GSTV
Gujarat Government Advertisement

બસપા સુપ્રીમો માયાવતીની મોટી જાહેરાત, ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2022 માટે આ છે યોજના

Last Updated on March 15, 2021 by

બહૂજન સમાજ પાર્ટી (બસપા)ના સંસ્થાપક કાશીરામના જન્મ દિવસે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ માયાવતીએ મોટી જાહેરાત કરી છે. માયાવતીએ સોમવારે કહ્યું કે, ઉત્તરપ્રદેશમાં યોજાનારી વિધાનસભાની આગામી ચૂંટણીમાં BSP એકલા હાથે ચૂંટણી લડશે અને જીતશે. માયવતીએ કહ્યું, BSP જ એકમાત્ર પાર્ટી છે જે તેના ઉદ્દેશ્યોને લઈને આગળ ચાલી રહી છે.

બસપા

તેમણે કહ્યું, બહૂજન સમાજનો ઉત્સાહ ઓછો નહી થાય, સત્તા કે વિપક્ષમાં બેસેલી જાતિવાદી પાર્ટીઓના સામ-દામ-દંડ-ભેદથી સાવધાન રહેવાનું છે. કાશીરામ બાદ BSP જ એક માત્ર પાર્ટી છે જે તેના ઉદ્દેશ્યોને લઈને આગળ ચાલી રહી છે. કૃષિ કાનુનને લઈને અમે ફરીથી અનુરોધ કરીએ છીએ કે તેને પરત ખેંચવામાં આવે.

માયાવતીએ કહ્યું, અમે આ મુદ્દે ખેડુતોની સાથે છીએ. જે ખેડુતોનું મોત થયું છે તેમને ઉચિત મદદ મળવી જોઈએ. તમામ નાના-મોટા કાર્યકર્તાઓને કહેવાનું કે આપણા તમામ નાના-મોટા કાર્યકર્તા પંચાયત ચૂંટણી પોતાની સંપૂર્ણ તાકતથી લડો. ઉત્તરપ્રદેશ સરકાર જાતિની દુર્ભાવનાથી બુલડોઝરનો ઉપયોગ કરે છે.

માયાવતીએ કહ્યું, જ્યારે આપણે ગઠબંધન કરીએ છીએ તો આપણને નુકશાન પહોંચે છે. આપણો મત ટ્રાન્સફર થાય છે પરંતુ બીજી પાર્ટીના મત આપણને નથી મળતા તેથી ઉત્તરપ્રદેશની તમામ 403 સીટો પર બીએસપી એકલા હાથે ચૂંટણી લડશે.

તેમણે કાશીરામને યાદ કરતા કહ્યું કે, કાશીરામના પ્રયાસોથી બાબા સાહેબનું મિશન આગળ વધ્યું, કાશીરામ પોતાના જીવનકાળમાં હંમેશા સંઘર્ષ કરતા રહ્યાં, ઉપેક્ષિત વર્ગના લોકોને આગળ વધારવાનું કામ કાશીરામે કર્યું. જ્યાં સુધી કેન્દ્ર અને રાજ્યમાં જાતિવાદી અને મુડીવાદી સરકાર રહેશે ત્યાં સુધી નાના લોકોનું જીવન નહી સુધરશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33