GSTV
Gujarat Government Advertisement

અમરેલી જિલ્લાની 5 ન.પા.ઓના પ્રમુખ-ઉપપ્રમુખોની વરણી, 5માંથી 4 નગરપાલિકામાં મહિલા પ્રમુખના સિરે સત્તાનો તાજ

Last Updated on March 15, 2021 by

ગુજરાતમાં છ મહાનગરપાલિકાના મેયર-ડેપ્યુટી મેયરની પસંદગી કરાયા બાદ હવે ભાજપ નગરપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયતમાં પ્રમુખના નામો નક્કી કર્યાં છે. ત્રણ દિવસીય ભાજપની પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં પ્રમુખ સહિતના હોદ્દેદારોના નામોની પસંદગી કરાઇ છે. સોમવારે જિલ્લા પ્રભારીઓને બંધ મોકલાશે. બુધવારે નગરપાલિકા તેમજ જીલ્લા-પંચાયતોના પ્રમુખોના નામોની સત્તાવાર જાહેરાત થઇ જશે.

ઉત્સાહમાં કાર્યકરોએ ખુલ્લેઆમ કર્યો ઢોલના તાલે ચલણી નોટોનો વરસાદ

ત્યારે તાજેતરમાં જ એક પછી એક નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખોની વરણી કરવામાં આવી રહી છે. જેમાં વાત કરીએ અમરેલી જિલ્લાની તો અમરેલી જિલ્લાની 5 નગરપાલિકાઓના પ્રમુખ-ઉપપ્રમુખોની આજે વરણી કરવામાં આવી. 5માંથી 4 નગરપાલિકાઓમાં મહિલા પ્રમુખના સિરે સત્તાનો તાજ આવ્યો છે. જો કે, તેના ઉત્સાહમાં ભાજપના કાર્યકરોએ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું ભાન ભુલી ગયા તેમજ અહીં ખુલ્લેઆમ ઢોલના તાલે ચલણી નોટોનો વરસાદ થઇ રહ્યો હતો.

ભાજપના ઉમેદવારો સામાન્ય સભામાં બિનહરીફ ચૂંટાઈ આવ્યાં હતાં

આજે અમરેલી જિલ્લાની તમામ 5 નગરપાલિકાઓમાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી. અમરેલી, બાબરા, દામનગર, બગસરા અને સાવરકુંડલામાં પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરવામાં આવી. તમામ 5 નગરપાલિકાઓમાં ભાજપ પાસે બહુમતી હોવાથી તમામ નગરપાલિકાઓમાં ભાજપના ઉમેદવારો સામાન્ય સભામાં બિનહરીફ ચૂંટાઈ આવ્યાં હતાં. 5 નગરપાલિકામાંથી અમરેલી, સાવરકુંડલા, બાબરા અને દામનગરમાં મહિલાના હાથમાં સતા સોંપવામાં આવી.

અમરેલી નગરપાલિકામાં 3 મહિલાઓને સ્થાન મળ્યું

જિલ્લાની સૌથી મોટી અમરેલી નગરપાલિકામાં 3 મહિલાઓને સ્થાન મળ્યું છે. પ્રમુખ તરીકે મનીષાબેન સંજયભાઈ રામાણી, ઉપપ્રમુખ તરીકે રમાબેન નરેશભાઈ મહેતા અને પક્ષના નેતા તરીકે બીનાબેન વણજારાની વરણી કરવામાં આવી છે તો દંડક તરીકે ચિરાગભાઈ મનુભાઈ ચાવડા અને કારોબારી ચેરમેન તરીકે સુરેશભાઈ શેખવાનીની વરણી કરાઈ છે તેમજ બાબરા નગરપાલિકામાં પણ પ્રમુખ તરીકે રેખાબેન આંબલિયા, ઉપપ્રમુખ તરીકે આશાબેન તેરૈયા અને કારોબારી ચેરમેન તરીકે કમળાબેન બસિયાની વરણી કરવામાં આવી.

દામનગર નગરપાલિકામાં પણ શહેર ભાજપ પ્રમુખ પ્રીતેશ નારોલાના પત્ની મહિલા ચાંદનીબેન નારોલાની વરણી કરવામાં આવી તો ઉપપ્રમુખ તરીકે એનસીપીમાંથી ભાજપમાં જોડાઈને વિજેતા બનેલા પૂર્વ પાલિકા પ્રમુખ ગોબરભાઈ નારોલાની વરણી કરવામાં આવી છે. સાવરકુંડલા નગરપાલિકામાં પ્રમુખ તરીકે તૃપ્તિબેન દોશી અને ઉપ પ્રમુખ તરીકે જયસુખ નાકરાણીની વરણી થઈ. ચેરમેન તરીકે ગોવિંદભાઇ પરમાર, દંડક તરીકે મંજુલાબેન ચિત્રોડા, શાસક પક્ષના નેતા તરીકે મેહુલભાઈ ત્રિવેદીની વરણી કરવામાં આવી. જ્યારે બગસરા નગર પાલિકામાં પ્રમુખ તરીકે ઇન્દુકુમાર ખીમસૂરિયા, ઉપપ્રમુખ તરીકે રાજુભાઇ ગોડાની વરણી કરવામાં આવી.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33