Last Updated on March 15, 2021 by
ગુજરાતમાં વધુ એક નેતા કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. રાજ્ય સરકારના મંત્રી ઇશ્વર પટેલ કોરોનાની ઝપેટે ચડી ગયા છે. તેઓએ ટેસ્ટ કરાવતા તેમના લક્ષણો પોઝિટિવ નીકળ્યાં છે. તેઓ કોરોના પોઝિટિવ આવ્યાં છે. બે દિવસ અગાઉ દસક્રોઇ ભાજપના ધારાસભ્ય બાબુભાઈ જમનાદાસ પટેલ પણ કોરોના સંક્રમિત થયા હતાં.
અગાઉ બાબુ જમનાદાસ અને ખુદ CM પણ કોરોનાની ઝપેટે ચડી ગયા હતાં
ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસની ઝપેટમાં અત્યાર સુધી અનેક નેતાઓ અને મંત્રીઓ આવી ચૂક્યાં છે. રાજ્યમાં નગરપાલિકાની ચૂંટણી પહેલાં ખુદ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ કોરોના સંક્રમિત થયા હતાં. જો કે તેઓ યુ.એન મહેતા હોસ્પિટલમાં સારવાર લીધા બાદ સ્વસ્થ થઈ ગયા હતાં તેમજ મુખ્યમંત્રીના સંપર્કમાં આવેલા સંગઠન મંત્રી ભીખુ દલસાણિયા અને કચ્છના સાંસદ વિનોદ ચાવડા તેમજ મુખ્યમંત્રીના PA શૈલેષ માંડલિયા પણ કોરોનાગ્રસ્ત થયા હતાં.
રવિવારના રોજ વધુ 810 પોઝિટિવ કેસ નોંધાયા હતાં
અત્રે નોંધનીય છે કે, રવિવારના રોજ છેલ્લાં ૨૪ કલાકમાં વધુ 810 કોરોના પોઝિટિવ કેસો સામે આવ્યાં છે તો 586 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં આજ દિન સુધીમાં કુલ 2 લાખ 69 હજાર 361 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચૂક્યાં છે તેમજ રાજ્યમાં સ્વસ્થ થવાનો દર 96.82 ટકા થયો છે.
છેલ્લાં 24 કલાકમાં અમદાવાદ કોર્પોરેશનમાં 1 અને ખેડામાં 1 એમ આજના દિવસમાં કુલ 2 દર્દીઓના મોત નિપજ્યાં છે. જેના કારણે કુલ 4424 દર્દીઓના આજ દિન સુધી કોરોનાના કારણે મોત થઇ ચૂક્યા છે.
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31