Last Updated on March 15, 2021 by
ધૈર્યરાજસિંહની પડખે ઊભા રહેવા આજે નાના મોટા સૌ દાનની સરવાણી વહાવી રહ્યા છે. સમાજના યુવાનોએ લોકોને ફૂલ નહીં તો ફૂલ પાંખડી દાન રૂપે આપવાનો પોકાર કર્યો. અને આજે 19 દિવસની મૂવમેન્ટમાં કરોડો રૂપિયા દાન પ્રવાસ સમાજમાંથી આવી રહ્યો છે. ફક્ત 20 દિવસના સમયમાં જ અત્યાર સુધી તેમણે નક્કી કરેલા લક્ષ્યથી 45 ટકા દાન મળી ચૂક્યું છે. ધૈર્યરાજની જીંદગી બચાવવા અત્યાર સુધી ઓનલાઈન માધ્યમથી 2 લાખ 16 હજાર 653 લોકો એ દાન પ્રવાહમાં ભાગીદાર બન્યા છે.
હજુ પણ 55 ટકા રકમની છે જરૂરિયાત
ધૈર્યરાજની જીંદગી બચાવવા લોકભાગીદારીમાં 7 કરોડ 23 લાખ 64 હજાર 849 રૂપિયા દાનની રકમ મળી છે. હજુ પણ 55 ટકા રકમની જરૂરિયાત છે. કોઈપણ માતા પિતા પોતાના બાળકને બચાવવા આકાશ પાતાળ એક કરી નાંખે એ સ્વાભાવિક છે. આવા જ એક 4 માસના બાળકની બીમારી વિશે માત્ર 20 દિવસમાં જ ગુજરાતના છેવાડાના ગામ સુધી પહોંચી છે. ગુજરાતના મધ્યમવર્ગીય પરિવારનો આ બાળક કરોડરજ્જૂની ગંભીર બીમારીથી પીડાય છે. ધૈર્યરાજસિંહની સારવાર માટે સરકારી ટેક્સ બાદ કરતાં પણ 16 કરોડ રૂપિયા જેવી માતબર રકમની જરૂરિયાત ઊભી થઈ છે. જ્યાં પરિવારનું ભરણપોષણ માંડ થતું હોય ત્યાં આવી મોટી જવાબદારી કેવી રીતે નિભાવી શકે? ધૈર્યરાજસિંહના પિતાએ સોશ્યલ મીડિયાના માધ્યમથી પોકાર કરી. માત્ર 4 માસના બાળકને 20 દિવસમાં તો આખું ગુજરાત ઓળખતું થઈ ગયું.
યથાશક્તિ 10 રૂપિયાથી શરૂ કરીને લાખો રૂપિયા સુધીની મદદ
તેના પિતાએ ઈમ્પેક્ટ ગુરુ દ્વારા ઓનલાઈન ફંડ માટે લોકોને મદદ કરવા માટે પોકાર કર્યો. ઘણાંને એમ લાગ્યું કે આટલી રકમ ક્યાંથી મળશે. પરંતુ ગુજરાતની ધરતી દાતારોની ભૂમિ છે. ફૂલ નહીં તો ફૂલ પાંખડી સમાન દાનની સરવાણી વહેવા લાગી. ધૈર્યરાજસિંહને નવજીવન આપવા માટેની આ આહલેકમાં સૌ પોતાની યથાશક્તિ દાન આપી રહ્યા છે. લોકો ઓનલાઈન માધ્યમથી સૌ પોતપોતાની યથાશક્તિ 10 રૂપિયાથી શરૂ કરીને લાખો રૂપિયા સુધીની મદદ કરી રહ્યા છે.
ગુજરાતમાં એવા દાતારો છે કે ધૈર્યરાજની ધીરજ નહીં ખૂટવા દે
ધૈર્યરાજની જીવન ટકાવવા રાજ્યના જુદા જુદા શહેરોમાં અને જાહેર રસ્તાઓ પર સુખી-સંપન્ન પરિવારના યુવાનો કોઈ જાતની શેહશરમ રાખ્યા વિના લોકો પાસે દાન માગી રહ્યા છે. લોકો પણ હસતા હસતા મદદ કરી રહ્યા છે અને સાથે સાથે બાળકના નિરામય દીર્ઘાયુ માટે ભગવાનને પ્રાર્થના પણ કરી રહ્યા છે. ગુજરાતમાં એવા દાતારો છે કે ધૈર્યરાજની ધીરજ નહીં ખૂટવા દે. દાતારીની ભૂમિ ગણાતા ગુજરાતમાંથી તેના માટે જરૂરથી દાન પ્રવાહમાં રકમ એકત્ર થાય અને તેનું સફળ ઓપરેશન થાય તેવી લોકો કામના કરી રહ્યા છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31