
કોરોના વાયરસે ફરી એકવાર ભરડો લીધો
ભારતમાં કોરાનાનો કેર દિવસેને દિવસે વધતો જાય છે. દેશમાં કોરોનાના કેસમાં 3.8 ટકાનો વધારો થયો છે. રવિવારે દેશમાં કોરોનાના નવા 25 હજાર 320 કેસ સામે આવ્યા છે. સ્વાસ્થય મંત્રાલયે સોમવારે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરાના કેસની સંખ્યા 26 હજાર 291 પર પહોંચી છે. આ સાથે જ દેશમાં કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા 1.13 કરોડ થઇ ગઇ છે..જયારે એક દિવસમાં 118 લોકોનું મોત થયું છે. સોમવારે કોરોના એક્ટિવ કેસની સંખ્યા 2 લાખ 19 હજાર 262 પર પહોંચી હતી. જ્યારે કે 11 જાન્યુઆરીએ એક્ટિવ કેસની સંખ્યા 2 લાખ 22 હજાર 526 હતી. જો કે કોરોનાના કારણે કુલ મૃત્યુંઆંક 1 લાખ 58 હજાર 725 થયો છે. બીજી તરફ છેલ્લા 24 કલાકમાં 17 હજાર 455 દર્દીઓ સાજા થયા છે. રવિવારે કુલ સાત લાખ ત્રણ હજાર સાતસો બાવીસ ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31