Last Updated on March 15, 2021 by
મહારાષ્ટ્રમાં કોરોના બેકાબુ થતો જોવા મળી રહ્યો છે. કોરોનાના નવા કેસો ઝડપથી વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકના મહારાષ્ટ્રમાં કોરોનાના નવા 16620 કેસ સામે આવ્યા છે. જે આ વર્ષે નોંધાયેલ સૌથી વધુ કેસ છે. સાથે જ રાજ્યમાં કુલ કેસની સંખ્યા વધીને 23 લાખ 14 હજારને પાર પહોંચી ગઈ છે. જયારે છેલ્લા 24 કલાકના કોરોનાને કારણે 50 લોકોના મોટ થાય છે. તેની સાથે જ કુલ મૃત્યુ આંક વધીને 52 861 થઇ ગયો છે.
દેશમાં 26 હજારથી વધુ નવા કેસ
ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના નવા 26291 નવા કેસ સામે આવ્યા છે. આ નવા કેસની સાથે 1,13,85,339 થઇ ગઈ છે. તો વધુ 118 લોકોના મોતની સાથે કુલ મૃત્યુ આંક વધીને 1,58,725 થઇ ગયા છે. તો દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 2,19,262 થઇ ગઈ છે. તો સારવાર લઈને કોરોનાને મ્હાત આપનાર લોકોની સંખ્યા 1,10,07,352 થઇ ગઈ છે. તો દેશમાં કુલ 2,99,08,038 લોકોને કોરોના વેક્સિન આપવામાં આવી છે.
મધ્યપ્રદેશમાં કોરોનાના નવા 743 કેસ
મધ્યપ્રદેશમાં રવિવારના રોજ કોરોના વાયરસ સંક્રમણના નવા 743 કેસ સામે આવ્યા છે. તેની સાથે જ રાજ્યમાં કુલ કેસની સંખ્યા 2,68,594 થઇ ગઈ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે વાળું 2 લોકોના મોત થયા છે. તેની સાથે જ મૃત્યુઆંક વધીને 3,887 થઇ ગયો છે.
સૌથી વધુ કેસ ઇન્દોરમાં
મધ્યપ્રદેશ આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ રવિવારે કોરોના વાયરસ સંક્રમણના સૌથી વધુ 263 કેસ ઇન્દોરમાં નોંધાયા છે.જયારે ભોપાલમાં 139 અને જબલપુરમાં 45 કેસ સામે આવ્યા છે. રાજ્યમાં કોરોનાને મ્હાત આપનાર દર્દીઓની સંખ્યા 2,68,594 થઇ ગઈ છે જયારે કુલ 4,740 એક્ટિવ કેસ છે જેમનો જુદી જુદી હોસ્પિટલોમાં સારવાર ચાલી રહી છે.
મધ્યપ્રદેશમાં લાગી શકે છે નાઈટ કરફ્યુ
મધ્યપ્રદેશમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણના કેસને જોતા રાજ્ય સરકાર કડકાઈ વધારવાની તૈયારીઓ કરી રહી છે. કોરોનાની સ્થિતિ પર મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું છે કે એક ટીમને નાઈટ કરફ્યુ અને અન્ય બાબતો પર ચર્ચા કરવાના આદેશ આપવામાં આવ્યા છ્હે. સંબંધિત વિભાગો સાથે કાલે એટલેકે મંગળવારે એક બેઠક થશે અને આવશ્યક લાગ્યું તો વધુ પગલાં લેવામાં આવશે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31