GSTV
Gujarat Government Advertisement

ભરૂચ/ ગાડીઓ રોકી બારોબાર પૈસાની કટકી કરી વહીવટ પાડતા ટ્રાફિક પોલીસ જવાનનો વીડિયો વાયરલ

Last Updated on March 15, 2021 by

રાજ્યમાં ઘણી વાર એવી ઘટનાઓ સામે આવતી હોય છે અથવા તો તેના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે. જેમાં ક્યારેક કોઇ ટ્રાફિક પોલીસકર્મી ખોટી રીતે ગાડીઓ રોકીને પૈસા ઉઘરાવતા હોય છે. સામાન્ય જનતાને ખોટી રીતે પરેશાન કરીને ક્યારેક તેઓ મેમો ફાડવાને બદલે બારોબાર રૂપિયા પડાવીને વહીવટ કરી લેતા હોય છે. ત્યારે તાજેતરમાં જ એક એવો વીડિયો વાયરલ થયો છે. જેમાં એક ટ્રાફિક પોલીસ જવાન રસીદ આપ્યા વિના પૈસા ઉઘરાવી રહ્યો છે.

ટ્રાફિક પોલીસ જવાન પૈસા ઉઘરાવતો હોય તેવું વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે

ભરૂચ જિલ્લાનાં આમોદમાં કરજણ ચોકડી પાસે વાહન ચાલકો પાસેથી પૈસા ઉઘરાવતો પોલીસનો એક વીડિયો વાયરલ થયો છે. ફરજ બજાવતા ટ્રાફિક પોલીસ જવાન ગાડીઓને રોકી પૈસા ઉઘરાવતો હોય તેવું વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. આ ટ્રાફિક કોન્સ્ટેબલ પૈસાની લઇને પાવતી કે રસીદ નથી આપી રહ્યો એનો સીધો મતલબ એ છે કે, તે આ પૈસા પોતાના ખીસ્સામાં ભરે છે. જો કે આ મામલે હવે વધુ તપાસ થશે કે કેમ તે જોવું રહ્યું. શું આ મામલે સત્યતાની તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે તો હવે સમય જ બતાવશે.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33