GSTV
Gujarat Government Advertisement

ખેડૂતોના સમર્થનમાં આવ્યા મેઘાલયના રાજ્યપાલ સત્યપાલ મલિક , ફોન કરી રાકેશ ટિકૈતની ધરપકડ રોકાવ્યાનો દાવો

ખેડૂતો

Last Updated on March 15, 2021 by

મેઘાલયના રાજ્યપાલ સ્યપાલ મલિકે કૃષિ કાયદાના વિરોધમાં આંદોલન કરી રહેલા ખેડૂતોનું સમર્થન કર્યુ છે. તેમણે રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શહને ખેડૂતોને નિરાશ ના કરવાની અપીલ કરી છે. સત્યપાલ મલિકે દાવો કર્યો છે કે ખેડૂત નેતા રાકેશ ટિકૈતની ધરપકડ તેમણે જ અટકાવી છે.

કેન્દ્ર સરકાર ટેકના ભાવને કાયદાકિય માન્યતા આપે તો ખેડૂતો માની જશે

બાગપત જિલ્લામાં પોતાના અભિનંદન સમારોહની અંદર મલિકે કહ્યું કે કેન્દ્ર સરકાર ટેકના ભાવને કાયદાકિય માન્યતા આપે તો ખેડૂતો માની જશે. તેમણે આગળ કહ્યું કે એક પણ કાયદો ખેડૂતોના પક્ષમાં નથી. ખેડૂતો જ્યાં પણ જાય છે ત્યાં તેમના પર લાઠીચાર્જ કરવામાં આવે છે. જે દેશના જવાનો અને ખેડૂતોને ન્યાય ના મળે તે દેશને કોઇ નહીં બચાવી શકે.

ખેડૂતો

ઇંદિરા ગાંધીએ પણ ઓપરેશન બ્લૂ સ્ટાર બાદ મહામૃત્યુંજય મંત્રનો જાપ કરાવ્યો હતો

મલિકે આગળ કહ્યું કે શીખો ક્યારેય પાછળ નથી હટતા અને 300 વર્ષો બાદ પણ તેઓ કોઇ વાત ભૂલતા નથી. ઇંદિરા ગાંધીએ પણ ઓપરેશન બ્લૂ સ્ટાર બાદ મહામૃત્યુંજય મંત્રનો જાપ કરાવ્યો હતો. તેમણે રાકેશ ટિકૈતની ધરપકડને રોકવાનો દાવો કરતા કહ્યું કે જ્યારે મેં ખેડૂત નેતા રાકેશ ટિકૈતની ધરપકડ વિશે ગણગણાટ સાંભળ્યો, તો ફોન કરીને તેમની ધરપકડ અટકાવી.

રાજ્યપાલે કહ્યું કે દેશમાં ખેડૂતોની સ્થિતિ દયનીય છે. ખેડૂતો પ્રતિદિન ગરીબ થઇ રહ્યા છે. જ્યારે સરકારી અધિકારીઓ અને કર્મચારોનો પગાર દર ત્રીજા વર્ષે વધી રહ્યો છે. ખેડૂતો જે વસ્તુ વાવે છે તે સસ્તુ હોય છે અને જે ખરીદે છે તે મોંધુ હોય છે. હું ખેડૂત પરિવારમાંથી આવું છુ માટે તેમની તકલીફ સમજી શકુ છું.

Read Also

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33