GSTV
Gujarat Government Advertisement

કોરોના ભલે વકરે, રાજ્ય સરકાર BCCIને નારાજ નહીં કરે: રાત્રિ કરફ્યૂનો આજે અંતિમ દિવસ ટી-20 મેચને લીધે સરકારની મૂંઝવણ વધી!

Last Updated on March 15, 2021 by

ગુજરાતના વિવિધ શહેરોમાં જીવલેણ વાયરસનો ખતરો વધ્યો છે. જેમાં રાજ્યનાં ફરી એકવાર અમદાવાદ,સુરત સહિતના શહેરોમાં કોરોનાએ માથુ ઉંચક્યુ છે.દિવાળી વખતે જે પરિસ્થિતિનું નિર્માણ થયુ હતું તે જ રીતે કોરોનાના કેસો રફતાર સાથે વધી રહ્યાં છે. સોમવારે રાત્રિ કરફ્યુનો અંતિમ દિવસ છે પણ મોટેરા સિૃથત નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર રમાઇ રહેલી ટી-ટ્વેન્ટી મેચને લીધે રાજ્ય સરકારને ગળે હાડકું ભરાયું છે. મેચને લીધે રાત્રિ કરફ્યુની સમય મર્યાદામાં કોઇ વધારો થઇ શકે તેમ નથી. ગુજરાતમાં ફરી કોરોનાની ત્રીજી લહેર આવી શકે તેવી સિૃથતીનુ નિર્માણ થઇ રહ્યુ છે ત્યારે ભાજપ સરકારની  મૂંઝવણ વધી છે. 

પરિસ્થિતીનુ નિર્માણ થઇ રહ્યુ છે ત્યારે ભાજપ સરકારની  મૂંઝવણ વધી

અમદાવાદ શહેરમાં કોરોનાના કેસો ફરી એક વાર તેજ રફતારથી વધી રહ્યાં છે. અત્યારે રોજના 180 કેસો નોંધાઇ રહ્યાં છે. ડોકટરોએ પણ ચેતવણી ઉચ્ચારી છેેેકે, ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર આવી શકે છે. આ તરફ, મોટેરા સ્ટેડિયમમાં ભારત અને ઇંગલેન્ડ વચ્ચે ક્રિકેટ મેચ રમાઇ રહી છે. કોરોનાના ભય વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હજારો દર્શકો ટી-ટવેન્ટી મેચનો આનંદ માણી રહ્યાં છે.

કોરોનાના ભય વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હજારો દર્શકો ટી-ટવેન્ટી મેચનો આનંદ માણી રહ્યાં છે

મેચ વખતે હજારોની ભીડ એકઠી રહી છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જ કોરોનાનુ એપી સેન્ટર બની શકે છે તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. સોમવારે રાત્રિ કરફ્યુનો અંતિમ દિવસ છે. કોરોનાના કેસો ઓછા થવાને બદલે વધુ નોંધાઇ રહ્યાં છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં રોજના 150-200 કેસો નોંધાતા હતાં તે વધીને હવે કેસોનો આંકડો 800 સુધી પહોંચ્યો છે.

કોરોના

કેસોનો આંકડો 800 સુધી પહોંચ્યો

 એક બાજુ કોરોના વકર્યો છે ત્યારે બીજી બાજુ, હજુય ત્રણ ટી-ટ્વેન્ટીની મેચ રમાવવાની બાકી છે. ક્રિકેટ મેચ રાત્રિના 10.45 વાગે પૂર્ણ થાય એટલે 12 વાગ્યા સુધી શહેરમાં ટ્રાફિકની અવર જવર રહે. આ જોતાં રાજ્ય સરકાર કોરોના વકર્યો હોવા રાત્રિ કરફ્યુનો સમય હવે 11 વાગે સુધી કરી શકે તેવી સ્થિતીમાં નથી.

એક બાજુ કોરોના વકર્યો છે ત્યારે બીજી બાજુ, હજુય ત્રણ ટી-ટ્વેન્ટીની મેચ રમાવવાની બાકી

ભલે કોરોના વકરે પણ રાજ્ય સરકાર બીસીસીઆઇ અને ગુજરાત ક્રિકેટ એસોસિએશનના સત્તાધીશોને નારાજ કરવાના મતમાં નથી. સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય કે,પછી ટી ટ્વેન્ટીની મેચ હોય.કયાંક કોરોનાના નિયમો જળવાયાં નથી. આ જોતાં રાજ્ય સરકાર એકાદ દિવસમા ંજ રાત્રિ કરફ્યુનો સમય રાત્રિના 12 વાગ્યા સુધી યથાવત જ રાખશે. 

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33