GSTV
Gujarat Government Advertisement

મધ્યાહન ભોજન યોજના/ ખર્ચના ચોંકાવનારા આંકડા આવ્યા સામે, છત્તાં કુપોષિત બાળકોની સંખ્યામાં પણ સતત વધારો!

Last Updated on March 15, 2021 by

ગુજરાત રાજ્યમાં એક તરફ કુપોષિત બાળકોની સંખ્યા સતત વધી રહી છે. તેમ છતાં સરકાર બાળકોને પોષણક્ષમ આહાર પૂરો પાડવામાં ઉદાસીનતા દાખવી રહી છે. રાજ્યમાં મધ્યાહન ભોજન યોજના હેઠળ બાળક દીઠ ખર્ચના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. રાજ્યમાં ધોરણ 1 થી 5ના વિદ્યાર્થીઓ માટે બાળક દીઠ ફક્ત 4.97 રૂપિયાનો ખર્ચ સરકાર કરે છે. જ્યારે કે ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે બાળક દીઠ ફક્ત 7.45 રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે.

ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે બાળક દીઠ ફક્ત 7.45 રૂપિયાનો ખર્ચ કરવામાં આવે

આહાર પૂરો પાડવામાં ઉદાસીનતા દાખવી રહી છે

  • રાજ્યમાં મધ્યાહન ભોજન યોજના હેઠળ બાળક દીઠ ખર્ચ ના ચોંકાવનારા આંકડા
  • ધોરણ 1 થી 5 ના વિદ્યાર્થીઓ માટે બાળક દીઠ ફક્ત રૂ. 4.97 ખર્ચ કરે છે સરકાર
  • ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ માટે બાળક દીઠ રૂ. 7.45 નો ખર્ચ કરે છે સરકાર
  • ગત વર્ષે મે 2020 માં સરકારે મધ્યાહન ભોજન યોજના માટે કર્યો વધારો

ધોરણ 1 થી 5 ના વિદ્યાર્થીઓ માટે બાળક દીઠ ફક્ત રૂ. 4.97 ખર્ચ કરે છે સરકાર

  • ધોરણ 1 થી 5 ના વિદ્યાર્થીઓ માટે બાળક દીઠ માત્ર  49 પૈસાનો વધારો
  • ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ માટે બાળક દીઠ માત્ર 74 પૈસાનો વધારો કરાયો
  • ધારાસભ્ય પૂંજા વંશના સવાલમાં સરકારનો લેખિત જવાબ

ગત વર્ષે મે-2020માં સરકારે મધ્યાહન ભોજન યોજના માટે ખર્ચમાં વધારો કર્યો હતો. પરંતુ ધોરણ 1 થી 5ના વિદ્યાર્થીઓ માટે બાળક દીઠ ફક્ત 49 પૈસાનો વધારો કરાયો છે. જ્યારે કે ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે બાળક દીઠ ફક્ત 74 પૈસાનો વધારો કરાયો છે. ધારાસભ્ય પૂંજા વંશના સવાલમાં સરકારનો લેખિત જવાબ આપવામાં આવ્યો, રાજ્યમાં મધ્યાહન ભોજન યોજના હેઠળ બાળક દીઠ ખર્ચ ના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33