Last Updated on March 15, 2021 by
મોટેરા સ્ટેડિયમમાં ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે મેચ રમાવી ના જોઈએ. મેચ રમાશે તો આત્મવિલોપન કરી લઈશ. ચાંદખેડા પી.આઈ. સાથે ફોન પર સરકાર અને શાસકો વિરૂધ્ધ અભદ્ર ભાષામાં વાત કરી ગભરાટની સ્થિતિ સર્જનાર ગાંધીનગરમાં રહેતા પંકજ પટેલ નામના વ્યક્તિ સામે વિધીવત પોલીસ ફરિયાદ નોંધી કાર્યવાહી કરવામાં આવી છે.
વિધીવત પોલીસ ફરિયાદ નોંધી કાર્યવાહી કરવામાં આવી
ચાંદખેડાના પી.આઈ. કે.વી. પટેલે ખૂદ ફરિયાદી બનીને ગાંધીનગરમાં રહેતા પંકજ પટેલ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવાયું છે કે, મોટેરાના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી આંતરરાષ્ટ્રીય મેચના બંદોબસ્ત માટે તા. 12ના રોજ બપોરે કાર્યરત હતા. સાંજે 6-15 વાગ્યાના સમયે મોબાઈલ ફોન ઉપર એક નંબર પરથી ફોન આવ્યો હતો.
સાંજે 6-15 વાગ્યાના સમયે મોબાઈલ ફોન ઉપર એક નંબર પરથી ફોન આવ્યો
ફોન કરનાર વ્યક્તિએ કહ્યું હતું કે, ‘ગાંધીનગરથી પંકજ પટેલ બોલું છું. તા. 12-3-2021ના રોજ મેચ રમાવી ના જોઈએ. જો મેચ રમાઈ તો હું આત્મવિલોપન કરીશ.’ આવી ધમકી આપી સરકાર વિરૂધૃધ અપશબ્દો બોલીસ તથા મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી વિશે અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો હતો. જો મેચ રમાશે તો હું આંદોલન કરી આત્મવિલોપન કરીશ.
આ પ્રકારની ધમકી આપવામાં આવતાં પંકજ પટેલ કોઈ અઘટીત પગલું ન ભરે તે માટે ગાંધીનગર કન્ટ્રોલ રૂમ અને દહેગામ પોલીસ સ્ટેશન ખાતે તકેદારીના ભાગરૂપે કાર્યવાહી કરવા જણાવાયું હતું. પંકજ પટેલે ફરિયાદી પી.આઈ. કે.વી. પટેલ સાથેની ટેલીફોનિક વાતચિતનું ઓડિયો રેકોર્ડિંગ કરી લઈ વાઈરલ કર્યું હતું. ગર્ભિત ધમકી આપતો ઓડિયો વાઈરલ કરી આંતરરાષ્ટ્રીય મેચ અંગે ગભરાટ ફેલાય અને એનાથી જાહેર શાંતિનો ભંગ થાય તે રીતનું વર્તન કર્યાની ફરિયાદ ચાંદખેડા પલોીસમાં નોંધવામાં આવી છે.
ગર્ભિત ધમકી આપતો ઓડિયો વાઈરલ કરી આંતરરાષ્ટ્રીય મેચ અંગે ગભરાટ ફેલાય અને એનાથી જાહેર શાંતિનો ભંગ થાય
ઉલ્લેખનિય છે કે, પંકજ પટેલના નામે વાઈરલ કરાયેલી ઓડિયો ક્લિપમાં મેચમાં હજારો લોકો એકત્ર થવાના છે તેનાથી કોરોના ફેલાવાનો ભય પ્રદર્શિત કરાયો હતો. જો મેચમાં હજારો લોકો એકત્ર કરવામાં આવે તો નાગરિક તરીકે પોતે હજારો લોકોને એકત્ર કરશે તે માટે મંજૂરી આપશો? તેવો સવાલ પંકજ પટેલ નામના નાગરિક કરી રહ્યાનું ઓડિયો ક્લિપમાં સંભળાય છે. આ ઓડિયો ક્લિપે ભારે ચર્ચા જગાવી છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31